________________
*******
*
-^^^^^
^^^^^^^
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
અખંડ સુખશાન્તિ મેળવવાના ઉપાય - ૫૦૩ સતત ભાષણ કરી શકતો.”
પ્રોફેસર ફરી જ્યારે શહેરમાં આવે છે ત્યારે આખી પ્રજાને કંઈક ને ઉત્સાહ આવે છે.કાઈ રાજકીય સભા હોય, કે પ્રજાકીય અગત્યના પ્રશ્નની ચર્ચામાં ભાગ લેવાનો હોય, કે વિશ્વવિદ્યાલય તરફથી ભાષણે આપવાનાં હોય, કે વિજ્ઞાનની કઈ શોધ માટેની મુસાફરી હોય, કે એવા અનેક ઉપયોગી કામ માટે જ તેમનું આગમન હોય, આ બધા પ્રશ્નોની ચર્ચા તેઓ કરે તે પણ તે ઉપરાંત તેમની પાસેથી પ્રજા કોઈ ખાસ વિષય ઉપર ભાષણ પણ કરાવે તથા કાઈક ધાર્મિક સં લાભમાટેની સભા પણ કરાવવા ચૂકે નહિ જ. લાંબું આયુષ્ય કેમ ભેગવવું તે સંબંધી તેમની સાથે વાર્તાલાપ કરવા તેમજ નવું નવું જાણવા અનેક મનુષ્યો તેમની સલાહ લેવા આવે છે તે જૂદું જ. આ પ્રમાણે શહેરમાં આવે ત્યારે તેમને આખો વખત લોકપયોગી કાર્યમાં જ વ્યતીત થાય.
Bફેસર કેરી પૂરાં ૧૦૦ વર્ષ તે ઓછામાં ઓછું જીવવાની સંપૂર્ણ તંદુરસ્તી સહ આશા રાખે છે. રોમના વિશ્વવિદ્યાલયમાં કે જ્યાં તેમને માટે અત્યંત આદર છે, ત્યાં તેઓ વ્યાખ્યાન આપવાનું અને શીખવવાનું તો ચાલુ જ રાખશે; તેમજ વકીલાત પણ કરશે અને ગુન્હા તથા ગુન્હેગારસંબંધી તેમની શોધે પણ ચાલુ રહેશેજ.
ગુન્હા અને ગુન્હેગારસંબંધી તેમના વિચારો જાણવા જેવા છે.ગુન્હેગારોને શિક્ષા કરવાથી કંઈ અર્થ સરતો નથી, એમ તેઓ માને છે, પરંતુ તેમનું વલણ શાથી ગુન્હ કરવા તરફ થયું,તે વૈજ્ઞાનિકદષ્ટિએ શોધી કાઢીને તે કારણને દૂર કરવા પ્રયત્ન કરવો એજ જરૂરનું છે, કે જેથી ફરીથી તે તેવો ગુન્હો કરવા પ્રેરાય જ નહિ. સમાજને ઉદ્ધત અને ન સુધારી શકાય એવા ગુન્હેગારોથી બચાવવી એ જરૂરનું છે. એ વાત ખરી છે: તોપણ જે સુધરી શકે એવા છે, તેમને સુધરવાની તક આપી તેમને ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરવો, એ પણ એટલું જ જરૂરનું છે, એમ તેઓ માને છે. હાલનાં કેદખાનાને ખેતીવાડીનાં નાનાં સંસ્થાનો બનાવી દેવાની તેઓ સલાહ આપે છે; કારણ કે તેઓ એમ માને છે કે, આથી જ ગુન્હેગારની શારીરિક અને માનસિક સુધારણું થવાનો સંભવ છે.
પ્રિય વાચક ! આ ઉપરના પ્રોફેસર કેરીના કંઈક લંબાણથી આપેલા વૃત્તાંતથી સમજાશે કે, મનુષ્ય જે પિતાની ઉન્નતિ કરવા માગે તો તે કરી શકવા સમર્થ છે. હાલમાં આપણું શિક્ષિત યુવાન વર્ગની દશા જુઓ. તેમની શારીરિક સ્થિતિ જોઈ તમને દયા આવ્યાવિના રહેશે નહિ. આપણું યુવકવર્ગનાં શરીર બગડવાનાં અનેક કારણો છે, અને તે સુધારવા શું કરવું જોઈએ તે ચર્ચવાનું આ સ્થાન નથી, તે પણ ઉપરના દૃષ્ટાંતમાંથી એટલું તો સમજાશે કે, જે પ્રયત્ન કરવામાં આવે તો શારીરિક સુધારણું ગમે તે મનુષ્ય કરી શકે; અને પ્રથમ પાયો સુધરતાં, આખું જીવન સુધારવાનું સુગમ થાય. કૅફેસર ફેરીએ કસરત અને યોગ્ય આહાર ઉપરજ ખાસ ધ્યાન આપ્યું છે અને તેમાં નિયમિત રહેવાની તથા હમેશાં નિયમિત કામ કરવાની ટેવ પાડવાની કેટલી જરૂર છે, તે ઉપર ખાસ ધ્યાન આપવાથી તે ૭૦ વરસની ઉંમરે પણ કેટલું બધું કામ કરી શકે છે તે આપણે જોઈ શકીએ છીએ. ખુલ્લી હવામાં જેટલું રહી શકાય એટલું રહેવું અને ચાલવાની તથા તરવાની બની શકે તેટલી કસરત કરવી એથી કેટલો બધો લાભ છે, તે પણ બતા
વ્યું છે. આપણે તેમાંથી બને તેટલો પ્રયત્ન કરીને લેવા યોગ્ય લાભ લઈએ અને આપણી તંદુરસ્તી સુધારી બીજાને સુધારવાના કામમાં મદદગાર થઈએ એજ વિનતિ છે.
અખંડ સુખશાન્તિ મેળવવાના ઉપાય અપકાર ઉપર ઉપકાર કરવા અવગુણ ઉપર ગુણ કરવા; ક્રોધને શાન્તિથી વશ કરો; કડવું બેલનારને મીઠાશથી વશ કરવો; વેરી તરફ ક્ષમા બતાવવી; હિંસા તથા નિંદા કરનાર તરફ દયા બતાવવી અને દુઃખ દેનારને પણ ધન્યવાદ આપતાં શીખો. અખંડ સુખ તથા શક્તિ મેળવવા માટે આ બતાવેલા સદ્દગુણ શીખવા જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com