________________
૪૭૪
હિંદુવટના રક્ષણહાર
નિ`ળતાને લાલ આંખે જોતા જોતા, તેના મરાઠા સરદારને પડકારી રહ્યો છે કે,‘અય માઁ, કી એકવાર સધબળ જમાવા અને સમરાંગણની વાટ લ્યો !' આટલું. પ્રેરણાદાયી, આટલું પ્રતાપી જીવન હિંદના ઇતિહાસમાં ખીજા કયા નરનુ' છે ?
એ વિભૂતિ એક મહારાષ્ટ્રનીજ દૌલત નથી; પણ તે સમસ્ત હિંદુસ્થાનની અને સકલ માનવ–જાતની સદ્ધિ છે. એ નશાદલ એક મરાઠા કામનીજ નહિ, એક હિંદુતનીજ નહિ, પણ દુનિયાના પડ ઉપર જ્યાં જ્યાં સ્વાધીનતાના પૂજારી અને શૂરવીરતાના ભકતે વાસ કરતા હાય, જ્યાં જ્યાં સ્વાત્યાગના મહિમા મનાતા હાય-ત્યાં ત્યાંની તમામ પ્રજાએની એ મિલ્કત છે.
અને છતાં, ક્રાવેલ અને ગેરીબાલ્ડીની ગુણુ–ગાથાએ અજખ ભક્તિભાવપૂર્વક ગાનારા એના એ અંગ્રેજ ઇતિહાસકાએ આ પુરુષને કેવા કછૂપા ચિતર્યો છે ? એક અંગ્રેજે,એ અનન્ય દેશભક્તને અને સમરવીરને લૂંટારાએના સરદાર આલેખ્યા છે, ત્યારે ખીજાએ તેને રખડુ મવાલી માન્યા છે, અને ત્રીજાએ ‘ડુંગરના ઉંદર ' કહ્યો છે; અને એ આપણાં બાળકા, આપણી શાળાઓમાં, આપણા દેશના ઇતિહાસતરીકે ભણે છે !
શિવાજીને અવતાર થયા, ત્યારે ભારતવર્ષની અતિકરુણ દુર્દશા હતી. ઇસ્લામની ઉજ્જવલ પ્રણાલીએ ભૂંસાવા માંડી હતી. મેગલેના અ ંતિમ દિવસેામાં, પ્રજા અરાજકતાના અને અસ્તવ્ય સ્તતાના ત્રાસ નીચે, જુમાજહાંગીરી.અને કરવેરાની અતિશયતાના ભારણ નીચે પોલાતી હતી. મુસ્લીમ ખલીફાઓની સાદગી અને પવિત્ર જીવનની પરંપરા તૂટી હતી અને ઇસ્લામનાં અનિયંત્રિત ખળા હિંદુ શિલ્પકળાના સર્વોત્તમ નમુનાએને પયગબરને નામે જમીનદોસ્ત કરવામાં મચ્યાં હતાં. એ વખતે શિવાજી અને તેનું મરણીયું મરાડી કટક દક્ષિણની ક્ષિતિજ ઉપર દેખાયું. એ વખતે શિવાજીએ તેના અનુપમ બાહુબળથી, હિંદુત્વની અને હિંદેશની રક્ષા કરી અને ‘રક્ષણહાર'ના ગૌરવપ્રદ ખિતાબ તેના નામ સાથે જોડાયેા.
હિંદુએ તેને હિંદુવટના રક્ષણહારતરીકે પિછાની ગૌરવ લે છે અને એ પણ સાચુંજ છે. તેણે મુસ્લીમ આક્રમણુકારીએ સામે તેના સૈનિકાની કિલ્લેબદી રચી, મહારાષ્ટ્રની રક્ષા કરી એ નિર્વિવાદ છે; પણ શિવાજી મહારાજની પૂજા તા એક હિંદુતરીકે કરતાં એક હિંદીતરીકે થવી ઘટે છે. આજેયે જૂનાં મરાઠી દફતરામાંથી એ શિવાજીએ તેના સિપાઇઓને સખાધેલાં ફરમાન નીકળે છે કે, ‘મુસ્લીમોના હિંદુમદિરના હલ્લા વખતે સામે થશે, પણ કદી મુસ્લીમ ફકીર કે મુસ્લીમ મસ્જીદ ઉપર હાથ ઉગામશા નહિ.' શિવાજીની રગેરગમાં હિંદુ સંસ્કૃતિનાં અમૃત વહેલાં હતાં; એટલેજ તેની દૃષ્ટિ રાષ્ટ્રવિધાતાની હતી.
અને આ મહાનુભાવના હૃદયમાં કેવા કેવા ઉદાત્ત ગુણાનુ` સંમિલન થયું હતું ? કદાચ એજ શક્તિ તેના બધા વિજયેાની અને તેની જ્વલંત જીવનલીલાની વિધાત્રી છે. એ ઉદાત્ત ગુણાનાં અનેક દૃષ્ટાંતા મશહુર છે; પણ એ માંહેના એ શિરેામણિ પ્રસંગે નોંધવા જેવા છે.
*
*
શિવાજીએ કલ્યાણને કિલ્લે સર કર્યાં. કલ્યાણનાં મુસ્લીમ કુટુએ શિવાજીના સૈન્યની સત્તા નીચે આવ્યાં. એક સૈન્ય-નાયકે શિવાજી મહારાજને ખુશ કરવા,તેની અલ્પ મતિ મુજબ, કલ્યાણના પરાસ્ત થયેલા સરદારની પુત્રીને પકડી, શિવાજીને ભેટ ધરી. એ મુસ્લીમબાળા અત્યંત રૂપવતી હતી. શિવાજીએ તેનાપ્રત્યે એક પવિત્ર નજર નાખી, તેને બહેનના વહાલભર્યો સમેાધને ખેાલાવી, પેાતાની માતા પાસે દીકરીતરીકેનું લાલન-પાલન પામવા મેાકલી દીધી. પછી ખીરે દિવસે પેાતાના સિપાઇઓના અને સરદારેાના દરબાર ભર્યાં. તે બાળાને દરબારમાં મેલાવી. આખી સભા સ્તબ્ધ બની ગઇ. બાળાને ઢળેલે નેત્રે સભામાં પ્રવેશ કરતી જોઈ, શિવાજી તેના માનમાં ઉભા થયા, અને સૌથી ઉંચેરૂં આસન એ યુવતીને આપ્યુ.
• આ મુસ્લીમ ખાળા મારી ધર્માં-ભિગની છે. મારી માતાએ મારૂં પારણું ઝુલાવતાં હાલરડાં ગાયેલાં કે રાવણ મહાન હતા, પણ તેણે સીતાપ્રત્યે કુદૃષ્ટિ કરી અને તેને નાશ થયેા. માતાનું એ વચન મારે માટે શાસ્ત્રજ્ઞા છે.' શિવાજીએ એની ધ-બહેનને પહેરામણી કરી, અને પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com