________________
છત્રપતિ શિવાજી મહારાજ
૪૯, રામાયણનાં એ વીરકાવ્યાનાં અનત શ્રવણથી, ધર્મયુદ્ધનાં અને ધર્મને કાજ આત્મસમર્પણનાં, યુદ્ધકળાનાં અને રાજધર્મનાં શૌયપ્રેરક દૃષ્ટાંતોથી તેણે તેના યુવાન હૃદયને બરાબર રંગી નાખ્યું. શિવ કર્મવીર બન્યો અને બીજી તરફથી તેણે તેની કર્મની આરાધનાને માટે યોગ્ય ક્ષેત્ર અને લાયક સાથીઓ શોધવા માંડ્યા. તેની નજર પશ્ચિમઘાટના ડુંગરાઓ ઉપર ઠરી. એ મુલંક અને એ મુલકના વાસીઓ તેણે તેના કાર્યની આરંભભૂમિતરીકે સ્વીકાર્યા. એ માવળદેશના માવળ લોકમાંથી શિવે પિતાના પહેલા સિપાઈએ પિતાના જીવનભરના સાથીઓ અને માથું કાપી આપીને સ્વામીભક્તિ સિદ્ધ કરનાર સેવક મેળવ્યા. માવળે મુખ્યત્વે પશ્ચિમઘાટ અને અરબ્બીસમુદ્ર વચ્ચેના કાંકણુ નામે ઓળખાતા મુલકમાં વસતા-આજેયે એ કામ ત્યાં વસે છે. કાંકણ આખી પટ્ટી, પહાડો અને ઘાડાં જંગલોથી છવાયેલી હોવાથી, માવળે બહુ ગરીબ, અજડ અને જંગલી હાલતમાં જીવતા: પણ, એ છતાં, પહાડોમાં રહેઠાણ હોવાને કારણે અને પશ્ચિમઘાટની અભેદ્ય કિલ્લેબંદી ભેદીને કોઈ મોગલ શહેનશાહ કે મુસ્લીમ સરદાર તેમના રવાધીન આમા ઉપર ન પહેરાવી શકય હોવાને કારણે, માવળે તેમની ચીંથરેહાલ દશામાં પણ, વીર કેમને શોભા આપે એવું જૂનું ખમીર જાળવી રહ્યા હતા. તેમનામાં સ્વાશ્રય અને સાહસ, હિંમત અને ખંત, સાદાઈ અને તોછડાઇ લાગે તેવી સ્પષ્ટવકતૃતા, માણસ વચ્ચેની સમાનતા અને ગરીબાઈમાં પણ ગૌરવભરી મગરૂબી-એ બધા મનુષ્યત્વ અર્પનારા ગુણો બરાબર ઝળકી રહ્યા હતા. એવી એ પાણીદાર મરાઠા કેમેને કબજે લેવા શિવે પ્રથમ એ માવળાના સરદાર પેસાજી કંક, તાનાજી માલસરે, બાજી ફલસકર વગેરેને મિત્રો બનાવ્યા અને પછી, તેમની મારફત માવળોનું દળ જમા કરી તેમને લશ્કરી તાલીમ આપવા માંડી.
કિલ્લાઓ અને જંગલનું અવલોકન મહારાષ્ટ્રના એ આખા મુલકની કેડીએ કેડી અને માર્ગે માર્ગના ભોમીઆ માવળ સૈનિકો સાથે શિવે સહ્યાદ્રિની ગિરિમાળાના ગરાઓ ઉપર અને જંગલોમાં અવિશ્રાંત ભટકવા માંડયું. તેણે એ આખા દેશના કિલ્લાઓ અને ગામો તથા લોકોની જાત-માહિતી મેળવવા માંડી. શવ જેમ જેમ તેની જન્મભૂમિમાં અસંખ્ય ગામગામડાંઓમાં ભટકતો ગયો અને માતૃભૂમિની તથા દેશબંધુઓની દુર્દશા સગી આંખે નિરખત ગયો, તેમ તેમ મુસ્લીમ સત્તાધીશોને હાથે ગરીબ હિંદુજનતા ઉપર ગુજરતા સીતમોને જાત-અનુભવે તેની આંખોમાંથી લોહી ઝરવા માંડયું. શિવનો સમકાલીન તેનો એક પોર્ટુગીઝ જીવનકથાકાર કહે છે તેમ, આસપાસની ભૂમિની દુર્દશા જોઈ શિવનું મિત એકાએક અદશ્ય થઈ જતું; અને તેના ચહેરા ઉપર ઘેરો શોક છવાઈ જતે. તેના સાથીઓમાંથી કોઈ તેને આ એકાએક પલટાનું કારણ પૂછવાની હિંમત કરતું, ત્યારે શિવ ચૂપ બેસી રહે છે. તે મુંગે મુંગે પાસે ખેદાનમેદાન ઉભેલાં હિંદુ દેવાલયો તરફ આંગળી ચીંધતો અને પાછો ઉંડા વિચારમાં ગરકાવ બની જતો...પછી એકાએક વિચારનિદ્રામાંથી જાગી તે એકદમ હાકેટો પાડતેઃ “ઓ મારા સાથીઓ ! જીદગીભર મારો સાથ ન છોડવાનું તમે મને વચન આપો. હું મારું જીવન ધર્મને ચરણે ધરી દેવાને તમને આજથી કોલ આપું છું.' ફરીવાર શિવ ઘોડા ઉપર ચઢતો અને ભવાનીની જય બોલાવતા માવળ સિપાઈઓની સાથે પાછો
ગરાઓમાં ભટકવા નીકળી પડત. સત્તરમી સદીના પ્રારંભમાં કાઇની કલ્પનામાં પણ ન સંભવી શકે એવી નિત ભાવનામસ્તી અનુભવતા શિવે પોતાને માટે મુગલાઈ સામે બહારવટાની જીદગી નકકી કરી. તેણે સ્વાધીનતાની તપશ્ચયોમાં વધારે સુખ જોયું; અને એ રણશી ગડુ છુ કેવા લાગ શોધવા માંડે. પણ શિવની આ વૃત્તિઓ કેડદેવને ન ગમી, તેણે શિવને એ માર્ગેથી વાળવા અને વ્યવહારૂ જીવન ગાળી બને તેટલું લોકકલ્યાણ કરવાને પંથે ચઢાવવા ખૂબ પ્રયત્ન ક; પરંતુ ભાવિનો ગહન સંદેશે ઉકેલતા શિવે એ સલાહ ન સ્વીકારી. તેણે તો સાહસ અને સ્વાતંત્ર્ય-સાધનાનુંજ જીવન પસંદ કર્યું. શિવે આખરે ૧૬૪૬માં માતા જીજાબાઈની આશિષ મેળવીને સ્વાધીનતાના ભેરીનાદથી આખા મહારાષ્ટ્રને ગજાવી મૂકયું.
આઝાદી જંગને આરંભ સને ૧૯૪૬ને વર્ષ દક્ષિણના ઇતિહાસમાં અનેક રીતે યાદગાર રહી જાય તેવું છે. એ વર્ષમાં ત્રણ મહત્વની ઘટનાઓ બની. એક વિજાપુરના મહમદ આદિલશાહ બિમાર પડ્યા-એટલા બિમાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com