________________
૩૯૦
શ્રદ્ધાન ક્રુને શ્રદ્ધાંજલિ
ધારણ કરીને વીરહાક એલાવે છે કે શ્રદ્ધાનă અમર છે, અમર છે. શહાદત સ્વીકારનાર એ વૃદ્ધ્ તપસ્વીના આત્મા હવે એવડા જેસથી હિંદુવટના ઉત્થાનની જ્વાળા ઝુકે છે અને દયાનંદનાં સુવર્ણી - વચનેાની યાદ તાજી કરે છે.
પંચનદના વેદપ્રાચીન પ્રદેશમાં જ્યાં શતઃ (સતલજ)નાં નીર ભૂમિને હરિયાળાં હાસ્ય બક્ષે છે ત્યાં જલધર પરગણાને છેડે તાલવન ગામમાં એક પ્રતિષ્ઠિત ક્ષત્રિયકુળમાં આજથી ઇંકાતેર વર્ષપૂર્વે એક બાળકે પહેલીજવાર દુનિયાનાં અજવાળાં નીરખ્યાં. એનું નામ મુનશીરામ રાખવામાં આવ્યું.
પંજાબની વીરભૂમિમાં સતલજને કિનારે બાળક મુનશીરામના શૈશવકાળ વીત્યા. એ વખતે એમના પિતા નાનકચંદ્રની સ્થિતિ સંકડામણમાં હતી અને હાડમારીના દિવસે ચાલતા હતા; પણ મુનશીરામના ભાગ્યતેજે કુટુંબની સ્થિતિમાં પલટા આવ્યા અને સંવત ૧૯૨૨ માં નાનકચંદ્ર કાશીના પેાલીસ ઇન્સ્પેકટર નીમાયા. સતલજનાં ઉછળતાં નીરની પ્રેરણા પીતે કુમાર મુનશીરામ ભાગીરથીને તીરે કંઇ ઓરજ પ્રેરણા પામ્યા.શાળાની કેળવણી એણે આ તીર્થધામમાંજ લીધી. એક પોલીસ અધિકારીના લાડકવાયા પુત્રની જીંદગી કેાઈ જૂદીજ દિશામાં વહી રહી હતી. પ્રથમ તે! એને રામભક્તિના નાદ લાગ્યા. માણભટ્ટોને માંએ રામકથાની કરુણપ્રશસ્તિ સાંભળી તે ડાલતા. એના આત્માના સ`સ્કાર જાગૃત થતા. એવા આર્દ્ર હૃદયના આ કુમારને ખુલ્લુ નામે એક વિણક રામભક્તને! સમાગમ થયા. આત્માને આત્મા મળ્યા અને એ સુભગ સંગમમાંથી મધુર ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, સેવા અને સૌજન્યના ભાવે! મઘમઘી ઉઠયા. એ રામરસની છેળા તે શ્રદ્ધાનંદજીના અવસાનકાળસુધી રેલાયાજ કરી. ગઇ સાલજ ટંકારામાં એમના ખુલંદ અવાજે રામકથા અને રામાયણુરહસ્યની મેાહિનીમાં સૌરાષ્ટ્રની જનતાને સાંકળી લીધી હતી.
એજ અરસામાં મુનશીરામે મહર્ષિ દયાનંદનું પુણ્યનામ સાંભળ્યું. નવજીવાનના દિલમાં એ નામે અવનવી ભાવનાઓની વાળા પ્રકટી. ભાગીરથીના પવિત્ર તટ, કાશીવિશ્વનાથનું ભવ્ય દેવમંદિર, પંડયાની પૂજાઅર્ચના, એ સૌની છાપ એના હૃદયમાં કોઇ અગમ્ય તે નાસ્તિક ભાવનાએ કાતરી રહી હતી. એને ધર્માંના આવા આવા ખાદ્યોપચારા ઉપર અનુરાગ નહેાતા પ્રકટતે. અંતઃપ્રદેશમાં ઉંડે ઉડે કાષ્ઠ ગૂઢ તે અકથ્ય 'િએનું મથન વલેાવાતું હતું. એ અંતઃક્ષેાભના પ્રતાપે એને અભ્યાસ અવરેાધાયા. ઇન્ટરમીડીએટથીજ એણે કાલેજ-જીવનને છેલ્લી સલામ ક્રમાવી. એ પછી જુવાન મુનશીરામનું ચિત્ત ધધાપર ચેટયું, એટલે એણે વકીલાતની પરીક્ષા પાસ કરી જલંધરમાંજ અટપટા વ્યવસાયની ખારીએ ખુલ્લી મૂકી,
શક્તિને વિજય સ દિશાઓમાં નિર્માયા હૈાય છે અને શક્તિશાળી મુનશીરામને પણ વકીલાતના ધંધામાં ફતેહ સાંપડી. ન્યાયની અદાલતમાં એની પ્રતિભા તેજસ્વી મુદ્રા આંકતી. પૂરાં સત્તર વર્ષોસુધી એણે કાયદાની આંટીધુટીએ ઉકેલ્યા કરી. જે ધંધામાં કાવાદાવા અને કુનેહની કરામતાવડે અપરાધીને પણ ઇન્સાફના સાણસામાંથી બચાવી લેવાના અનેક પ્રસંગેા ઉપસ્થિત થાય છે તે રાજગારીમાંયે મુનશીરામની પ્રમાણિક સચ્ચા ને અડગ નીતિ તેને ઘડીભર પણ છાંડી જતી નહિ; અને સત્તર સત્તર વર્ષની આ પ્રવૃત્તિમાં તેનું આત્મમથન તે। અવિરત ચાલ્યાજ કરતું હતું. એક પળ પણ એવી નહેાતી વીતતી કે જ્યારે એને સમાજસેવા અને ધર્મ સંસ્કારની ધગશ કાઈ કલ્યાણ-પ્રવૃત્તિમાં પરેાવી ન દેતી. એને ચરણે સમૃદ્ધ ધંધાની લક્ષ્મી લેાટતી આવતી, પણ. એ ઉપર તેને ધણીયે વાર નિર્વેદ વ્યાપતા. એને આત્મા ઉંચેરી ભૂમિકામાટે અંતરથી તલખતે હેતે. અતરમાંથી દિવ્ય જ્યાતના દર્શનની ઝંખનારૂપ અકથ્ય ચીસ ઉઠતી હતી.
ગુરુની ખેાજ
ઇશ્વર શું, શાસ્ત્ર શું, પાષાણની મૂર્તિ એમાં વળી શી ચેતના છે ? આવા આવા પ્રશ્નાપર તેનુ હૃદય ઉકળતું હતું. રામાયણુને અનુરાગ વીરપ્રશસ્તિ જોવામાં બુદ્ધિવાદને ભેટયા હતા. એને સર્વાંત્ર અધકારજ ભાસતા. માત્રસેવાભાવના ઉદ્દામ બનતી જતી.નાસ્તિકતા સબળ બનતી ચાલી.એ મા દેખાડનાર ગુરુની ખેાજમાં હતેા. કાશીના પંડિતેાની પ્રમાણિકતા ઉપર તેને ઇતબાર નહેાતે. આખરે એની દૃષ્ટિ દ્રાવતાર દયાનંદ ઉપર ઠરી. વારાણસીમાં એણે યાગીવર દયાનંદને જડ સનાતનવાદનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com