________________
www
४७८
છત્રપતિ શિવાજી મહારાજ દિવસે સુખમય બનાવતા બાળક શિવાજીમાં, તેને માટે નિર્માણ થયેલા જીવનકાર્યને અર્થે ' અનિવાર્ય એવાં અનેક તો ખીલવા માંડયાં. શિવનેરના કિલ્લામાં અને આસપાસના ટેકરાઓ ઉપર એકલે ભટકતે આઠેક વર્ષને એ બાળક સ્વાવલંબન અને સ્વાશ્રય શીખતે ગયો, કોઇની મદદવિના ગમે તેવી મુંઝવણમાંથી માર્ગ કાઢવા લાગ્યો, મરાઠાની સ્વભાવગત સ્વાતંત્ર્યપ્રિયતા અને સાદગી-નિખાલસતા તથા નિડરતા-જમાવતો ગયો, માઇલોને માઈલો સુધી અને દિવસેના દિવસો સુધી અવિરત ડેસ્વારી કરી શકે એવું સુદઢ શરીર ઘડતો ગયો; અને સૌથી વિશેષ, તેના પિતાના મનોરથોને એકદમ આચરણમાં ઉતારવાની અને ગમે તે ભેગે તે સિદ્ધ કરવાની અસામાન્ય સાહસિકતા તેને સ્વભાવ બનતી ગઈ. પુત્રમાં આ ગુણેની ખીલાવટ થતી જોઈ જીજાબાઈના હનો પાર ન રહેતા, શિવનેરના કિલ્લા ઉપર, શિવાજીના જન્મ પછી શિવાજી અને જીજાબાઈએ જે નવ વર્ષો ગાળ્યાં, તે સમયમાં ભાવી છત્રપતિ શિવાજી મહારાજનું પ્રારંભિક ઘડતરકાર્ય થયું.
ગવ દાદાજી કેડદેવની છાયામાં સને ૧૯૩૬ માં જીજાબાઇ અને શિવાજી શિવનેરથી પૂના આવ્યાં. શાહજીની આજ્ઞાથી શિવાજીની સંભાળ દાદાજી કેડદેવ નામના શાહજીની પુનાની જાગીરના કારભારીને સંપાઈ. દાદાજી કાંડદેવ કારભારીતરીકે અત્યંત સમર્થ અને મનુષ્યતરીકે ઉજજવળ ચારેયવાન હતા. તેમની વ્યવહાર વિચાર-સરણીમાં ઉંચી ભાવનાઓને કે સ્વપ્નાંઓને સ્થાન નહોતું; પણ સદાચારી અને ધર્મનિષ્ઠ જીવન ગાળવામાં તથા ન્યાયપરાયણતામાં અને સર્વપ્રત્યે સમાન દૃષ્ટિ રાખવામાં તે એકકા ગણાતા. તેમને શ્રમ તથા શાણપણથી, શાહજીની ઘેડ, ભીમ અને નીરા નદીઓ વચ્ચેની પુનાની જાગીર ખૂબજ આબાદ બની અને તેમની ન્યાયપરાયણતાના સંબંધમાં તે કહેવાય છે કે “એક વખત દાદાજી તેમની વાડીમાં ફરતા હતા. તેમણે પોતે નિયમ કરેલ કે, એ વાડીમાંથી પાંદડું સરખું તોડનારને સખ્ત નર્યાત થશે. ફરતાં ફરતાં, દાદાજીથી એક ફળ તોડાઈ ગયું. ફળ તોડયા પછી તે તરતજ દાદાજીને પોતે કરેલા ગુનાનું ભાન થયું; પણ શું થાય ? ગુન્હ થઈ ચૂક હતો. દાદાજીએ તરતજ જે હાથે ફળ તેડયું હતું તે હાથ છેદી નાખવા તલવાર કાઢી. માણસોએ ખૂબ સમજાવ્યા, પણ દાદાજીએ પોતાના કાયદા પોતે પાળવા જ જોઈએ એવો દઢ આગ્રહ ધર્યો, પરંતુ માણસેએ માત્ર શરતચૂકથી થયેલી આ ભૂલ માટે આવી સખ્ત શિક્ષા નજ સહવા દીધી. આખરે દાદાજીએ પોતાના અંગરખાની જમણી બાંય તેડી નાખી અને તે દિવસથી જીંદગી સુધી એક બાંયવાળું જ અંગરખું પહેર્યું". એવા ગુરુદેવના હાથનીચે શિવમાં જીવનના નિયમ નિર્દય સખ્તાઈપૂર્વક પાળવાની વૃત્ત જન્મી. માતાએ દીવેલા ધર્મસંસ્કારો. ધર્મ પ્રેમ અને ન્યાયત્તિ વિશેષ દઢ બન્યાં. શિવમાં અસમાનતા સામે અને અત્યાચાર સામે પ્રખ્યપ્રકોપની ભાવના પ્રકટી. શિવમાં નિરાધારતા અને નિર્બળતા પ્રત્યે દયાની લાગણી ફૂટી. તેનામાં તેના દેશબાંધવોની દરિદ્ર દશા, મુસલમાનોના ધર્મઝનુનમાંથી નીપજતા જૂ, હિંદુત્વને ભૂંસી નાખવા ઠેર ઠેર મંડાયેલા જમ્બર પ્રયત્નો, એ બધી આસપાસની દુઃખષ્ટિ જોઈ એ દેખતો નાશ ન કરે ત્યાંસુધી બૂઝાય એ પ્રલયકારી આતશ સળગે. સત્તર અઢાર વર્ષના
એ જાવાન, બાપની નાની નગીરની આવક ઉપર સુખચેનની જીંદગી ગાળવાની નિવીય વાસના ઉપર ધિક્કાર વરસાવવા માંડ્યો અને પિતાના જેવી આગથી સળગતા સાથીએ શેાધી દુષ્ટનું દમન કરવા અધીરો બને.જીજાબાઈએ શરૂ કરેલું શિક્ષણ કેડદેવે પૂરું કર્યું. હિંદુત્વના રક્ષણહાર બનવાની તાલાવેલીએ ગાંડા બનેલા એ જુવાને પોતાને ઘડે, તલવાર અને માવળસૈનિકનું દળ લઈને કેસરીયાં કરવા નીકળી પડવાની તૈયારી માંડી..
ભાવળ સાથીઓને સંગાથ શિવને શિક્ષણ-કાળ પૂરો થયો. અંદગીના ખડબચડા માર્ગ ઉપર ઘોડે કૂદાવવાની તેણે તાલીમ લઈ લીધી અને શિવની તાલીમ એટલે ? શિવના ઇતિહાસકારો કહે છે કે, શિવને બિલકુલ અક્ષરજ્ઞાન નહોતું. ઇતિહાસમાં પિતા જેવી કારકીર્દિ નોંધાવી જનારા પુરુષોની જેમ શિવને લખતાંવાંચતાં બિલકુલ ન આવડતું. ત્યારે શિવે કયી તાલીમ લીધી? શિવાજીએ બહાદુર લડવૈયાની તાલીમ લીધી. ઘોડેસ્વારીમાં અને તીરંદાજીમાં, તલવારની પટ્ટાબાજી ખેલવામાં અને યુદ્ધના ધૂહે ગોઠવવામાં, વીર સૈનિક અને કુશળ સેનાપતિની કળામાં શિવ અજોડ બન્યો. મહાભારત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com