________________
૧૩૨
સાહિત્યને એક અસામાન્ય હયાત સેવક–જદુનાથ સરકાર
“જે કેાઈ હિંદવાસી અત્યારે જ્ઞાનમાં આગળ વધેલા જગતના બીજા દેશોની પંક્તિએ પોતાના દેશને પહોંચાડવા ઉમેદ રાખતો હોય, તેણે આરામ તો લેશમાત્ર લેવો ધટતું નથી. સ્વાર્થને તેણે દૂર ધકેલી દેવો જોઈએ અને સામાજિક કાર્યો પડતાં મૂકવાં જોઈએ. હું તો કહું છું કે, કુટુંબ તરફ પણ દુર્લક્ષ કરવું જોઈએ. જો કે આ ઘણે ભારે ત્યાગ છે; પણ જે પશ્ચિમના દેશમાં હિંદવાસીઓનું મેં ઉજળું રાખવું હોય તો આ ભારે ત્યાગ તેમણે પ્રસન્ન ચિત્તે આપવો જોઈએ.”x
અધ્યાપક તરીકેની એમની કારકીર્દિ ઘણી સફળ થઈ છે. કોઈપણ વિષય સમજાવતાં પહેલાં તેઓ તેને લગતી છેક અંત સુધીની રજેરજ માહિતી મેળવી લે છે અને પછી તેને સુંદર રીતે સાંકળીને અતિશય મધુર અને સરળ ભાષામાં તેનું નિરૂપણ કરે છે.
૧૯૧૭ માં પટણામાંથી છૂટા થઈ ૧૯૧૯ સુધી તેમણે બનારસ હિંદુ કૅલેજમાં અધ્યાપકતરીકે કામ કર્યું. ત્યાં તેઓ એમ. એ. ના વિદ્યાર્થીઓને ઈતિહાસને વિષય શીખવતા. ૧૯૧૯ માં બનારસથી કટકની રાવણેશ્વર કૅલેજમાં અધ્યાપકતરીકે ગયા અને ત્યાં ૧૯૨૩સુધી કામ કરી ફરી પાછા પટણા કોલેજમાં આચાર્ય (પ્રિન્સિપાલ) તરીકે આવીને વિરાજ્યા.
આજ વર્ષે તેમને ગ્રેટબ્રિટન અને આયલેડની રોયેલ એશિયાટિક સેસાયટીના માનનીય સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા. આ મંડળમાં દુનિયા આખીમાંથી માત્ર ત્રીસ જ વિદ્વાનો ચુંટાય છે. હિંદુસ્તાનમાં આજ સુધીમાં આ માન એક અધ્યાપક સરકારને અને બીજું મહામહેપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રીનેજ મળ્યું છે.
૧૯૨૬ માં શહેનશાહ જે તેમને સી. આઈ. ઈ. ( કનિયન ઑફ ધી ઈન્ડિયન એમ્પાયર ) ના ઇલ્કાબથી નવાજી તેમની વિદ્વત્તાની કદર કરી; અને એજ સાલના જૂન માસમાં મુંબાઇની ઑયલ એશિયાટિક સોસાયટીએ એમને સર જેમ્સ કૅમ્પબેલ સુવર્ણચંદ્રક આપી વિભૂષિત કર્યા. આ ચાંદ દર ચોથે વર્ષે કઈ જગવિખ્યાત વિદ્વાનને જ અપાય છે.
આ ઉપરાંત સરકાર તરફથી તેમને હિંદુસ્તાનનાં ઐતિહાસિક દફતરે તપાસનાર મંડળના એક ખાસ સભાસદતરીકે પણ નિમવામાં આવ્યા છે; પરંતુ એથી વિશેષ માન તો એમને હમણાં મળ્યું છે. આ વર્ષે કલકત્તા યુનિવર્સિટીના વાઈસ ચેન્સેલર ( કુલનાયક ) તરીકે એમની નિમણુક થઈ છે અને એકનિષ્ઠ અધ્યાપકજીવનના ફળરૂપ જે ઉંચામાં ઉંચી મહાન પદવી મેળવી જોઈએ તે મળી ચૂકી છે. . આ પદવીએ પહોંચ્યા છતાં, આજ ૫૫ વર્ષની ઉંમરે પણ હજીયે તેમનું અભ્યાસકાય તો હજી જેવું ને તેવું ચાલુ જ છે. એક તરફથી ઐતિહાસિક કાગળપત્રો અને જૂના ગ્રંથોનું અન્વેષણ કર્યું જાય છેબીજી તરફથી અનેક નવા ગ્રંથોનાં સમર્થ અવલોકન અને વિવેચનનું કામ પાર વગરનું કર્યું જાય છે.
સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી, હિંદી, ઉર્દુ, પર્શિયન, મરાઠી, ફેન્ચ અને પિચુગીઝ-આટલી ભાષાઓ તો એમણે સિદ્ધ કરી છે. અભ્યાસમાં જેમ જેમ જે જે ભાષાની જરૂર પડતી ગઈ તેમ તેમ તેઓ તે તે ભાષા શીખી લેતા ગયા; કારણ કે ઇતિહાસ લખવાના પૂરાવા માટે મૂળ દસ્તાવેજો અને ગ્રંથે જાતેજ વાંચી તપાસી એકસાઈ કરવાનો તેઓ આગ્રહ રાખે છે.
અંગત ખર્ચ માટે જરૂર કરતાં વધુ જેમણે પાઇસરખીચે ખચી નથી, અને મોજશોખમાટે એક દમડીસરખી પણ બગાડી નથી, એવા અ૦ સરકારે જૂના ઐતિહાસિક ગ્રંથ અને લેખો પ્રાપ્ત કરવાને પિતાનું અંગત પુષ્કળ નાણું ખર્યું છે; અને એતિહાસિક સ્થળોના પ્રવાસો પોતાના ખાનગી ખર્ચ કર્યા છે. પિતાના ઇતિહાસમાં એવી એક પણ વાત કે માહિતી તેઓ લખવાનાજ નહિ કે જેને માટે તેમની પાસે ચોક્કસ સબળ પૂરાવા ન હોય. ઘણી વાર એ એકાદ સચોટ રાવો, દસ્તાવેજ કે ગ્રંથ લેવાને માટે હિંદુસ્તાનના કેઈ આધા અજાણ્યા ખૂણાઓમાં પિતાને ખર્ચ તેઓ ગયેલા છે. | મોગલ સમયના અતિદુર્લભ અસલ હસ્તલિખિત પુસ્તકો પારીસના સંગ્રહસ્થાનમાં જ માત્ર છે. અને પ્રા. સરકારને પોતાના ગ્રંથ લખવા માટે તેની જરૂર. એમણે સેંકડે રૂપિયા પદરના ખર્ચને એ ગ્રંથોના પાને પાનાના ફેટોગ્રાફ લેવડાવી મંગાવ્યા ! કલકત્તા, મુંબઈ ને લંડન તથા કાન્સના જૂની ચેપડીએ વેચનારા બધા અવ જદુનાથ સરકારનું નામ જાણેજ: અને એમના ખપની
બુદ્ધિપ્રકાશ ( ફેબ્રુ’ ૧૮ ) માંના પુનમચંદ શાહના લેખપરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com