________________
રાઓને છાના ઉપદેશ-નહારી સેામતનુ· ફળ
છેકરાઓને છાના ઉપદેશ—નઠારી સાબતનું ફળ
( વ્યાયામ’ના આકટાબર ૧૯૨૬ ના અંકમાંથી)
જે વિદ્યાવગરના છે, કામી છે, લેાભી છે, દાંભિક છે, માજી છે અને ગર્વિષ્ઠ છે, એવા દુષ્ટ માણસાનાં સ્વપ્નાંમાં સુદ્ધાં નીતિ અને ધર્મએ એ વસ્તુ શુ` છે,તે સમજવામાં આવતું નથી; તેથી તેઓ નૂર્ડ ખેલે છે, નહિ ખાવા જેવા પદાર્થો ખાય છે, નહિ પીવા જેવી વસ્તુએ પીએ છે અને નાના પ્રકારનાં વ્યસનેાને વશ થાય છે; એટલુંજ નહિ પણ તેને તામે થવાને શ્રમ કરવા પડતા નથી કે વખત વ્યતિત થતે નથી,પરંતુ ઉપર દર્શાવેલી ખરાબ ટેવેા છેડવી ઘણી મુશ્કેલ પડે છે અને તેમાંએ વળી કેટલીક પડેલી કુટેવા છેડી છુટી શકતી નથી. એટલા સારૂ સૂચવવામાં આવે છે કે, આવા દુર્ગુણવાળા મિત્રાના સંગ કદાપિ કરવા નહિ, તેમણે વિસ્તારેલી જાળમાં ઝંપલાવવું નહિં અને શ્રેયસંપાદનનાં સાધના સાધ્ય કરી લઈ જીવનને સફળ કરવું.
આ લેખ શરૂ કરતાં પહેલાં કેટલીએક વ્યાવહારિક સૂચનાઓ છે, તે આ સ્થળે હું આપું હું. પહેલી સૂચના છે તે જેમને રાત્રે ઉપરાઉપરી સ્વપ્નાં આવે છે તેમને માટે છે. બીજી સૂચના છે તે અજ્ઞાનના કારણથી મુષ્ટિમૈથુનની ટેવ પડી જવાથી નિરંતર જેએ તેને આધીન થયેલા છે,તેવાએને નુકસાનકર્તા કુટેવ કાઢી નાખવાની અંતઃકરણમાં ઇચ્છા છે, તેમને સારૂ છે.
વપ્નાં એછાં આવે તેને માટે ઉપાયે। પુષ્કળ છે; પણ ખરી રીતે જોઇએ તે શરીર નિરામય રાખવુ એજ મુખ્ય ઉપાય છે. શરીર નિરોગી રાખવા માટે નીચે જણાવેલી વાતા ખાસ ધ્યાનમાં રાખવી:
૫૦૪
(૧) ખુલ્લી હવામાં નિરંતર નિદાન નિયમિતપણે બે કલાક સુધી બરાબર રીતે વ્યાયામ કરવા. મને એક છે!કરાએ કહ્યું છે કે, રાત્રે સૂતા અગાઉ સૅન્ડના કહેવા પ્રમાણે કસરત (એસસ્ક્રૂઝ) કરવાથી મને સારા ફાયદા થયેા છે.
(૨) હમેશાં ટાઢા પાણીથી ન્હાવું સારૂં છે. નિરતર ટાટા પાણીથી ન્હાવાવર્ડ પ્રકૃતિ ઠીક ન રહે, તેા અઠવાડિયામાં એકાદ દિવસ પણ ટાઢા પાણીથી ન્હાવું જોઇએ.
(૩) રાત્રિએ ઘણું મેાડું જમવું નહિ અને ભૂખ હેાય તેના કરતાં નિત્ય ચાર કાળીઆ ઓછા ખાવા; તેમાં પણ રાત્રે તે જેમ એઠું ખવાય તેમ સારૂં છે. કાઇ પણ પ્રકારને માદક પદા પીવા નહિ. (થવાનું હશે તે થશે એમ કહી ચા-કારી બિલકુલ પીવાં નિહ.)
(૪) હંમેશાં ઝાડા સાફ આવે તેને માટે કાળજી રાખવી.
(૫) જનનેન્દ્રિયની જગ્યામાં જે વારંવાર ખંજવાળવું પડે તે વૈદ્યની સન્નાહ લેવી કે, ખજવાળવું કેમ પડે છે? વૈદ્યને એમ પૂછવામાં જરાપણ ડરવાનું કંઈ કારણ નથી ખંજવાળ આવવાનું કારણ સામાન્ય હેાય છે, પણ વૈદ્યની સલાહ લેવી એ શ્રેયસ્કર છે; કારણ કે એવી બાબતમાં યાગ્ય ઉપાય યેાજવા વૈદ્યવગર બીજા કાઇ ખરેખરી સલાહ આપી શકતા નથી.
(૬) હમેશાં જનનેન્દ્રિયના અગ્રભાગ ઉપરની ત્વચા પાછી હટાવી અંદરના ભાગ ઠંડા પાણીથી બરાબર ધેાઇ નાખવા. આ ભાગ ઉપર સફેદ રંગના ચીકણા પદાર્થ રાજ જામે છે. જો તે બરાબર ધોઈ નાખવામાં ન આવે તે ત્યાં આગળ ધણી ખંજવાળ આવે છે. તે શાથી આવે છે તે ન સમજવામાં આવ્યાથી, ત્યાં આગળ હાથ લગાડવાને અનિવાય માતુ ઉપસ્થિત થાય છે. આ જે ધેાળી વસ્તુ છે તે વીજ છે, એમ સમજી તરુણ માણસા ધણીવાર ગભરાય છે; પરંતુ આ પદા` સાથે વીય ને યત્કિંચિત્ માત્ર સબંધ નથી. ખરેખરા પવિત્ર માણસ હેાય છે, તેનું શુદ્ધ પવિત્ર વન છતાં પણ આ ઠેકાણે ધેાળા રંગને થર બાઝે છે;માટે જો તે ધેાઈ નાખવામાં ન આવે તે તેને લીધે ત્વચાના અનેકાનેક રાગે ઉત્પન્ન થવાને સભવ રહે છે.
(૭) ન્હાતી વેળાએ ગુહ્યસ્થાન નિરંતર સાબુ લગાડી ધાઇને સ્વચ્છ કરવાના મહાવી રાખવે. કેટલાક શરમાળ છેાકરાએ આ ગુહ્ય ભાગ ધેાઇને ચાખ્ખા કરતા નથી, તેથી તેમને દરાજ, ગરમી વગેરે ત્વચાના રોગો થાય છે; એટલુંજ નહિ પરંતુ જે જગ્યાએ વારવાર હાથ લગાડવા વ્યાજબી નથી, ત્યાં આગળ ખખુલી આવવાથી હાથ લગાડવા પડે છે.
(૮) રાત્રિએ સૂતી વખતે ધેયેલા સ્વચ્છ લગાઢુ પહેરીને સુઈ રહેવું. ઘણાખરા મનુધ્યે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com