________________
و بویراحی برره به ة ة مياه و
مية ميه ميه
مهني بيه ايه يا مية
ره مه یه بی
કર હિંદુજાતિ ! આંસુ ચાધાર, કે તારે સળગતે સંસાર!!
સાસરે ગઈ ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી. મારા પતિની વય સાડાચૌદ વર્ષ જેટલી હતી. તેમના મોટાભાઈ બે ત્રણ વરસે મોટા હતા, નાના ગુજરાતી નિશાળે જતા હતા. - હિંદુસંસારમાં બીનઅનુભવી બાળકો સંસાર માંડી બેસે છે. અમે પણ તેમ કર્યું. અમારા જેવાં વરવહનો સંસાર જેવા સુખથી ચાલી શકે તે રીતે અમારો સંસાર પણ સુખથી ચાલવા લાગ્યો.
હું સાસરે આવી એટલે બેરીના વર બનેલા મારા પતિને સંસારની ચિંતા વળગી. છેડા વખતમાં તેમણે નોકરી શોધી કાઢી. અમારા સંસારના પહેલા છ મહીના આમ સારી રીતે વહી ગયા.
(૪) પણ સંસાર સરળતાથી કદી ચાલ્યા જાણે છે ? જેમાં સરળતા ને સુખ સદા ન ટકે તેનું નામ સંસાર. મારે ભાગે પણ છ મહીના પછી એને અનુભવ થયો.
હ સાસરે આવી તેને થોડા દિવસ થયા ત્યારથીજ મારા જેઠ મારી તરફ સમભાવ બતાવતા હતા, પરંતુ એ સમભાવ કેવા સ્વરૂપને હતા, તે હું જાણતી નહોતી.
એક દિવસ મને એમની ઓળખાણ થઈ. કામપ્રસંગે સાસુજી બહારગામ ગયાં હતાં. જેઠાણી તે પહેલાંજ પિયર સીધાવ્યાં હતાં. મારા પતિ નોકરી ઉપર ગયા હતા અને બન્ને દિયરે નિશાળે ગયા હતા.
મારા જેઠને જમવાને વખત સૌથી નિરાળા જ હતે, સવારે નોકરી ઉપર જાય અને બપોરે જમવા આવે એટલે ત્યારે તે જમવા આવ્યા ત્યારે ઘરમાં માત્ર અમે બે જ હતાં.
અમારી જ્ઞાતિમાં ઘુંઘટ રાખવાનો રિવાજ છે. તે પ્રમાણે હું એમને રસેઇ પીરસીને ' બહાર જઇને બેસતી; પણ આજે એમનાં ચેન જૂદાંજ જણાતાં હતાં.સ્ત્રીએ પુરુષોની પાપી નજરને જલદી પારખી શકે છે. મેં પણ પીરસતાં પીરસતાં પારખ્યું કે, જેઠજીનાં ચેન આજે જૂદાંજ લાગે છે; પણ પીરસ્યા વિના ચાલે ? - થાળી પીરસીને હું બહાર જવા માંડી, ત્યાં તે મારા જેઠે મારું નામ દઈને મને ઉભી રાખી. હું ઉભી રહી, પણ ચમકી ગઈ. મારું હૈયું ધ્રુજવા લાગ્યું. એકલવાઈ હું આખા ઘરમાં તી; પણ જેની આજ્ઞા માન્યા સિવાય કેમ ચાલે?
તેમણે મને કહ્યું:–“ અહીં બેસ, મારે તારી સાથે વાત કરવી છે.”
( ૫ ) ઓહ, પ્રભુ ! એમની એ વાત શું હતી ?
મારી લાજ કાઢવાના ઢગ શું કામ કરે છે?” એકાએક એ દુર્મતિયા જે ધડાકો કર્યો.
હું શું બોલું ? પણ તે મારા બોલવાની વાટ જેવા થોભવા નહોતે.
હું તને ચાહું છું” તેણે તડ ને ફડ સંભળાવી દીધું; અને હું સાવધાન થાઉં તે પહેલાં તો મારા માથા ઉપર છેડે એણે ખેંચે.
હુ ગભરાઈ ગઈ, ચમકી ગઈ. “હાય, હાય ! અત્યારે મારું બેલી કાણ? એ વિચાર થતાંજ ધ્રુજવા લાગી ને એકદમ ત્યાંથી છટકી જવા માટે ઉઠી, નાસવા માંડી.
પણ કામીને શું લાજ કે વિવેક હોય ? તે મારી વાંસે ઉઠો અને પીઠ તરફથી મને બને હાથના બંધનમાં મજબૂત રીતે બાંધી લીધી.
એ દુષ્ટ મારા અંગે અંગને ભચડી નાખે તેમ મને દાબી.
મેં બૂમ મારવાનો પ્રયત્ન કર્યો, તેમાં પણ હું નિષ્ફળ ગઈ. તે દુષ્ટ મારા મોઢા ઉપર હાથ દાબી અવાજ નીકળવા ન દીધા.
દુષ્ટ શિકારીના હાથમાં ફસેલી હરિણી જેવી મારી દશા હતી. એના બળ આગળ હું હારી બેઠી. તે મને બીજા ખંડમાં ઘસડી ગયો.
પિતાના નાના બંધુની પત્નીને ભ્રષ્ટ કરતાં એ પાપીને કશે જ વિચાર ન થયો!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com