________________
૧૪૬
મહાત્મા જાનકીવાર શરણજી
ત્યાં ગંગાકિનારે એક બંગાળીબાબુના બાગમાં તેઓ ઉતર્યા. તે બાબુ મહાસજજન હતા. તેમણે તેમની ખૂબ સેવા કરી અને એક વર્ષ સુધી તેઓ પાસેથી કર્મ, જ્ઞાન અને ઉપાસનાનો ઉપદેશ સાંભળે. એક દિવસ ત્યાંથી તેઓ ચૂપચાપ ચાલી નીકળ્યા અને ચાર દિવસ ચંદ્રનગરમાં રહીને ચિંચુડા ગામમાં એક મંદિરમાં રહ્યા. ત્યાંના મહંતે તેમને બહુ આદરસત્કાર કર્યો. તેઓ કહેતા હતા કે, ચિંચુડાના મંદિરની બાકિશારીની કે શ્રી રઘુનાથજીની મૂતિ જેવી મૂર્તિ સમસ્ત બંગાળમાં ક્યાંયે નથી. તેમાં એક ચિત્ર પંચવટીનું છે. એક કુટીમાં શ્રી યુગલ સરકાર ( શ્રીરામચંદ્રછ) વિરાયા છે. એક કુટીમાં સૌમ્યમૂર્તિ લક્ષ્મણજી ભોજન કરી રહ્યા છે અને દૃષ્ટિ સરકારનાં ચરણોમાં લાગેલી છે. એ ચિત્ર ખૂબ ચિત્તાકર્ષણ કરે એવું છે. કેટલાય હજાર રૂપિયાની આવકવાળી જગ્યા મંદિરના ખર્ચના નિભાવ માટે છે.
ત્યાં જ તેમણે રથયાત્રા કરી. લોકોએ તેમને ઉંચા સિંહાસન ઉપર શ્રીરઘુનાથજીની સાથેસાથે બેસાડ્યા અને સેંકડે બંગાળીઓ ઉઘાડે માથે અને ખુલે પગે રથને ખેંચતા હતા. આ કૌતુક જોઈને તેઓ ખૂબ પ્રસન્ન થયા.
ત્યાંના મહંત તેઓના ગુણ અને સ્વરૂપ ઉપર એટલા બધા મુગ્ધ થયા હતા કે, જે શ્રી મહારાજજી ત્યાં જ રહે તે મંદિર અને જગ્યા વગેરે તેમના નામ ઉપર ચઢાવી દેવા તેઓ તૈયાર હતા; પરંતુ શ્રી મહારાજજીએ તેને સ્વીકાર ન કર્યો અને ત્યાંથી પણ તેઓ ચૂપચાપ ચાલ્યા ગયા.
ચિંચુડાથી મુર્શિદાબાદ આવીને તેઓ મહંત ગોપાળદાસને ત્યાં ઉતર્યા. તેમની પણ ઈચ્છા હતી કે, તેઓ ત્યાં રહે અને મંદિરના મહંત થાય. તેઓ પ્રતિષ્ઠાની ખૂબ નિંદા કરતા અને કહેતા કે – अभिमान सुरापानं गौरवं घोर रौरवम् । प्रतिष्ठा शूकरी विष्ठा त्रीणीं त्यक्त्वा सुखी भवेत् ।।
એક દિવસ ત્યાંથી પણ તેઓ ચૂપચાપ ચાલી નીકળ્યા. મુર્શિદાબાદથી ચાલી નીકળીને ભાગલપુર. રાજમહલ, મુંગેર વગેરે સ્થાનોમાં નિવાસ કરતા કરતા તેઓ પટણા પહોંચ્યા અને ઉદાસીઓની “સંગત ”( જમાત )માં ઉતર્યો. ત્યાં ઉદાસીઓ અને ગ્રામવાસીઓએ તેઓની ખૂબ સેવા કરી. પછી તેઓ સુલતાનગંજ આવીને કેટલાક દિવસ પહાડની ગુફામાં રહ્યા.
સુલતાનગંજથી ઉપડ્યા તો ચોદ કોશ સુધી વસ્તી ન મળે. ત્યાંજ વનમાં તેઓ એક ઝાડની નીચે ડ ર , એટલામાં લગભગ ચાદ-પંદર વર્ષની ઉંમરના બે બાળક-એક શ્યામ અને એક ગેરવર્ણવાળા-દેખાયા. તેમણે તેમને કહ્યું -“બાવાજી ! ભૂખ્યા છો કે?” તેઓએ કહ્યું:-“હા.” થોડીવાર પછી એ બાળકેએ બે હાંહલી અને દાળ ચોખા લાવી, જંગલમાંથી લાકડાં વીણી લાવી દ ળભાત બનાવી તેમને કહ્યું :-"બાવાજી : ઉડે, પ્રસાદ તૈયાર છે.” તેઓ ઉઠયા, પ્રસાદ જમ્યા. તે બાળકોને કહ્યું: “તમે પણ જમો.” તેઓએ કહ્યું-“અમે અમારે ઘેર જમીશું.' એમ કહીને તેઓ અંતર્ધાન થઈ ગયા. પ્રાતઃકાળમાં તેમણે તપાસ કરી, ગાઉના ગાઉસુધી વસ્તીને પત્તા ન હતો. શ્રી મહારાજ કહેતા હતા કે, એ દાળભાતનો સ્વાદ અલૌકિક હતો.
એ પ્રમાણે લીલા કરતા કરતા શ્રીકાશીજી, મીરજાપુર, કાનપુર, ફરૂખાબાદ ઈત્યાદિ શહેરોમાં રોકાતા રોકાતા તેઓ શ્રીહરિદ્વાર પહોંચ્યા અને ત્યાંથી ગઢવાલ થઇને શ્રીગંગોત્રી પહોંચી ગયા. - ગંગોત્રીથી પાછા ફરતાં હેલીકેશમાં અયોધ્યાના કેટલાક સંત મળ્યા. તેમની મારફત સ્વામીજીએ એક પંખો મોકલ્યો હતો અને એક પત્રમાં લખ્યું હતું કે, “આ પંખો નથી, પણ પંખ મળતાંજ ઉડી આવે. ઘણે દિવસથી તમને જોયા નથી.” પંખે અને પત્ર મળતાં જ તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને રેલમાર્ગે અયોધ્યા આવીને ગુરુજીનાં દર્શન કર્યા, કેટલાક દિવસ ગુરુ સેવામાં રહ્યા પછી તેઓએ વિચાર્યું કે
દરવેશમાં રહે તે બેહતર, આબે દરિયા વહે તે બેહતર. અને ચૂપચાપ જનકપુર ચાલી નીકળ્યા. આગ્રા શહેરમાં જઈને રાધાસ્વામીને ત્યાં ઉતર્યા. તેમને રાય વૃંદાવન બહાદૂરના પત્ર મારફત તેઓના આગમનની સૂચના મળી હતી. રાય શાલીગ્રામ બહાદુરને તેમની સેવામાં રોકવામાં આવ્યા અને તેમની સેવા તેમણે ખૂબ ભાવપૂર્વક કરી.
એક દિવસ રાય શાલીગ્રામ બહાદરે તેમને પૂછયું કે, “આપ અમારા સ્વામીજીને કેવા સમજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com