________________
૪૯૨
હિંમતને તારણહાર રણુસંગ્રામ, જીવનની સર્વે મહાશક્તિઓ, જીવન સર્વસ્વ ગુરુદેવને સમર્પતા હતા.
એ આર્યજનતા! શિવરાજ મહારાજ શ્રીસમર્થ સ્વામીને શું સમર્પતા હતા ? સકલ જીવનધન, પરમ આત્મભંડાર ગુરુચરણારવિન્ટે ત્યારે તે ઠલવતા હતા.
એ જીવન સર્વસ્વનાં મહાદાન આખે આજ તરવરે છે.
ને બીજો પ્રસંગઃ એ આદીની પર્ણકુટિ, એ તુકારામની સુદામાજીના જેવી ઝુંપડી. સુદામાજીને ત્યાં જાણે કૃષ્ણદેવ પધાર્યા હેય ને !
પૂનાને શણગારવાની ભાવના શિવરાજને જન્મી. “પૂનાને સંસ્કૃતિનું તીર્થ કરે; પૃના મારું થાય મહાશક્તિઓનું ધામ:મહારાષ્ટ્રની રાજધાની બને; મહારાષ્ટ્રના પરમ આત્મભંડારની અલકાપુરી.' શિવરાજ મહારાજને એ સંસ્કારભાવના જન્મી.
અષ્ટપ્રધાનમંડળીને પાઠવી આMદી. એ કવિવરને, એ ભક્તરાજને જઈ વિનવે મારા પુણ્યપત્રનમાં આવીને વસવા.
અષ્ટપ્રધાનમંડળી આળંદી સંચરી. પ્રણિપાત કરી રાજ સંદેશ ભાખ્યો કે, “મહારાજ વિનવે છે, પુણ્યપત્રન પધારે.” - એ સુદામાએ કહ્યું કે “દ્વારિકાના વૈભવધામમાં-દ્વારિકાની રાજમંત્રણાઓમાં અમારાં કામ નહિ. મહારાજને આ એક અભંગ આપજો ને કહેજો કે જીવનાં જતન કરે છે એવાં ધર્મનાં જતન કરે. ”
એથી શું મહારાજને માઠું લાગ્યું કે એ સુદામાએ કૃષ્ણદેવનાં રાજઆમંત્રણનાં અપમાન કીધાં ?
નહિ જ. શિવરાજ મહારાજ દેવમાટીના ઘડેલા મહાપુરુષ હતા.કવિજનના સુદામામંદિરિયે પિતે સંચર્યાઃ “ભક્તરાજ! પધારો મારે પુણ્યપત્રને. કવિવર ! આવો ને શોભાવે મારી રાજસમૃદ્ધિને.”
ભક્તરાજે મહારાજને નકાય, કવિવરે રાજવૈભવની ના પાડી. “રાજા ! માણે તારા રાજવૈભવને ને ખેલ તારાં સંસાર કુરુક્ષેત્ર. જાળવજે જીવથી અદકેરો એક તારા સ્વધર્મને.”
આજેયે શિવાજી મહારાજને પગલે પગલે પુણ્યપત્રનથી આળંદી પાલખી પરવરે છે એ ભક્તજનની વંદનાએ, એ કવિવરના અભિનંદનાર્થે.
ને શ્રોતાજને હો ! ત્રણ ત્રણ સદીઓથી–આજ ત્રીજી સદી પૂરી થાય છે. ચોથી સદીનું પ્રભાત ઉગે છે–ભારતવર્ષ કેને પૂજે છે ? એ દેહધારી શિવરાજની વ્યક્તિને ? કે સંગ્રામજયતી એ શિવરાજની સમશેરને ?
ના, ના. એ દેહધારીને એ ભારત જનતા પૂજતી નથી આજ; એ સંગ્રામ સેહાવતી વિજય વરશાલિની સમશેરનેયે આરાધતી નથી આજ.
ભારતજનતા એ વીર હૈયામાંની ભાવનાને વંદન વંદે છે.
સજજનો ! શિવરાજને ઓળખો છો ? શિવરાજ એટલે કેણું ?
શિવરાજ મહારાજ એટલે ધી ગ્રેટેસ્ટ હિંદુ સન્સ પૃથ્વીરાજ ચૌહાન ! છેલ્લી સાત સાત સદીએમને હિંદુપતને રાજમુગટ, હિંદુત્વનું રાજતિલક.
૧૧૯૩ માં પૃથ્વીરાય ચૌહાણ પડે; દિલ્હી પડી; સાથે હિંદુપત પડી. હિંદુ પાદશાહત આથમી.
શિવરાજ મહારાજને હિંદુ પાદશાહતની પુનઃ સ્થાપનાનું સ્વપ્ન સાંપડયું: “દિલ્હી જતું; ભારતના એ સનાતન સિંહાસને હિંદૂપતની પુનઃ સ્થાપના કરું.”
હૈયાની ઝાળ સમી એ મહાભાવના શિવરાજ મહારાજ ન સાધી શકયા. એમના પૌત્રના મંત્રીકુલદીપકે, એક ક્ષણભરને લીંબુઉછાળ રાજપદની પેકે, ઘડીક દિલ્હી જતી; ઘડીક એ પાંડવજૂના કિલ્લાઓને કાંગરે ભગવો ઝંડો ફરકાવ્યો, ઘડીક ભારતવર્ષને સનાતન સિંહાસને હિંદુપતની પુનઃ સ્થાપના કીધી, ઘડીક શિવરાજ મહારાજનું સ્વપ્ન સાચું પાડયું.
વિધિના આંક અવળા હશે. એ બધું સ્વપ્નવત ક્ષણજીવી નિવડયું.
ભારતનું હિંદુત્વ એના હૈયામાંના અતર્યા હુતાશને આજ પૂજે છે. શિવરાજ મહારાજની મનોભાવનાને પૂજે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com