________________
છત્રપતિ શિવાજી મહારાજ
૪૩ માંડે એવી ગોઠવણ કરી. લાગલગાટ ત્રણ વર્ષ સુધી લડાઈ ચાલી. શિવ કિલ્લાઓ ગુમાવતા અને પાછા મેળવતે. સાહિસ્તખાન પોતાની ફતેહ જોઈ હરખાતા. તેણે ૧૬ ૬૦ ના મે માસથી, પુના જીતી લઈ, પુનામાં નિવાસ કરેલો અને ત્યાંથી ફરમાનો છેડી માણસો દ્વારા શિવની સાથે ઝપાઝપીઓ ખેલો. ત્રણ વર્ષના ગાળામાં, શિવને થાકેલો જોઈ સાહિસ્તખાન પણ આરામ તરફ વા, તેણે પુનામાં પોતાની બેગમે સાથે ખૂબ સુખચેનમાં રહેવા માંડયું. તેની એ ગાફેલિયતને શિવે બરાબર લાભ લીધો.શિવે એક ઘાટ ઘડ-એ ધાટના ઘડતરમાં રહેલી હોશિયારી માટે અને તેના અમલમાં જોઇતી સાહસિકતામાટે ઇતિહાસમાં યાદગાર રહી જાય એવો હતો. શિવે એક રાતે એકાએક એ મોગલ સરદારના મહેલમાં પહોંચી, તેના શયનગૃહમાં પ્રવેશી, તેના દેહરક્ષકો અને દાસીઓનું કંડાળ ભેદી. બેગમ સાથે પલંગમાં પહેલા સાહિસ્તખાનની છાતી ઉપર તલવાર ધરી અને એક ઝટકાથી તેની જાંધ વાઢી નાખી. શિવને આ હલે સફળ થતો જોઈ તેની સાથે આવેલા તેના ચુનંદા ચારસો સાથીઓએ મહેલમાં મુંગા મુંગા કતલ ચલાવી. પછી તે ખૂબ કોલાહલ મ. મુસલમાન સિપાઈઓ જાગી ઉઠ્યા. સાહિસ્તની સહાયે દોડયા. રમખાણ મચ્યું. સાહિસ્તના પુત્ર મરાયો. બીજા મુસલમાન સરદારે કપાયા. દરમિયાન,મુસલમાન લશ્કરને તૈયાર થયેલું છે. અને પોતાની શોધ ચાલતી દેખી, શિવ અજબ કળાપૂર્વક લશ્કર વચ્ચે થઈને અદશ્ય થઈ ગયો. આ હલામાં શિરે છ સૈનિકે ગુમાવ્યા, ત્યારે મુસલમાનોના પક્ષે સાહિસ્તખાન ઘવાયો અને તેનો પુત્ર, તેની બેગમ, તેને મુખ્ય સરદાર અને તેના ૪૦ દેહરક્ષક-એટલા મરાયા; ઉપરાંત સાહિસ્તના બે બીજા પુત્રો અને આઠ સ્ત્રીઓ ઘાયલ બની. શિવની આ જીતનો દિવસ એ ૧૬૬૩ ના એપ્રીલની પાંચમી તારીખની રાત્રિ....પછી તે સાહિતખાન, શાક અને શરમમાં માથું નીચું નાખી, વધારે સલામતી અર્થે તરતજ ઔરંગાબાદ સિધાવ્યા અને પાછળથી, તેની આ નાશીના વર્તમાન બાદશાહ ઔરંગઝેબને પહોંચતાં સાહિસ્તખાનને દક્ષિણમાંથી પાછા બોલાવી લેવામાં આવ્યો...સાહિરૂખાન ૧૬૬૪ ના જાન્યુઆરીમાં પાછા ફરતા હતા, ત્યાં તે શિવે ગુજરાતમાં પહોંચી, સુરત ઉપર છાપો મારી, ફરીવાર મોગલોની આબરૂ પાડી. સુરતમાં, સુરતના સુબા ઇનાયતખાને શિવનો જાન લેવા પ્રયાસ કરી જોયો; પણ શિવ તેને પણ પૂરો પડે. પછી ૧૬ ૬૫ માં દક્ષિણની સુબાગીરી કરવા અને શિવ પાસે મોગલ શહેનશાહની આણ મનાવવા જયસિંહ આવ્ય; ત્યાંસુધી શિવે મોગલોના ઉપર હલાઓ કરી, મોગલોને ત્રાહિ ત્રાહિ કિરાવી મૂક્યા. દક્ષિણમાં ઠેર ઠેર શિવરાજનો જય ગવાવા લાગ્યો. શિવને પિતાનું જીવનકાર્ય સિદ્ધ થતું જતું દેખાયું.
- શિવ ઔરંગઝેબના કારાગારમાં સાહિસ્તખાનના પરાજયથી અને પછી તે, સુરતનું સત્યાનાશ નીકળ્યાથી, ઔરંગઝેબના રોષનો કોઈ પાર રહ્યો નહિ. તેણે એ “લુંટારા” ને જ બે કરવા જયસિંહ અને મીરજા રાજાને મોટા લશ્કર સાથે દક્ષિણમાં રવાના કર્યો. જયસિંહે બહુજ કુશળતાથી યુદ્ધના વ્યુહ રચ્યા અને શિવને ખૂબ હંફાવ્ય; પણ જયસિંહની કુશળતા અને તેની સમૃદ્ધ સૈન્ય સામગ્રી પાસે શિવની કારીગરી ન ફાવી. આખરે શિવને, સમય વર્તા, જયસિંહ સાથે પુરંદર મુકામે સુલેહ કરવી પડી. એ સુલેહ-ખતને આધારે શિવને તેના ૨૩ કિલ્લાએ મેગલ શહેનશાહને આપવા પડયા અને શહેનશાહની નોકરી સ્વીકારવાની કબુલાત આપવી પડી. પછી તો શિવે મોગલોને વિજાપુર સાથેની લડાઈમાં પણ સહાય આપવા માંડી; પણ જયસિંહને એમ લાગ્યું કે, શિવ વખતે મોગલસૈન્યને ઉંધે માર્ગે દોરશે, એટલે તેણે શિવને બાદશાહ ઔરંગઝેબને મળવા આગ્રા મોકલવાની યોજના ઘડી કાઢી. શિવ ઔરંગઝેબ પાસે જવાને બિલકુલ ખુશી નહોત; પણ જયસિંહના ખૂબ આગ્રહને તે ન નકારી શકો. શિવને મુસલમાન શહેનશાહ પાસે માથું નમાવવું બિલકુલ પસંદ નહોતું; પણ આખરે જયસિંહે ખુદ ઔરંગઝેબના આગ્રહના ખરીતાઓ બતાવવાથી, શિવ ૧૬૬૬ ના માર્ચ માસમાં, પિતાના વડા પુત્ર સંભાજી, સાત મુખ્ય સરદાર અને ૪૦૦૦ સૈનિકો લઈ, આગ્રા જવા ઉપડે. મેની ૯ મી તારીખે તે આગ્રા પહોંચ્યા. શિવને આગ્રામાં પ્રવેશ કરતો જોવા-દક્ષિણના એ નરવ્યાઘને નીરખવા ઔરંગઝેબના જનાનખાનાની
ને શાહજાદીઓ, આકાશ-સ્પશતી મહેલાતોની અટારીઓમાં ગોઠવાઈ ગઈ હતી. રસ્ત ઉપર માણસો ટોળે મળ્યાં હતાં. એ સત્કાર સ્વીકારતો શિવ પિતાને ઉતારે પહોંચે. ૧૧ મીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com