________________
૪૮૨
છત્રપતિ શિવાજી મહારાજ પીલાવી તેના રજકણે રજકણું જૂદાં કરી નાખ્યાં. આવી રીતે મૂર્તિઓ ભાંગતો અને મંદિર તેડતો અફઝલખાન આગળ વધતો હતો તે જોઈ, શિવે તેને સામને કરવા સામાં પગલાં માંડયાં. તેણે પ્રતાપગઢ આવી ત્યાં મુકામ નાખ્યો. અફઝલ પણ માણિકેશ્વર, પંઢરપુર અને મહાદેવમાં હિંદુઓ ઉપર અત્યાચાર ગુજારતો પ્રતાપગઢ પહોંચ્યા. ત્યાં કિલ્લાની તળેટીમાં પાર ગામે તંબુ તાપ્યા. શિવ અને અફઝલ વચ્ચે સંદેશાઓ ચાલ્યા. રાજકારણના શેતરંજના બને કુશળ ખેલાડી
એ એકબીજાને ફસાવવા ખૂબ જાળો પાથરી અને દૂતોદ્વારા અત્યંત મીઠા સંદેશાઓ આપ્યાલીધા. શિવે જોયું કે, તેના જીવનમાં આ કટોકટીની ઘડી છે-એ હારજીત ઉપર તેની ભાવી સફળતા-નિષ્ફળતા નક્કી થવાનાં છે. શિવે પિતાના મંત્રીઓની સાથે મંત્રણા કરી, માતા જીજાબાઈની આશિષ લીધી, ભવાની માતાની સહાય માગી; અને આખરે અફઝલને અફઝલનાં શસ્ત્રોથી રોળવાનો નિરધાર કર્યો. .. આખરે, સંદેશાઓને અંતે અફઝલ અને શિવની મુલાકાત નક્કી થઈ. શિવે અફઝલના સંદેશવાહક પાસેથી જ જાણી લીધું કે, એ મુસલમાન સરદાર તેના ઉપર દગો રમવા માગે છે. એટલે શિવે પણ તેનાથી સવાયા ઉતરવાની તૈયારી કરી. તેણે પિતાના મૃત્યુના કિસ્સામાં, પાછળથી રાજ્ય કેમ ચલાવવું અને સ્વરાજવિસ્તારનું ધ્યેય કેમ સિદ્ધ કરવું, એ સંબંધમાં તેના સરદારને ઝીણામાં ઝીણી સૂચનાઓ કરી; અને પછી અફઝલને મહાત કરવાને વ્યુહ રચવા માંડ્યો. શિવે, પોતે અફઝલથી બહુ ડરે છે એવો દેખાવ કરી, અફઝલને પ્રતાપગઢ ઉપર મુલાકાત આપવા આવવા વિનતિ કરી. શિવની એ વિનતિથી ફૂલાઈ મુરલીમ સરદારે એ માગણી સ્વીકારી. શિવે પ્રતાપગઢના ઉંચામાં ઉંચા શિખર ઉપર અફઝલનો સત્કાર કરવા, ઝરીને શમીયાન ર. પિત, ઉપરના સાદા પોશાકની નીચે સુદઢ બર પહેર્યું. પ્રતાપગઢની તળેટીમાં, ઝાડીની પાછળ, પિતાના માવળી સિપાઈઓને સંતાડયા અને પછી અફઝલને આવકાર આપવા તૈયાર થઈને બેઠે. અફઝલ, ગજરાજની માફક ઝલતો ઝૂલત શમીયાણામાં આવ્યો અને આ સન લીધું. અફઝલની કમરે તલવાર લટકતી હતી. તેની પાસે તેના ચાર ખાસ સુભટો ઉભા હતા....પાદશાહની તાબેદારી સ્વીકારવા કોઈ બહારવટીઓ આવતો હોય તેમ શિવે નિઃશસ્ત્ર દશામાં શમીયાનામાં પ્રવેશ કર્યો. અફઝલના સિંહાસનનાં પગથી ચઢી, તેને નમન કર્યું. અફઝલ ઉભો થયો અને શિવને ભેટવા બંને બાહુઓ પ્રસાર્યા. કશુંજ જાણતું ન હોય તેમ શિવે એ બાહુઓમાં ભીડાય. તત્કાળ અફઝલે શિવને ભીંસ દીધી, પડખેથી તલવાર કાઢી અને શિવના માથામાં ઝીંકી. શિવના માથા સાથે પછડાઈ તલવાર પાછી ફરી, ત્યાં તે શિવે અફઝલના પેટમાં વાઘનખ ભરાવી તેનાં આંતરડાં બહાર કાઢી નાખ્યાં. શિવ આંચકે મારી અફઝલની ભીંસમાંથી છૂટી ગયો અને પોતાના માણસો તરફ દો. ઝપાઝપી મચી, શિવના સરદારોએ અફઝલનું માથું કાપી શિવની પાસે મૂકયું. “અફઝલ મરાયો' ના પોકારથી શિવની છાવણી ગાજી રહી. વિજયી શિવસૈન્ય મુસ્લીમ ઉપર હલ્લો કર્યો. મુસ્લીમો નાઠા. નાસતાં નાસતાં ૩૦૦૦ મરાયા. ૬૫ હાથી, ૪૦૦૦ ઘડાઓ, ૧૨૦૦ ઉંટો અને દશ લાખ રૂપિયાને ખાને શિવના હાથમાં આવ્યો. અફઝલના બે દીકરાઓ, તેના બે સરદારો, તેની બેગમો અને બાળકે કેદ પકડાયાં. શિવે બેગમો અને બાળકને તત્કાળ છોડી મૂક્યાં અને તેમને સલામત વિજાપુર પહોંચાડયાં......અફઝલની : હારથી વિજાપુરની રહી સહી આબરૂ પણ સાફ થઈ ગઈ અને મરાઠાઓની નવી ઉદય પામતી અતિ જોરાવર સત્તા તરીકે, સારા હિંદુસ્થાનમાં પ્રતિષ્ઠા પ્રસરી ગઈ. આ પ્રસંગને મહારાષ્ટ્રના ઇતિહાસમાં અનેરૂ સ્થાન છે. મરાઠાઓ તે દિવસને પોતાની સ્વાતંત્ર્યસ્થાપનાના સુવર્ણદિન તરીકે લખે છે....આ વિજયથી હરખાતા અને ગર્વમાં મસ્તક ઉછાળતા મરાઠા લશ્કરોએ દક્ષિણ કાંકરમાં કૂચ કરી, પહાલાને દુર્ગ સર કર્યો અને વિજાપુરી લશ્કરને બીજી હાર આપી તથા બીજા અનેક નવા વિજય મેળવ્યા.
સાહિસ્તખાનને પરાજય શિવને આ વિજય, તાજાજ મયૂરાસન ઉપર ચઢેલા ઔરંગઝેબથી ન સહાયો. તેને ભીતિ લાગી કે, એ બળવાખોર કદિક મોગલ મુલક ઉપર પણ હાથ નાખશે; એટલે એણે શિવને દાબી દેવા પિતાના સરદાર સાહિસ્તખાનને દક્ષિણમાં મોકલ્યો. સાહિસ્તખાને ૧૬ ૬૦ ના આરંભમાં દક્ષિણમાં આવી, શિવ ઉપર આક્રમણ શરૂ કર્યું અને બીજી તરફથી વિજાપુરનાં લશ્કર હલ્લે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com