________________
४८४
છત્રપતિ શિવાજી મહારાજ દિવસ ઔરંગઝેબની મુલાકાતને નક્કી થયો. નિયત સમયે ઔરંગઝેબના દરબારમાં શિવે પ્રવેશ કર્યો. સિંહાસન પાસે જઈ મસ્તક નમાવ્યું અને નજરાણું ધર્યું. ઔરંગઝેબે શિવની સલામો બાદશાહી ગૌરવપૂર્વક સ્વીકારી અને ઈશારતથી શિવને સાધારણ દરજાના સરદાર સાથે ઉભા રહેવાની આજ્ઞા કરી. શિવે એ જોયું. દક્ષિણના નશાકૂલની આંખ ફાટી ગઈ. ઔરંગઝેબ તેને પિતાના મિજબાનતરીકે નિમંત્રી, આવી રીતે અપમાને, એ તેનાથી સહાયું નહિ. શિવે છલંગ મારી, કમરેથી તલવાર ખેંચી. દરબારમાં ગભરામણ થઈ પડી. ઔરંગઝેબના માણસો હોંશિયારીપૂર્વક શિવને બાંધી તેને ઉતારે લઈ ગયા. પાછળથી શિવે જાણ્યું કે, તે ઔરંગઝેબના કારાગારમાં છે.
શિવાજી કારાગાર તેડે છે. ઔરંગજેબે પિતાને આપેલા આવા જાહેર અપમાનથી જીંદગીમાં કદી ન અનુભવેલી એવી નાનપ અને શરમ અનુભવતે, રોમરોમ ક્રોધથી સળગતે અને ઔરંગજેબનું કારાગાર તેડી, કરીવાર પિતાના પહાડી નિવાસમાં પહોંચી ફરીથી પણ મુગલાઈ સામે બમણા જોરથી ખાંડાં ખણખણાવવા દાંત કચકચાવત શિવ, આ દરબારના પ્રસંગ પછી, કેટલાય દિવસ સુધી ઉંડા વિચારમાં ડૂબી ગયો. દિવસ અને રાત તેના મગજમાં એક ઘાટ ઘડાયા કરત-પાંચ હજાર મોગલ સિપાઈઓના સ પહેરા વચ્ચે થઈને નાસી છુટવાને અને રાજકારણની શેતરંજમાં ઔરંગજેબ કરતાં અનેકગણા કુશળ ખેલાડી તરીકે તેના મદનું મર્દન કરવાને શિરે આખરે ઘાટ ઘડ્યું. શિવે પ્રથમ ઔરંગજેબ સાથે સંદેશાઓ ચલાવ્યા. ગોળકેડા અને બિજાપુર મોગલામાં ઉમેરી દેવાની લાલચ આપી. ઔરંગજેબે એ “મહેર” માટે શિવને “અહેસાન' મા. શિવ પામી ગયે કે, ઔરંગજેબ કાઈ પણ હિસાબે તેને કારાગારમાંથી મુક્ત કરવા માગતો નથી, પણ શિવ એમ નિરાશ બને એ કાપુરુષ નહતો. તેણે શેતરંજ ફરીવાર રમવા માંડી. નો પાસો નાખ્યો, નવી ચાલ ચાલી. તેણે પ્રથમ પિતાની સાથેનું મરાઠાદળ પાછું મહારાષ્ટ્ર મોકલી દીધું અને પોતે ત્રણેક સાથીઓ સાથે એકલો રહ્યો. એથી એક તરફથી ઔરંગજેબને શાતિ થઈ કે, હવે માત્ર ચાર મરાઠાઓનીજ સંભાળ રાખવી રહી; અને બીજી તરફથી શિવને પણ ચાર માણસોનો છુટકારો મેળવવા પૂરતી જ ચિંતા રહી. પછી શિવે પોતાને આગ્રાનાં હવાપાણી માફક નથી આવતાં અને પોતે બિમાર છે એવો દેખાવ કરવા માંડ્યું. શિવની બિમારી વધતી ચાલી. શિવે દેવદેવીઓની પૂજા કરાવવા માંડી અને બ્રાહ્મણોને પુષ્કળ દાન દેવા માંડયાં. શિવે, જાણે પિતાને અંતકાળે આવી પહોંચ્યો હોય, તેમ મેગલ સરદારને અને બ્રાહ્મણ-પુરહિતોને હમેશ મકાઈના ટોપલાના ટપલ મોકલવા માંડયા. શિવને ઉતારેથી સવાર અને સાંજ, વળીની વચ્ચે લટકાવેલા મિઠાઈના ટોપલાઓને કાંધે ઉંચકી જનારી મજુર-બેલડીએની હારની હાર ચાલવા માંડી. પ્રથમ તો દરવાજે બધા ટોપલાઓ ચોકીદારે તપાસતા, ધીમે ધીમે તપાસ મેળી પડી અને શિવની માંદગી વધતી જતી હોવાની વાત ચાલવા માડી. ૧૯ મી ઓગસ્ટના મધ્યાહને શિવના એક અનુચરે દરવાજે જઈ પહેરેગીરેને સંદેશ પહેચા કે, શિવ ખૂબજ બિમાર છે, પથારીવશ છે; માટે તેને મળવા કરવા કેઈ ન આવે એ બંદેબસ્ત રાખજે. શિવની સાથે ચહેરાનું ખૂબજ મળતાપણું ધરાવતો શિવને ઓરમાન ભાઈ હીરાજી ફર્ગદ શિવને બદલે શિવની પથારીમાં સૂત: અને શિવે એ અવસરનો લાભ લઈ, પહેરગીરાને બરાબર થાપ દીધી. તે અને સંભાજી એજ સાંજે, મિઠાઈના સંખ્યાબંધ ટોપલાઆમાંથી બેમાં બેસી, આગ્રાના કિલ્લાની બહાર સલામત નીકળી ગયા. ઔરંગજેબના બધા મનેરાને ધૂળ મેળવી, ઔરંગજેબનું અભેદ્ય કારાગાર તોડી, શિવ નાસી છુટયો. પછી તો છુટી ગયેલા શિવ-શાલના દેહ ઉપર ફરીવાર ફસલા નાખવા પ્રપંચકુશળ ઔરંગજેબે ખૂબ માણસો દેડાવ્યા, ખુબ ફાંફાં માર્યા; પણ શિવ તે હિંદુસંન્યાસીના વેશે, મથુરા અને બીજા તીર્થધામેની યાત્રા કરતે કરતે, કશીજ આંચવિના, રાયગઢ પહોંચી ગયે; અને એવાજ અવધતન વેશમાં માતા જીજાબાઇનાં ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અદ્દભુત ઈશ્વરી કૃપાથી અંકિત એ શિવ-પલાયનના પ્રસંગની સ્મૃતિઓ આજે પણ મરાઠાઓને હર્ષ-રોમાંચ અનુભવાવે છે.
xઅહીંથી આ લેખ પૂરો થતાં સુધીનું લખાણ ‘સૈારાષ્ટ્ર ના તા. ૭-૫-૧૯૨ નાં અંકનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com