________________
હિંદુ સંસારનું રતમ અધ:પતન
૪૫૫ તેઓ તુરતજ ત્યાં બે ભૈયાઓને મૂકી મારી પાસે આવ્યા અને મને આ સઘળી હકીકતથી વાકેફગાર કર્યો.
અમે એક અરજી તૈયાર કરીને તેમાં બાદની સહી લાવવાની તથા એ બાઈની સાથે નકાહ કરી લેવામાં ન આવે અગર કયાંય લઈ જવામાં ન આવે; અને જે લઈ જવામાં આવે તો તેને લઈ આવવાની ખટપટ શરૂ કરી દીધી.
તુરતજ પાંચ ભૈયા બાઈના ઘરની આજુબાજુ ફરતા થઈ ગયા. લાગ સાધી તેઓ ગઈ પરમે એ બાઈના મકાન પર ચઢી ગયા. ત્યાં એ જેના કબજામાં હતી તે મુસલમાન હાજરજ હતું, તેથી તેણે તેને ઘાયલ કરી નાખી. લોકો ભેગા થઈ ગયા; તકરાર પર વાત પહોંચી તેથી એ લૈયાઓ નીચે ઉતરી આવ્યા.
એક ભલા મુસલમાનની સહાયતા આ ધાંધલમાં તે તરફ રહેનાર એક મુસલમાન કે જે આર્યસમાજ પ્રત્યે સદ્દભાવ ધરાવે છે, તેને બાઇને કબજો ધરાવનાર મુસલમાનની રીત ઠીક નહિ લાગતાં તેણે ઈન્સાનિયત ભરી રીતે લૈયાઓના કાર્યની પ્રત્યે પિતાની સહાનુભૂતિ બતાવી અને કહ્યું કે, બાઈની સંમતિ વગર નકાહ નહિ થાય. આ બાઈ જે તેમની સાથે આવવા ખુશી હોય તો તેને મુક્ત કરવાને પિતાથી બનતું કરવાને તેણે તેમને કબુલાત આપી.
તેણે તે માટે કેશેષ કરી પણ તે મુસલમાને માન્યું નહિ અને તેણે નકાહ કરી લેવા માટે તુરતજ એક મેલવીને બોલાવી મંગાવ્યો. તે મુસલમાને ભૈયાઓને ખબર કરી દીધી.
તુરતજ એક મોલવી આવી પહોંચ્યો કે જે સાથે આ ભૈયા પણ ઉપર ચઢી ગયા. એમણે તેને બાઈની વાત કરી, તે રાજી હોય તે નકાહ કરવાની દરખાસ્ત કરી અને બાઈ ઓધાનવાળી હોવાથી મુસલમાની સરાહ મુજબ તેની સાથે નકાહ થાય નહિ તે પણ તેમણે મોલવીને જણાવી દીધું.
આ પરથી કેટલીક રકઝકને અંતે બાઈને આ ભૈયાઓની રૂબરૂ પૂછવાનું નક્કી થયું ને તેમ થતાં બાઈએ રે કકળાટમાં અહીંથી મુક્ત થવાની આજીજી કરી, તેથી મેળવી ચાલી ગયે; પણ બાઈને લાવનાર મુસલમાને બાઇને મુક્ત કરી નહિ. હવે શું કરવું? તેને ભૈયાઓને વિચાર થઇ પડે; પણ વચ્ચે પડી પેલા મુસલમાને બન્ને બાજુને સમજાવ્યા અને ભૈયાઓને આવતી કાલે બનશે તો હું બાઈને જરૂર મુક્ત કરાવીશ એવો ભરોસે આપો તેથી ભૈયાઓ નીચે ઉતરી આવી આજુબાજુ ફરતા રહ્યા.
બીજે દિવસે એટલે ગઈકાલે ત્યાં દશ ભૈયાઓ એકત્રિત થઈ ગયા અને એ બાઈના બીજા લાગતાવળગતાને અને તેના ગામવાળાને શોધી તૈયાર કરી તેમાંથી પાંચ સાતને પોતાની સાથે તેડતા ગયા. ત્યાં તેમને સામી બાજુથી ત્રણ પઠાણ પણ રેકેલા જોવામાં આવ્યા. જેમને એમણે પિતાને નશ્ચય જાહેર કરી દીધું કે, મેલવીએ આમાં હાથ ઘાલ્યો નથી. આમ પઠાણને સમજાવ્યા તેથી પઠાણે નરમ પડી ગયા. - થોડીવારે પેલો ભલો મુસલમાન નીચે આવ્યો અને કહ્યું કે તે પુરેપૂરું માનતો નથી, પણ કંઇ નરમ પડ્યો છે. હવે તમને ગમે તેમ કરો. આ પરથી આ ભૈયાઓએ એક વિકટેરીઆ બોલાવીને બાઈના તે લાગતા વળગતામાંથી બે જણ સાથ આઠ ભૈયા ઉપર ચઢી ગયા.બાઈની સાથે વાતો કરવાની જજત કીધી.બાઈની સાથે વાત થઈ. બાઈએ પોતાની પાપભરી ગફલત પર પુષ્કળ રોઈને તેમની સાથે આવવા કાલાવાલા કર્યા. બાઈને એક ધોતી આપવામાં આવી. બાઇએ ધોતી પહેરી લીધી ને ચારણી પહેરાવવામાં આવી હતી તે ફેંકી દીધી. પગમાં ચાંદીને કોઈ મુસલમાની દાગીને હતો તે પણ ઉતારી નાખ્યું અને ભૈયાઓ સાથે આવવા ઓરડીની બહાર નીકળી.ખટપટરકઝક ઘણુ થઈ પણ બાઈ નીચે આવી ગાડીમાં તેમની સાથે બેઠી, બે લેયા ગાડીમાં બેઠા, એક ઉપર બેઠે બાકીના પગે ચાલતા આગળ વધ્યા; પણ મામલો ઠીક ન ભાળી રસ્તામાં આવતાં એક ભૈયાના ઘરમાં ઉતરી પડયા. ચાર કલાક બાદ મામલો સહિસલામત દેખાતાં તેઓ બાઈને લઈ રેારા સાંજે સાત વાગે માગે આવી પહોંચ્યા અને આ બાઈનો ઉદ્ધાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com