________________
૫૦૨ ઈટાલીની એક વર્તમાન મહાન વ્યક્તિ-એરીકે ફેરી તેથી શરીરના બધા સ્નાયુઓને કસરત મળે છે.
“મંકી લેન્ડ” એટલે કે વાંદરાની અમુક ગ્રંથિને ઉપગ કરવાથી મનુષ્યના શરીરમાં નવું જીવન આવે છે એવી જે હાલ નવીન શોધ વિજ્ઞાનિકે એ કરી છે. તે સંબંધમાં મિ. કેરીને અભિપ્રાય પૂછતાં તેઓ જણાવે છે કે, “મારા શરીરની જે શક્તિઓ હું આ વયે જાળવી રહ્યો છું અને ભવિષ્યમાં જાળવવાની મારી શક્તિ અને ખાત્રી છે તે જોતાં હું વાંદરાને મારો ભાગીઓ અથવા સાથી બનાવવા માગતો નથી. ઈશ્વરે મને જે શરીરની બક્ષિસ આપી છે, તેનો સદુપયોગ કરી હું ૧૦૦ વર્ષ સુધી જીવીશજ, એમ મારી ખાત્રી છે. હુ વર્ણસંકરતા કરવાની વિરુદ્ધ છું.”
ઐફેસર ફેરી એમ માને છે કે, “શારીરિક કેળવણી વિષે દરેક અભ્યાસક્રમમાં સારી પેજના, હોવી જોઈએ; તેમજ વિદ્યાર્થીઓને ( સ્ત્રી-પુરુષ બંનેને) જનનેંદ્રિયની રચના તથા તેના સદુપયોગ-દુપયોગસંબંધી તમામ નિયમોથી તેમને સારી પેઠે વાકેફ રાખવા જોઈએ તથા શારીરશાસ્ત્ર અને પૂર્ણ આરોગ્ય કેમ જાળવવું એ સંબંધી ખાસ ધ્યાન આપવું જોઈએ. કેટલાકે એવી શંકા. ઉઠાવે છે કે, આ સંબંધી માહિતી આપવી એ કેટલાક દેશમાં અને ખાસ કરીને યૂરોપ અને તેના દક્ષિણના દેશમાં, એ સમાજના નિયમથી વિરુદ્ધ છે. પરંતુ તેના જવાબમાં તે જણાવે છે કે, “એ બાબતને ગુપ્ત રાખવાથીજ ઘણાં નુકસાન થાય છે, કારણ કે વિદ્યાથીઓ જીવનના અગત્યના કાયદાઓસંબંધી આ દિશામાં તદ્દન અજ્ઞાન રહે છે અને પછીથી ગમે તેવા સંજોગો ઉત્પન્ન થતાં તેમાં ફસાઈ જાય છે તથા શારીરિક અને નૈતિક હાનિ વહોરી લે છે. તેમણે પોતે તે બાબતમાં પિતાનાં બાળકોને લેખી પત્ર દ્વારા આ જ્ઞાન આપ્યું છે. તેમને બે પુત્રો અને એક પુત્રી છે. ઈટાલિયન સમાજમાં આ સંબંધી મોટેથી જ્ઞાન માબાપે પિતાનાં પુત્ર-પુત્રીઓને આપે, એ સમય હજી આવ્યો નથી; માટે મિ. ફેરીએ પત્રો લખીને પિતાનાં બાળકોને આ જ્ઞાન આપવાની પહેલ કરી છે.
આ મિ. ફેરી કહે છે કે, મારા પત્રો દ્વારા મેં સરળ અને સહેલી ભાષામાં કુદરતના જનનેંદ્રિયસંબંધી નિયમે મારાં બાળકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તેમાં ખાસ કરીને મારા પુત્રને શારીરિક તથા નૈતિક આરોગ્યવિષે ખાસ સૂચનાઓ આપી. મને આ સંબંધી કાંઈ જ્ઞાન મારા વડીલો તરફથી મળ્યું નહોતું; પરંતુ મોન્ટીગેઝા નામના વિદ્વાન લેખકનાં પુસ્તકે આ વિષય ઉપર મેં વાંચેલા તે ઉપરથી જાણવા યોગ્ય હકીકત મેં એકઠી કરી હતી. મારી તો ખાસ માન્યતા છે કે, આ સંબંધમાં શાળાઆમાં કંઇ શીખવવામાં આવતું નથી, એ મેટી ભૂલ છે. તંદુરસ્તી જાળવવાના મુખ્ય સિદ્ધાંત જે તેમને જીવનભર ઉપયોગી થઈ પડનાર છે, તે સંબંધી તેમને પૂર્ણ માહિતી આપવી જ જોઈએ. જે કે આ કામ સહેલું નથી, તો પણ તે અઘરું છે; માટે કરવા જેવું નથી એમ માનવું, એ ભૂલભરેલું છે. આ દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો સહેલાઇથી પ્રગતિ કરી શકાય એમ છે, અને જે વિદ્યાને પોતાનો સમય આ દિશામાં ગાળશે, તેમને આગળ ઉપર સમજાશે કે તેમનો સમય અત્યંત ઉપયોગી કાર્યમાં ગાળવામાં આવ્યો છે તથા તેનું પરિણામ અત્યંત સંતોષકારક આવેલું છે.”
Bફેસર કેરીનો અવાજ ઘણોજ મધુર અને સંગીત જે કર્ણપ્રિય છે. ચાળીસ વર્ષને યુવાન બોલતા હોય એવું તેમાં ઓજસ છે. તે સંબંધમાં તે જણાવે છે કે, “આ અવાજ મેં કેળવ્યું છે. દરેક વસ્તુ મહેનત કરવાથી થઈ શકે છે. મારે વકીલાત અને વ્યાખ્યાનકાર બજોતરીકે કામ કરવામાં અવાજની મધુરતાની જરૂર પડી અને તે માટે મારાં ફેફસાં પણ સારાં હોવાં જોઈએ, એમ મને લાગ્યું. તે વખતે હું વીસામાં હતે ગામ બહાર જતો અને ત્યાં મારી અવાજ સુધારવાનું કસરતે કરતો. એટલે મેટેથી બોલી શકાય તેટલે મોટેથી હું બોલવાને અભ્યાસ પાડતે અને કેાઈ વિષય ઉપર જાણે વ્યાખ્યાન કરતો હોઉં તેમ મારા વિચારો મોટેથી બોલી જતો. આથી ફેફસાંને, કંઠનળીને અને મારા મગજને સારી કસરત મળતી. શરૂઆતમાં વિચારની અવ્યવસ્થા થઈ જતી અને કેટલુંક અસંબદ્ધ પ્રલાપ જેવું મને લાગતું; પણ જેમ જેમ મારો અભ્યાસ વધતો ગયે, તેમ તેમ મારા વિચારો વ્યવસ્થિત ગોઠવાતા ગયા, મારો શ્વાસ નિયમિત થતો ગયો અને અવાજ એવો સુંદર થયો કે ધારેલી અસર હું શ્રોતા ઉપર ઉપજાવવા શક્તિવાન થયું. આ જે શક્તિ મને પ્રાપ્ત થઈ, તેનું પરિણામ એ આવ્યું કે, સાત સાત કલાક સુધી પાર્લામેન્ટમાં કંઈ પણ થાકવગર તેમજ કોઈ જાતની નોંધ પાસે રાખ્યા સિવાય હું" "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com