________________
છોકરાઓને છાના ઉપદેશ-નઠારી સેબતનું ફળ કે ૫૦૫ કહે છે કે, લંગોટ પહેરીને સુઈ રહેવાથી નામર્દીઈ પિદા થવાની ધાસ્તી રહે છે; પરંતુ તેમનું આ કહેવું ઉચિત નથી. કટેવને કમી કરવાના કામમાં લંગોટ ઉપકારક થઈ પડે છે. રાત્રિદિવસ લંગેટ પહેરી રાખો, તે અત્યંત શ્રેયસ્કર છે.
સુવાનું સ્થળ અને પથારી માટે નીચે જણાવેલી હકીક્ત ધ્યાનમાં રાખવી:( ૧ ) સુવાના સ્થળમાં સારી શુદ્ધ હવા આવવા દેવી. બારીબારણાં ઉઘાડાં મૂકીને સુવું. ( ૨ ) સુતા પહેલાં પેશાબ કરી આવો. (૩) વીર્યપાત વારંવાર થતો હોય તે, સવારમાં ઉઠયા બરોબર પાંચ મિનિટ ઠંડા પાણીની
ધાર ઇકિય ઉપર કરવી. ( ૪ ) સવડ હોય તે પિતાને માટે સ્વતંત્ર એકાંત સ્થળમાં પથારી પાથરવી. પાથરવાની
તળાઈ સાધારણ કઠણ કરવી પણ બહુ નરમાશવાળી રાખવી નહિ. ( ૫ ) ફાવે તે પ્રમાણે પાસાભેર સૂઈ રહેવું. ચતા અથવા ઉંધા સૂઈ રહેવું, એ બરાબર નથી;
કારણ કે તેથી ઈકિય ઉત્તેજિત થઈ, વીર્યપાત તરફ વૃત્તિ વાળે છે. પાસાભેર સૂઈ રહેવાની ટેવ પાડવી એ ઘણું સરળ છે. પાટીને પટો અથવા ઝીણી બારીક પટ્ટી કમરના ભાગમાં એવી રીતે બાંધવી કે, ગાંઠ પાછળના ભાગ પાસે વળી શકે તાત્પર્ય એ છે કે, ઉંઘમાં કદાપિ ચતા થઈ જવાય પણ ગાંઠ ખુંચવાથી જાગી જવાય,
જેથી વિક્ષેપ આવી શકે નહિ. ( ૬ ) બીજો ઉત્તમ માર્ગ એ છે કે, સ્વપ્નાં આવવાનો વખત જે ૨ થી ૫ સુધી છે,
તે વખત વાંચવા માટે અથવા ખરેખરી ગાઢ નિદ્રામાટે મુકરર કરે, એટલે સ્વનાવસ્થા પ્રાપ્ત થવાનો સમય આવી શકવાને નથી. જાગ્રત થવાય તે વખતે પેશાબ
કરવા જવાની આદત રાખવી. ઉપર દર્શાવ્યા ઉપરાંત બીજી ત્રણ સાધારણ સૂચનાઓ ઉપર પણ લક્ષ આપવાની ખાસ અગત્ય છે.'
( ૧ ) ગમે તેમ થાય, પરંતુ ગુહ્ય ઈદ્રિયને હાથ લગાડવાનો સ્વભાવ સારા નથી; માટે તેવી ટેવ પાડવી નહિ.
( ૨ ) સારા વિચારવગરના બીજા વિચારમાં લક્ષ લગાડવું નહિ.ઘણાં છોકરાંઓના મનમાં ખરાબ વિચારો આવે છે. પરંતુ સારા છોકરાઓ તે તરફ ધ્યાન આપતા નથી. વિલક્ષણ ચિત્ર . અથવા નકામી વાત વિષે મનમાં વિચારો આવે તો તેને સર્પની પેઠે વેગળા કરી નાખવા. આ , પ્રમાણે કરવાથી સ્વપ્નાવસ્થા બંધ થશે.
શરીરમાં ગમે તેટલી ધાતુ વધે, પણ તેનાથી કોઈ પ્રકારે ઉપાધિ થઈ શકતી નથી. જે મન સ્વાધીનમાં ન રહે અને વૃત્તિ વિવલ થાય તો નિરામય શરીરવાળાને પણ વધેલી ધાતુ નુકસાન કરે છે તથા શરીરમાં રોગ કરે છે. કહેવાનો સારાંશ એ છે કે, ધાતુ વધવાથી રોગ થતો નથી; પરંતુ મનેવિકારની વૃત્તિ વિલ થવાને લીધે રોગ પેદા થાય છે.
( ૩ ) બાર વરસની વયથી પચીસ વરસની ઉંમર સુધી ૧-વિષયી મિત્રો સાથે ગાઢો સંબંધ, ૨-સ્ત્રીના સ્વરૂપનું અને તેના ગુણનું વર્ણન, ૩-શંગારિક કાદંબરીએ, ૪-નાટક અને
વેલો વગેરે વાંચવા અને તેના પ્રત્યક્ષ થતા પ્રયોગો જેવા, ૫-વિષયની વાતે હાસ્યવિનોદમાં કહેવી, વગેરે બાબતે વજ કરવી. શરીરમાં વધેલી ધાતુ ન વપરાવાને લીધે શરીરમાં રોગ થાય છે એવી સમજણ વિષયવાસનાને વધારનારી અને અતિશય નુકસાન કરનારી છે. સુખમય જીદગી ગાળવાના મુખ્ય સાધનરૂપ જે ધાતુ છે, તેને જે વયમાં એકત્ર કરી ભંડાર ભરી રાખવો જોઈએ, તેને બદલે વિષયવાસનામાં તલ્લીન થઈ જઈ, જેએ તાત્કાલિક સુખ ભોગવે છે, તેઓ મેટી ભૂલ કરે છે, અને તેઓ મનોવિકારની વિફરેલી વૃત્તિને વશ કરી, દીર્ધાયુષ્ય સુખમય નિર્ગમન કરવા સારૂ લવલેશ પ્રયત્ન આદરતા નથી, એ અત્યંત દિલગીરી ઉપજાવનારૂં છે, એમ અમારે ડીંડીમ વગાડીને કહેવું પડે છે. ,
મુષ્ટિમથુનની કુટેવમાંથી મુકત થવાને ઉપાય અજ્ઞાનતાને લીધે નુકસાનકારક મુષ્ટિમૈથુનની કુટેવમાં ફસી ગયેલાઓએ તેમાંથી મુક્ત થવાની ઇચછા હોય તો નીચે જણાવેલી સૂચનાઓનું અવશ્ય મનન કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com