________________
હિંદુવટને રક્ષણહાર
૯પ તેના પિતા પાસે સહિસલામત પહોંચાડી. શિવાજીને ખુશ કરવા આ અપકૃત્ય આચરનાર પેલો સૈન્ય-નાયક આખી સભાના ફિટકારનો માર્યો જાણે ત્યાં ને ત્યાં જમીનમાં જ સમાઈ ગયા !
જેવું શિવાજીનું ચારિત્ર્ય વિશુદ્ધ હતું, તેવીજ ઉચ્ચતમ ધર્મમયતા અને નિસ્પૃહતા તેના જીવનમાં છલોછલ ભરી હતી.
મહારાષ્ટ્રના નવજન્મમાં અપ્રકટ છતાંયે અત્યંત જમ્બર હિસ્સો આપનાર, ભગવા ઝુંડાના સંસ્થાપક સ્વામી રામદાસ શિવાજીના ગુરુ હતા. શિવાજીએ તેની જીવનદીક્ષા આ ગુરુને ચરણે લીધેલી. એ જીવનદીક્ષાને પ્રતાપે શિવાજીના ભાગમાં મહાન મરાઠા સામ્રાજયનું વિધાન કરવાનું સાંપડયું. મોગલ સમ્રાટુ જેને નામે કાંપી ઉઠે, એવા એક બલિષ્ઠ હિંદુસમ્રાટતરીકે સારા દેશમાં તેની ગણના થવા માંડી હતી. શિવાજીના જીવન ઉપર કીતિને કળશ ચઢી ચૂક્યો હતે. ગૌબ્રાહ્મણપ્રતિપાલ શિવાજી મહારાજના નામની છડી મહારાષ્ટ્રમાં ઠેકાણે ઠેકાણે પિકારાતી હતી.
એ સમયમાં એક દિવસ શિવાજી, સમ્રાને શોભે એવા રસાલા સાથે સતારા ગયા. ત્યાં તેના ગુરુજી વસે છે એવા તેને સમાચાર મળ્યા અને અચાનક તેના ગુરુદેવને પાસેના આંગણામાં ભિક્ષાપાત્ર લઈને “મૈયા ભિક્ષા દે” નો અવાજ દેતા જોયા. શિવાજી ગદ્દગદિત થઈ ગયા. તેની આંખો સજળ બની. શિવાજી દેડયા. રામદાસજીના ચરણમાં લોટી પડયા.
પ્રભુ મારું આંગણું પાવન કરે” અતિશય નમ્રભાવથી શિવાજીએ પ્રાર્થના કરી. ગુરુ રામદાસ શિવાજીની સાથે ચાલ્યા. શિવાજીએ ગુરુદેવનું પિતાના આંગણામાં સ્વાગત કરતાં એક કાગળ તેમના ભિક્ષાપાત્રમાં મૂકો.
“આ છે? હું ભૂખ્યો છું. મારે તે ભિક્ષા જોઈએ છે, અને તું તો કાગળને ટુકડો આપે છે !' ગુરુદેવ બોલ્યા.
ગુજીએ કાગળ ઉપાડે, ઉધો-અવળો ફેરવ્યું. તેમાં શિવાજીએ લખ્યું હતું કે હું આપને નમ્ર સેવક છું. આ સામ્રાજ્ય આપને અર્પણ છે.'
રામદાસજી ખડખડાટ હસ્યા: “ ત્યારે હવે તું શું કરીશ?”
આપની સેવા.' તારાથી આ ભગવાં અને ભિક્ષાપાત્ર ધારણ થઈ શકશે ?” આપની કૃપાથી થશે.” શિવાજીએ નમ્રભાવે નમસ્કાર કર્યો.
શિવાજીએ ભગવી કથા પહેરી અને હાથમાં સંન્યાસીનું કમંડળ ઉપાડયું. મરાઠા સામ્રાજયને સ્થાપક ઘેર ઘેર ભિક્ષા માગવા તૈયાર થયે. રામદાસ અત્યંત પ્રસન્ન થઈને શિવાજીને જોઈ રહ્યા.
“બેટા ! તને આ ન શોભે. તું તે ક્ષત્રિય છે. તારે ધર્મ રાજ્ય કરવાનું છે. લે, આ રાજમુ કુટ પહેરી લે.”
જી, મેં રાજ્ય આપને અર્પણ કર્યું છે. હવે હું આપને સેવક છું.'
ઠીક, લે તો હું તને આજ્ઞા કરું છું કે રાજતરીકે નહિ, પણ ધર્મના સેવક તરીકે આ રાજ્યને વહિવટ કરજે.' શિવાજીએ ફરીવાર મસ્તક નમાવ્યું.
અને ધર્મના સેવકતરીકે–ભગવા મુંડાના રક્ષક તરીકે–શિવાજીએ કે ઉજજવળ કારભાર, ચલાવ્યું તેને સાક્ષી ઇતિહાસ છે.
રીત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com