________________
હિંદુજાતિ ! રે આંસુ ચાધાર, કે તારે સળગતે સંસાર!!
૪૯૩
નીતિ અને અનીતિ, પાપ અને પુણ્યની વચ્ચે માત્ર એકજ સૂમ પડદો હોય છે, તે તૂટયા પછી માણસ એ જેડકાંની વચ્ચેના ભેદભેદ ભૂલી જાય છે.
મારી પણ એજ દશા થઈ. જેને દુષ્ટ ગણતી હતી, તેની તરફ પણ પછી તે આકર્ષણ થવા લાગ્યું. મારે એક ભવમાં બે ભવ થયા.
પણ પારકી સ્ત્રીની ખુબસુરતાથી મોહાંધ બનેલાને એ ખબર નહોતી કે, તે એની સ્ત્રી તરફ બેવફા બને તે પહેલાં એની સ્ત્રી તેનાથી બેવફા બની ચૂકી હતી.
એ વાત મારા વ્યભિચારી જેઠની નજરે જણાઈ.
માણસ એ કેવું વિચિત્ર પ્રાણી છે ! અને કેવું સ્વાથ ! પણ પોતે લગ્નથી સાંપડેલી સ્ત્રીની સાથે દગો રમી પરસ્ત્રી ઉપર કુદૃષ્ટિ કરી કુકમેં વળેલો છતાં, પિતાની સ્ત્રીની પાસેથી વફાદારીની આશા રાખે ! રાવણ કરતાં મુંડાં લક્ષણ હોવા છતાં જાનકીજીના પતિ થવાના અભિલાષ રાખે એ કેટલું વિચિત્ર છે !
મારા જેટને બહાનું જડયું. એણે એની સ્ત્રીને વ્યભિચારિણી કરીને ઘરમાંથી હાંકી કાઢી; પણ એજ માણસ પિતાનાજ સગા ભાઈની સ્ત્રીને વ્યભિચારને માર્ગે દોરી રહ્યો હતો ! એ વ્યભિચારિણી ઉપર દિવાને બન્યો હતો તે ભૂલી જતો હતો ! સાચેજ દુનિયા કેયડો છે !
જેઠાણીની આડખીલી વચ્ચેથી દૂર થઈ, એટલે મેં એક જીવનમાં બે ધર્મ કર્યા. બિચારા મારા ભોળા હૃદયના પતિની ભલમનસાઈનો અમે પૂરેપૂરો લાભ લીધે ! એ ભલા છ મારી ઉપર કદી વહેમ ખાધે નહિ, પણ મેં તે એમની સાથે પત્નીધર્મ બજાવી, એમની નિદ્રાવસ્થાનો લાભ ખોટી રીતે લેવા માંડ્યો!
મારા કામી વૃત્તિના જેઠની સલાહ અને હિંમત ઉપર ઝૂઝતી હું પ્રત્યેક રાત્રે એની પાસે બાજાના ખંડમાં–અમારી પાસેનાજ ખંડમાં તે સૂતો હતો ત્યાં ઘસડાઈ જતી અને ત્યાં અમારી પેશાચિક લીલાનો આરંભ થતો !
સાચેજ સ્ત્રી જતિની હિંમત અજબ છે, એ ખોટું નથી. પાપમાર્ગે પગલાં પાડ્યા પછી તે ભારે નિર્ભય બને છે, એ મારાજ દાખલા ઉપરથી હું જાણી શકી.
બીજા ખંડમાંથી પ્રાતઃકાળે પાંચ વાગે હું મારા ખંડમાં જાઉં છતાં, પછી તો મને એ સ્વાભાવિક થઈ ગયું. ડરમાત્ર મેં પાછળ નાખી દીધો હતો.
અને જાણે અમારા આ પાપકર્મમાં સરળતા કરવામાટેજ ન હોય તેમ અમારા કલંકકથાના આરંભ પછી ચોથે મહીને સાસુજી પણ આ દુનિયા છોડી ગયાં.
અમારી આ શયતાન-લીલાની ઉપર આમ દોઢ દોઢ વરસનાં વહાણાં વાઈ ગયાં. પછી તો હું સીમંતિની થવાથી પિયર ગઈ અને પુત્રીની માતા થઈને પાછી પણ આવી. પાપની અવધિ હોય છે. એક દિવસ આકસ્મિક સંજોગોમાં એ અવધ પણ અણુ
ધારી આવી.
સૌભાગ્ય સુંદરી'ને ખેલ જેવા અમે ગયાં હતાં. ત્યાંથી મારા જેઠને નવીજ પ્રેરણા મળી. તેણે એ રાત્રે મને એક પડીકી આપી અને બીજે દિવસે મારા પતિને ભાત સાથે ખવડાવી દેવાની સલાહ આપી ! - જગતની શરમ અને નીતિનાં બંધન છોડનાર ગબડે છે, ત્યારે અધોગતિની ખીણમાં ગયા સિવાય તેનાથી અટકી શકાતું જ નથી. મારું પણ એમજ થયું.
આટલા પાપથી ઉઘડેલી તૃષ્ણાને તૃપ્ત કરવા રાક્ષસી વૃત્તિના મોટાભાઈએ નાનાભાઈને કાયમને ઘાટ ઘડવાનો નિશ્ચય કર્યો અને બિચારા મારા પતિનો કશો પણ વાંક ન હોવા છતાં એમને જીવ લેવા હું કોણ જાણે કેમ તૈયાર થઈ? હું સ્ત્રી મટી રાક્ષસિણ બની ! - બીજે દિવસે મેં ભાતમાં પડીકી નાખી પણ ખરી. ભૂકી સફેદ હતી એટલે ખાનારને ખબર પડે તેમ નહોતું. માત્ર તે પેટમાં જવાનીજ વાર હતી. એટલાથીજ હું પતિ હત્યારી બનત અને મારા દુષ્ટ જેઠને સ્વછંદાચાર કરવાની ધારી તક મળત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com