________________
છત્રપતિ શિવાજી મહારાજ આંખોવાળા એ જુવાન, એ ઘડીએ, તેની કલ્પનાની પાંખને છ મૂકી દઈ, અનેક મોર ઘડતો હતો; અને સાથે સાથે તલવાર ઉપર હાથ નાખી, તે મનેરને સિદ્ધ કરવાનો નિરધાર રચતે હતો. યુરોપના ઈતિહાસમાં અમર બની ગયેલા સ્પાર્ટીની આબેહુબ પ્રતિકૃતિસમાં મહારાષ્ટ્રના આ પ્રદેશમાં ઉભો ઉભો તે, મેંગલોના પાટનગર આગ્રા ઉપર હલ્લો કરી “હિંદવી સ્વરાજ્યનો ઝંડો ફરકાવવાનાં અને આખા ભારતવર્ષ ઉપર પોતાની આણ વર્તાવવાનાં સ્વપ્નો જેતો હતો. ભારતવર્ષની માટીમાંથી પાકેલા અને ભારતવર્ષના અન્નજળથી પોષાયેલા ભારતવર્ષના પુત્રોનું ફરીવાર સામ્રાજ્ય સ્થાપવાના જીવનકર્તવ્યને જાણે તેને સાદ સંભળાતો હતો....એવાં સ્વનાંઓ જેનાર અને એવા મનોરથો ઘડનાર અઢાર વર્ષના એ જુવાને-એ શિવાજી મહારાજે, એ સ્વપ્નાં અને મનોરથોની સિદ્ધિ પાછળ આખી જીંદગી કુરબાન કરી દીધી. નેપોલિયનના અપૂર્વ યુદ્ધકૌશલથી અને ગરીબોડીના અદ્વિતીય સ્વદેશપ્રેમથી, લોહીના પરમાણુએ પરમાણુમાં હિંદુત્વનું અભિમાન અનુભવતા એ યોદ્ધા-રાજપુરુષે તેનું સ્વરાજ્યનું સ્વપ્ન સાચું કર્યું અને ભારતીય ઇતિહાસનો આખો ક્રમ બદલી નાખ્યો. સમસ્ત ભારતવર્ષ આ ૩જી મે ને દિવસે એ પ્રહારક પુરુષવરની ૩૦૧ મી જન્મજયંતિ ઉજવે છે.
શિવનેરના કિલ્લામાં જન્મ શિવાજીનો જન્મ ૧૬૨૭ ના મે માસની ૩જી તારીખે શિવનેરના કિલ્લામાં થયો. એની જન્મદાત્રીનું નામ માતા જીજાબાઇ. શિવાજીના જન્મ પહેલાં, જીજાબાઈના પિતા લુકઆ જાધવરાવ અને જીજાબાઈના સ્વામી શાહજી વચ્ચે વિખવાદ થતાં, શાહજીએ નાસભાગ માંડેલી અને જાધવરાવ પાછળ પડેલો. એ વેળા શાહજીની સાથે ગર્ભવતાં જીજાબાઇ અને નાના પુત્ર સંભાજી પણ ઘોડેસ્વારી કરી કૂચ કરી રહ્યાં હતાં. શિવનેરના કિલ્લા પાસે આવતાં, પ્રસવને સમય આવી
જાણતાં, શાહજીએ જીજાબાઇને એક મિત્રના રક્ષણ નીચે ત્યાં રાખ્યાં અને પોતે આગળ દોડ માંડી. શાહ ઉપડયા પછી થોડીજ વારે જાધવરાવનું કટક આવી પહોંચ્યું. જાધવરાવના માણસોએ તેને સમજાવ્યો કે, “તારી પુત્રી આ કિલ્લામાં એકલી પડી છે. તારે શાહજી સાથે લડાઈ છે, જીજાબાઈ સાથે નહિ. જીજાબાઈને કેાઈ મુસલમાન સતાવશે તે તારી આબરૂ જશે. જીજાબાઈને તારે સલામત સ્થળે લઈ જવાં જ જોઈએ.” જાધવરાવ જીજાબાઈ પાસે ગયો. પિતાની સાથે આવવા આગ્રહ કર્યો. પણ શિવાજીની એ અડગ ટેકીલી માતાએ તેના પતિના શત્રુનો આશ્રય ન સ્વીકાર્યો. જીજાબાઈએ જાધવરાવના ગમે તેવા સુરક્ષિત, સુખદાયી મકાન કરતાં શિવનેરને અંતરિયાળ અને અરક્ષિત કિલ્લો વધારે પસંદ કર્યો. જીજાબાઈ તે ઘડીએ તે જાધવરાવ સાથે ન ગયાં, પણ તેમણે પછી આખી જીંદગીમાં પણ કદી પિતૃગૃહ સામુંજ જોયું નહિ. એવી વીર નારીની કુખનું સંતાન તે શિવાજી.
રામાયણ અને મહાભારતનું શિક્ષણ શિવાજીના જન્મ પછીને આખો દશકો શાહજીને રખડપાટમાં જ ગાળવો પડ્યો; એટલે જીજાબાઈ અને શિવાજીને શિવનેરના કિલ્લામાં એકલાંજ રહેવું પડયું. એમ પણ કહેવાય છે કે, જાધવરાય સાથેના કલહને કારણે શાહજીએ જીજાબાઈને પણ ત્યાગ કરેલો, અને તેને શિવનેરમાં રહેવા દઈ, પિતે તુકાબાઈ મોહિતે નામની નવી સ્ત્રી કરેલી. ગમે તેમ, જીજાબાઇને પતિની અવગણના પામેલી સ્ત્રીની દશામાં રહેવાની વેળા આવી, એટલે એ પતિવ્રતા નારીએ એક પાસ પિતાને બધો પ્રેમ નાના શિવાજી ઉપર ઢોળવા માંડ્યો અને બીજી પાસ વૃત્તિઓને અંતરાભિમુખ બનાવી મનને ધર્મમાં પરોવવા માંડયું. શિવનેરના એકાંત કિલ્લામાં માતા અને પુત્ર વર્ષો સુધી એકલાં સાથે રહેવાથી બને વચ્ચે અજબ પ્રેમમાંઠ બંધાઈ. શિવાજી જીજાબાઇને જગદંબા સ્વરૂપે પૂજવા લાગ્યો. તેની આજ્ઞાઓને અને તેના ઉપદેશને જીવનનું સર્વસ્વ સમજવા લાગે, અને જીજાબાઈની આખો સમક્ષ પણ એક નાને શિવાજી જ દેખાવા માંડ્યો. તેણે તેને મહાભારત અને રામાયણની કથાઓનું વારંવાર પાન કરાવી, તેનામાં ઉંડા ધર્મસંસ્કાર પાડવા માંડયા અને ધર્મના ઉદ્ધારની દીક્ષા આપવા માંડી.જીજાબાઇએ શિવાજીની મનઃસૃષ્ટિમાં મહાભારતના વીર યોદ્ધાઓ ખડા કર્યા અને રામાયણના ઉત્તમોત્તમ આચારધર્મની સજજડ છાપ પાડી દીધી. ભાઈ, બહેન, પિતા કે કોઇ એકલોહીઆ આપ્તજનની સોબતવિનાના, કેાઈ સાથીવિનાના, એક માદ્ર-પ્રેમનું જ પાન કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com