________________
*
*
*
*
*
*
*
*
* *
*
*
હિંદુપતને તારણહાર
૪૯ પિતાએ પુત્રરૂપે પુનર્જન્મ લીધો, માતાએ હૈયાનાં હીર પાઈ ઉછેર્યો, ને ભસ્યૌવનમાંયે બાલવત શિખામણે દીધી.
પુત્રને રાજ્યાભિષેક નિરખી, જીવનની પરમ કૃતકૃત્યતા પામી, યત્કિંચિત જીવનધર્મ અવશેષ નથી રહ્યા માની, જીવનયજ્ઞની જાણે પૂર્ણાહુતિની આરતી ઉતારી, જગતભરમાં ડંકે ગજાવી, જીજાબાઈ મોક્ષમાર્ગ સંચર્યા.
એ માતાએ તે જીવનમાં જીંદગીને મેક્ષ સાથે. એ માતાએ મનના પરમ મનોરથ ધરતીને પૂરા કીધા.
શિવરાજ મહારાજના ત્રીજા ગુરુ એમના ધર્મપિતા શ્રી સમર્થ રામદાસ સ્વામી.
જંદગીનો પાયો ધર્મ છે, રાજ્યને પાયો ધર્મ છે, સારા સંસારને પાયે ધર્મ છે. એ સનાતન આર્યભાવના.
શિવરાજ મહારાજમાં એ આર્યત્વ સિંચનાર ને હેરાવનાર શ્રી સમર્થ રામદાસ સ્વામી.
ગ્રાન્ટ ડફ કહે છે તેમ શિવરાજ મહારાજ જન્મે હતા સિંહાદ્રિના વાધ! પૂલદ્રષ્ટ ગ્રાન્ટ ડફે જોયું નથી. તે એજ કે, એ વાઘના આર્યવીર સરજ્યા હતા શ્રી સમર્થ રામદાસ સ્વામીએ.
શિવરાજ મહારાજ હતા ગાંડીવધન્વા અર્જુન એમને નિષ્કામ ધર્મ સબો શ્રી સમર્થ રામદાસ સ્વામીએ. શિવરાજ મહારાજના જીવનમાં ગીતાજીના યુગયુગ જૂના જગસંદેશ ઉતાર્યા શ્રી સમર્થ રામદાસ સ્વામીએ.
શિવરાજના રણધ્વજ ઉપર ભગવો ઝુંડ આરોપો શ્રી સમર્થ રામદાસ સ્વામીએ.
ગ્રાન્ટ ડફે નથી પૂરા ઓળખ્યા રામદાસ સ્વામીને કે રામદાસ સ્વામીના નિષ્કામ સબંધને. રામદાસ સ્વામીને, એમની ચીંદડીને ગ્રાન્ટ ડફે પૂરાં પારખ્યા-પિછાન્યાં હોત , લખ્યું છે તે કદાચ ન લખત કે, શિવરાજ એટલે સિંહાદિનો વાઘ,' “શિવરાજ એટલે સિંહાદિને લૂંટારે.'
સિંહાદ્રિમાં તે સિંહ પાકતા અને શિવરાજ એટલે સિંહાદિના ગાંડીવધન્વા. ને શ્રી સમર્થ રામદાસ સ્વામી એટલે એ અર્જુનના શ્રીકૃષ્ણદેવ.
શિવરાજના સંગ્રામને યજ્ઞસ્વરૂપ કીધા, શિવરાજના રણ ધ્વજને ધર્મધ્વજ કીધો શ્રી સમર્થ રામદાસ સ્વામીએ.
શ્રી રામદાસ સ્વામી શિવરાજના ધર્મપિતા ને ત્રીજા ઘડનાર.
ને શિવરાજને ચોથા ઘડનાર તુળજાપુરનાં ત્રિભુવનેશ્વરી મહાશક્તિ જગદંબા તુળજા ભવાની. એમણે શિવરાજને સમશેર દીધી. દંડકારણ્યમાં પ્રવેશતાં રામચંદ્રજીને અગત્યઋષિએ બ્રહ્માસ્ત્ર દીધું હતું.
શિવરાજ મહારાજને એમ તુળજા ભવાનીએ દીધી સમશેર. શિવરાજ મહારાજની સ્વરાજ્યસદ્ધિની એ મહાશક્તિ, હિંદૂપતની પુનઃ સ્થાપનાની એ મહાદેવી, શ્રી શિવરાજ મહારાજની સમશેર ભવાની.
એ ચાર શિવરાજ મહારાજનાં સર્જનહારાઓ.
શિવરાજ મહારાજના જીવનમાંથી મારી આંખ આગળ તે આજ પ્રસંગ તરવરી રહે છે.
કોઈની આંખે તોરણું લીધે એ પ્રસંગ તરવરત હશે; કોઈની આંખે સિંહગઢ છો એ તરવરત હશે; ગઢ આલા, પણ સિંહ ગેલા; કેાઈની આખે આગ્રાને દરબાર, તો કોઈની આંખે. રાયગઢને રાજ્યાભિષેક તરવરતો હશે.
મારી બે આંખ સમક્ષ બે પ્રસંગે આજ તરવરે છે. એક તે રામદાસ સ્વામીને રાજ્યસમર્પણ. ઇતિહાસને પડે કંઈ કંઈ દાન નોંધાયાં છે પણ આ સમર્પણની જેડ જડવી દુર્લભ છે. એ તે હતાં જીવનસિદ્ધિનાં પરમ સમર્પણ. છંદગીભરનાં સાધનસિદ્ધિનાં એ હતાં મહાદાન. એ અવસરે તે શિવરાજ મહારાજ જીવનનાં પરાક્રમ, જીવનના મહાશ્રમ, જીવનના સકલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com