________________
૪૯૪ હિંદુજાતિ રે આંસુ ધાર, કે તારે સળગતે સંસાર !!
બિચારા મારા ભલા પતિ મને નિર્દોષ માનીને મારી સાથે સારી રીતે વર્તતા. કોણ જાણે કેમ પણ એમને શાકદાળ ને રોટલી પીરસ્યા પછી મારું હદય ધ્રુજવા લાગ્યું. ગાબાજના દિલમાં પણ પાપનો ડંખ પીડા કરવા લાગ્યો. મારાથી રડી જવાયું. મારી આંખેમાંથી શ્રાવણ ને ભાદરવો વરસવા લાગ્યો.
મારી આંખમાં આંસુ જોતાં જ તેમણે ખાવાનું પડતું મૂકયું.
કેમ રડે છે !” એમણે મમતાથી પૂછ્યું. “ કશું નહિ.”
બીજે જવાબ મને સૂઝે નહિ; પણ નીચ કામને માટે હું મારા પતિને દગો દઈ રહી હતી, એ ભાન મને “સૌભાગ્ય સુંદરી’ના નાટકથી થયું હતું.
તું સાચું ન કહે તે બબલીના સમ.” માતાને બચ્ચાના સોગનથી કેટલું લાગી આવે તે માતાજ સમજી શકે છે. મારાથી એ વખતે ધૂકું મૂકી દેવાયું.
(૮). “મારૂં પાપ મને રડાવે છે” જેમ તેમ કરીને મેં કહ્યું. “મને કહે, હું તારું દુઃખ નિવારીશ.” “ કહું પણ એક શરતે, મને તમે વચન આપે છે.”
મારૂં વચન છે.” “તમારે ત્રણ શરતે પાળવી પડશે.” * બેલાશક.”
“મારા કલંકની કથા છે; પણ એ સાંભળીને તમારે મને મારવી નહિ, એ પહેલી શરતે. મને કાઢી મૂકવી નહિ, એ બીજી શરત; અને જેનું નામ આવે તેની સાથે લડવું નહિ, એ ત્રીજી શરત.”
ખરેખર મારા પતિ ઉદારાત્મા છે. અમારી જ્ઞાતિમાં એવા સહિષ્ણુ પુરુષો વિલન છે. એમણે મને વચન આપ્યું. મેં મારી આ પાપકથા લગાર પણ પડદો રાખ્યાવિના એમને કહી સંભળાવી.
એ કથાને અંતભાગ સાંભળતાંજ એમના સંયમની મર્યાદા તૂટી, કે પારાવાર થયે અને એકદમ પ્રતિજ્ઞા લેવા લાગ્યા કે:-“કાં તો હવે હું નહિ કે કાં તો એ દુષ્ટ નહિ.”
“પણ એથી આપણી આબરૂ જશે, તમારું વચન જશે અને વાત વધી પડશે તે ખૂનના બદલો ફાંસી જેવું થતાં આ લીલી વાડી ઉજડ વેરાન બની જશે. મેં ધબકતે હૈયે એમને સ
મારા જેવી દુષ્ટાનું વચન પણ એમણે માન્યું. ખરેખર, મારા પતિ માણસ નહિ પણ દેવ છે. એમની મહા અપરાધિણી અને ભવોભવની હું ઋણી છું.
તેજ વખતે અમે એ ઘર છોડયું. મારા જેઠ સાથે અમારે કોઈને હવે તે બેલવાને પણ વ્યવહાર નથી. નાનાભાઈની પત્ની તરફ કુદૃષ્ટિ કરી, માડીજાયાનું ખુન કરાવવા તત્પર થનાર એ નીચની અત્યારે તે ઘણીજ ખરાબ દશા છે. એની એ દશા ઉપર અમને ઘણી વખત દયા આવે છે, પણ એનાં પાપકર્મ યાદ આવતાં તેની તરફ તિરસ્કાર થાય છે.
છૂટા થયા પછી એકાદ વર્ષ સુધી તે અમારો સંસાર જેમ તેમ ચાલ્યો ! મારા પતિએ મને ક્ષમા આપી હતી; છતાં તેમનો મારી તરફ જોઈએ તેવો પ્રેમ થતો નહોતો.
પણ પછી તો સમયે ભૂતકાળ ઉપર પડદા પાડ્યા અને હવે તે અમારો સંસાર પ્રભુકૃપાથી સર્વાશે સુખી છે.
જાણે મારી કલંકકથાનું સ્મરણ પણ ભૂંસી નાખવું હોય તેમ કુદરતે મારી બબલાની જીવનલીલાને ન્યૂમોનિયા નિમિત્તે સંકેલી લીધી છે. હાલમાં મારા ખેાળામાં કીકો રમે છે.
મને મારા કુકમને અત્યારે પણ ભારે પસ્તાવો થાય છે. પ્રભુની દુનિયામાં મારા જેઠ જેવા નરરાક્ષસને પ્રતાપે કેટકેટલાંના સંસાર સળગતા હશે? હિંદુસંસારમાં એવા શયતાને કેટલા બધા હશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com