________________
કમ કર્યા - -
, , જ
છે
કે
...
૩૨
શ્રદ્ધાનંદને શ્રદ્ધાંજલિ વાદી વેદના અધ્યયનને પ્રધાનપદ અપાયું; છતાં એ શિક્ષણક્રમ સંકુચિત નહોતા. પશ્ચિમની વિઘાનેય તેમાં સમીચીન સ્થાન હતું. બ્રહ્મચર્યસેવન અને વ્યાયામ વડે વિદ્યાથીઓની કાયામાં ઓજસુ અને વીર્યનો સંગ્રહ થયે. પ્રાણવાન શિક્ષણ એ સંસ્થાનું ધ્યેય બની રહ્યું. આ રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાને નિરખવા આવનાર તેનાં ભવ્ય સંસ્મરણે લેતા ગયા. યુરપી અને અમેરિકન વિદ્વાનો તે જોઇને હેરત પામ્યા. ટાઢતડકા અને વરસાદમાં ખુલ્લા શરીરે ઘૂમતા, જાવીમાં પ્રભાસ્નાન લેતા, પહાડને પગતળે કાઢતા અને કુદરતના સૌંદર્ય સાથે મસ્ત ખેલન કરતા બદાચારીઓનાં દર્શન કરી પરદેશીઓ પણ પ્રેરણા પામ્યા. અમેરિકન કેળવણીકાર મહાશય ફક્સે તે અહીં ત્રણ ત્રણ માસ પર્યત નિવાસ કરી, કાંગડી ગુરુકુળની શિક્ષણપ્રણાલિની તારીફ જગતને એક પુસ્તક દ્વારા સુણાવી છે. આવી સ્વાધીન અને જીવનધોત કેળવણી આગળ એણે વંદના કાવી છે. લંડ ઇસ્લીંટન, માઈકલ સેડલર, હૈ મેસ્ટન, રામસે મેકર્ડોનલ્ડ-કેટકેટલા વિલાયતી અમીરેએ આ સંરથાનાં દર્શન કરી પ્રશંસાના સૂર કાઢયા છે ! અરે, બ્રિટીશ તાજના પ્રતિનિધિ વાઈસરોય પણ એને પરિચય સાધવાનું ચૂક્યા હતા. રામસે મેકડોન તો એના પર એક પુસ્તકમાં જવલંત સંસ્કારચિત્ર આલેખ્યું છે. મુનશીરામજીના દસ્તવનના બુલંદ નાદોએ એની હૃદયતંત્રીએ ઝણઝણાવી મૂકી છે. કાંગડીના કુલપતિની દેહલતામાં એણે ભગવાન જિસ અને સેન્ટ પિટરનાં દિવ્ય તેજ વિલક્યાં. આ સર્વ વાતને એકરાર તેણે એક ગ્રંથમાં વેગવતી વાણીમારફત કર્યો છે.
નવું સર્જન ગુકુળના બિચારીઓ વચ્ચે મુનશીરામ વાત્સલ્યમૂર્તિ માતાસમા વિરાજતા. લાલ મુનશીરામની કીર્તિ મહાત્મા મનશીરામનું ૫૬ વરી લાવી. એનો માંસલ દેવ, રાષ્ટ્રોન્નતિની ભાવનામાં સળગી ઉઠતાં એનાં જવલંત નંત્રી અને એનો ખુસભર્યો ચહેરો નીરખનાર એની સલતા નિહાળીને તાજુબ થતો. એના જીવનમાં વીરત્વ સાથે ક્ષમાને સંગમ થયો, ઉગ્ર તેજ અને રદ્રતા સાથે સૌજન્ય અને સુકુમાર સ્નેહની ફોરમ પ્રકટી. વજ્ઞા
છાને કુકુમાર એવું હૈયું એને પ્રાપ્ત થયું;અને એ હુંફની છાયામાં તરુણના જીવનનું એક નવું અને પ્રાણવાન સર્જન રચાઈ રહ્યું; પણ મહાત્મા મુનશીરામને માર્ગ કંઈ ગુલાબવડે નહોતો પથરાયો. પ્રજાવિધાનના દુર્ગમ રાહ પર તો કંઈક શળા વેરાયા હતા. એમની શિક્ષણપ્રવૃત્તિમાં “ચારચક્ષુ ' સરકારે રાજદ્રોહની ધાર વાદળીઓ ઘેરાયેલી દીધી. ગેારા દેવાધિદેવેની ખફા એના પર ઘુરકવા લાગી. એના પંથ આડે અનેકવિધ આવરણ ખડાં થયાં; છતાં એ ભડવીર નજ ડો. એ તે વિજયને વરવા નીસરેલો આજીવન લડવૈયો હતો. એની છાતી લોખંડની ઘડાઈ હતી. સત્તર સત્તર વર્ષો સુધી તે પારાવાર આપત્તિઓ સામે નિસ્પદ ઝઝ. બેબ, રિવર અને કારાગારની એણે ગણત્રી ન કરી અને એણે વિજય મેળવ્યો. ગુરુકુળની સંસ્થા એના વિરાટ સ્વરૂપે આજે મુનશીરામની ભાવનામૂર્તિસમી નિશ્રળ ઉભી છે. ત્રીસ વર્ષને અંતે આજે એ સંસ્થાની પંજાબભરમાં પથરાયેલી શાખા-પ્રશાખાઓમાં દોઢ હજાર કન્યા-કુમારો સ્વાધીનતાનું શિક્ષણ મેળવી રહ્યાં છે. પણ સ્નાતકો એમાં શરીર અને માનસ કેળવીને સંસારમાં આજે સ્વમાન અને ધર્મભાવનાથી મહેકતું જીવન ગુજારી રહ્યા છે.
મહિલાશિક્ષણના નિર્માતા - કેળવણીકાર મુનશીરામની શિક્ષણભાવના વિરાટ હતી. એણે કાબેલ શિક્ષણશાસ્ત્રીની નજર વડે વિલોકી લીધું હતું કે, રાષ્ટ્રની ઉન્નતિની ખરી ચાવી મહિલાશિક્ષણમાં છે. બાળક એ જે ભાવી પ્રજા છે, તે એ પ્રજાની ઘડનાર તેની જનની જ છે. માતાના કુસંસ્કારે ભાવી પ્રજાના વિધાતક નીવડવાના, માટે જ પ્રજાવિધાન સારૂ પ્રથમ દરજજે મહિલાશિક્ષણની જરૂરત છે, એમ જાણી લઈ તેણે જલંધરમાં કન્યાઓનું મહાવિદ્યાલય ઉભું કર્યું. સ્ત્રીજીવનની ઉન્નતિ માટેની એની ધગશ પંજાબમાં ઠામઠામ પથરાયેલાં કન્યાશિક્ષણ અને દિલ્હીના કન્યાગુરુકુળરૂપે સાકાર ઉભી છે.
સમાજસુધારણા પણ એણે રાષ્ટ્રીય કેળવણીનું નિર્માણ કરીનેજ ઈતિકર્તવ્યતા નથી માની. હિંદુ સમાજનાં બહુવિધ દૂષણે સામે એની ઝુંબેશ એટલી જ ધોધમાર હતી. જ્ઞાતિ-પેટાજ્ઞાતિના સાંકડા વાડા એના દિલને ડંખ દેતા હતા. એ બંધને તોડી વછેડી, એ કાળે તે લગભગ વિપ્લવકારક ગણાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com