________________
હિંદુવા રહાર
૭૩ એના રોમેરોમ ઉચ્ચરતા હિંદુપતની પુનઃ સ્થાપનાઃ એના છિદ્રછિદ્રમાંથી નિર્ઝરત હિંદુપતની પુનઃ સ્થાપના મહામંત્ર.
ભારતનું હિંદુત્વ આજ પૂજે છે છેલ્લી સાત સાત સદીઓના એ હિંદુકુલતિલકને.
મેવાડને રાણા પ્રતાપ, પંજાબ કેસરી રાજ રણજિતસિંહ, વેદટંકારકારી બ્રહ્મચર્યાબિરદયશસ્વી મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીઃ એ ત્રણ એવીજ મહાભાવનાના વારસો, એવીજ મહાપ્રેરણાના પ્રેરિતે.
પણ શિવરાજ મહારાજ તે હિંદુપતની એ મહાત્રિપુટિના મુગટમણિ.
રાણા પ્રતાપની નેગેટીવ’ ભાવના હતી, “ન નમું.” રાણા પ્રતાપની પ્રતિજ્ઞા હતી “મેવાડ મુગલોને નહિ જાય. મહારાણા પ્રતાપને પોઝીટીવ કંસ્ટ્રકટીવ મહાભાવના ન હતી કે, “દિલ્હીને છતું, દિલ્હીને તખ્ત હિંદુપતને સ્થાપં, ભારતવર્ષમાં હિંદુપતની પુનઃ સ્થાપના કરું.”
પંજાબકેસરી રણજીત, શીખને સિંહ, ગુરુઓનો વર, એ તો પંજાબ કેસરી જ રહ્યો, ભારતકેસરી ન થયો. એને એ ભાવ નહેતા જાગ્યા કે પંજાબ કેસરી ખીલી ભારતકેસરી થાઉં.
ને સ્વામી દયાનંદ સરસ્વતી ? વામીજીને સ્વપ્નાં પડયાં હતાં આર્ય–સંસ્કૃતિને પુનર્જન્મ અવતારવાનાં. ભારતનું સનાતનત્વ, ભારતની સર્વશ્રેષ્ઠ સંસ્કારિતા, ભારતની વેદપ્રાચીન સંસ્કૃતિ, ભારતનું કાળજીનું આર્થવ આંગણે આંગણે રળવાના એ સંન્યાસીને પડયાં'તાં ખાં.
જગતમાં આર્યવ અમર છે; ને સાચ્ચાં પડશે અધ્યાત્મખંડે સ્વામીનાં એ રવMાં, ક્યારેક ને પૃથ્વભરમાં.
પણ આજ તે સ્વામી દયાનંદ સરસ્વતી એટલે શિવરાજવિહોણા શ્રીરામદાસ સ્વામી. ૧૯ મી સદ્દીમાં મહર્ષિ દયાનંદજીને શિવરાજ મહારાજ ન સાંપડયા. પોતે શ્રીસમર્થના સમવડિયા ખરાઃ એમને ન લાધ્યા શિવરાજ મહારાજ.
ઇતિહાસની સારવણી સારવતાંયે એમ શિવરાજ મહારાજ એટલે છેલ્લી સાત સાત સદ્દીઓના હિંદુત્વના મંદિરના ધર્મધ્વજ.
જનતા આજ એમના હિંદુત્વને પૂજે છે, એમની એ મહાભાવનાને પૂજે છે.
શિવરાજ મહારાજને સાથે જીવન સમારંભ હતો હિંદુત્વનો મહાયજ્ઞ, ને એ મહાયજ્ઞની વિદીના હુતાશની કાળીકરાળી છવાઓ ઉચ્ચારતી ને રટતી ને ફડફડતી હતી એકજ મહામંત્રઃ હિંદુપતની પુનઃ સ્થાપના, હિંદુપતની પુનઃ સ્થાપના.
આજ એ યજ્ઞભસ્મને ભારતનું હિંદુત્વ લલાટે આંકે છે, ભાગ્યદેશે ચડાવે છે, આત્મવંદના વંદે છે.
એ હૈયાના હુતાશને અભિવંદવા આ સમારંભે આજ એકઠા મળે છે.
આપ સૌની સંગાથે મારી યે શિરસા વંદના છે, આતમ ઢાળીને અભિવંદના છે એ ભારતવીરના હૈયાના હુતાશને, એ ધર્મદેવજીની મહાભાવનાને, સત્તરમા સૈકાના એ હિંદુપતના ગાંડી વધવાને.
હિંદુવટને રક્ષણહાર (લેખકઃ-સાધુ વાસવાણી-સૌરાષ્ટ્ર તા. ૩૦-૪-૨૭ માંથી સાભાર ઉત) દક્ષિણના ડુંગરાઓમાં જાણે આજેયે એકલા અટુલા ભટકતા દેખાતા એ પુરુષવરનું શિવાજી મહારાજનું–પ્રાતઃસ્મરણીય નામ સ્મરણે ચડતાં, ઇગ્લાંડના એ કૅપ્ટેલ અને ઈટાલીના એ ગેરીબાડી, અમેરિકાના એ અબ્રહામ લીંકન અને હંગેરીના એ ડીકની મૂર્તિઓ આંખ સામે ખડી થાય છે. ત્રણસો વર્ષ પહેલાં, મહારાષ્ટ્રમાં સ્વાધીનતાને ભગવો ઝંડો ફરકતો કરભર એ રાષ્ટ-વીર નરસિંહની રોમાંચકારી જીવનલીલા અંતર-ચક્ષુથી નીરખતાં, ઘડીભર એમજ મનમાં વસી જાય છે કે આજે યે, તેના જીવન-સાથી ઘોડા ઉપર પલાણેલો એ પુરુષ, પૂનાના રાજમાર્ગ ઉપર એકાકી ઉભે ઉભે, ફીરંગીઓનું પ્રબલ સામ્રાજ્ય અને હિંદીઓની એટલીજ નિરાધાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com