________________
૩૮૪
લહેરાતી હૈ ખેતી દયાનંદ કી ” “ લહેરાતી હૈ ખેતી દયાનંદ કી ”
(લેખક:-શ્રીસત્યવ્રત. “પ્રચારકના એક અંકમાંથી) મનુષ્યસ્વભાવ અત્યંત વિલક્ષણ અને વિચિત્ર છે. જનસમાજમાં અનેક મહાન પુરુષો ઉત્પન્ન થાય છે. પણ તેમની હૈયાતીમાં તેમની ખરી કિંમત આંકવાની કતજ્ઞતા અને વિવેકબુદ્ધિ સમાજમાં નથી. તેમના મરણ પછી જનસમાજને આંચકો લાગે છે અને પછી તેમની ખરી કિંમત આંકવાને અવસર પ્રાપ્ત થાય છે. આવું જ સ્વામી શ્રીદયાનંદજી મહારાજના વિષયમાં પણ બન્યું છે. તેમના જીવતાંસુધી તેમને વિરોધ કરવામાં આવ્યો. પિરાણિકોએ તેમને નાસ્તિક કરાવ્યા, બીજાઓએ તેમને છુપા ખ્રિસ્તી પ્રચારક ગણ્યા, ત્રીજાઓએ તેમને વર્ણાશ્રમભંજક તરીકે પિછાન્યા, કેઇએ તેમને ધર્મના દુશ્મનતરીકે જાણ્યા અને કેઈએ કંઈ. કોઈએ તેમના પ્રાણ હરવા માટે પાનના બીડામાં હળાહળ દીધાં, કોઈએ ધર્મ રક્ષવા એ એકાકી સંન્યાસી ઉપર તરવારના પ્રહાર કર્યો, કેઇએ મશ્કરી કરવા ગધેડા પર સ્વારી કઢાવી, કોઈએ ગાળાને વરસાદ વરસાવ્યો તો કેઈએ ઈટપથ્થરનો ઉપહાર આપી પોતાની કૃતજ્ઞતા (!) પ્રગટ કરી. આમ તેમની જાહેર જીંદગીના પ્રભાવથી ઝેરથી પ્રાણ લીધાની અંતિમ સંધ્યા સુધી એ અકેલ મ સંન્યાસીને અન્યાય અને ઘોર અન્યાય દેશભરમાંથી મળ્યા કર્યો; પણ આખી જીંદગી સુધી ઘેર તપ તપેલો એ સંન્યાસી, પિતાના મૃત્યુને એવું વિદ્યુતશક્તિવાળું–જોરદાર બનાવી જાય છે કે તેમના મૃત્યુ પછી તેમનાં અનેકવિધ કાર્યો એવા ઝપાટાથી ચાલ્યાં કે આજનો ભારતને જો એ ઋષિના પુણ્યક નામ ઉપર કૃતજ્ઞતાથી અશ્રુઅંજલિઓ આપતે અને પિતાના પૂર્વજોએ કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત આદરતા અનુભવાય છે. આજ એજ વિના તપઃપ્રભાવથી પ્રભાવિત થયેલે ભારત-તરણ નવજીવનના સંદેશાઓ તેમના મૃત્યુ-પ્રસંગમાંથી વીણી વીણી પિતાનો ભાવમાગ ઘડે છે અને સમાજ શું કે ધર્મ શું, રાજકારણ છે કે વિશ્વભ્રાતૃત્વ શું-દરેક દિશામાં ઋષિએ મૂકેલ પગલાંને અનુસરવા આતુર અને ઉમંગભર્યો દેખાય છે. ઋષિએ જીવનભરમાં જનતાને મૂર્તિપૂજાથી મુક્ત કરવા અનેક ઉપદેશ આપેલા, પણ તેમાં વિન નાખનાર સનાતનીઓના ચિરંજીવીએ એજ પથ્થરને આજ પણ ગંગા-યમુનામાં પધરાવી રહ્યા છે. પિંડદાન અને તર્પણનાં શાસન હવે ભારતના ધર્મપટલ પરથી ઝાંખાં થવા લાગ્યાં છે. ધર્મગુરુઓનાં ધતિંગો જે દયાનંદે કડવી રીતે બતાવેલાં, તેના કરતાં શતગણુ વધુ તીવ્ર અને અસહ્ય કટુ ધતિંગો આજ મેર ઉઘાડાં પડી રહ્યાં છે. સ્ત્રીઓની તેમણે કરેલી વકીલાત આજે પુષિત થઈ રહી છે. વર્ણાશ્રમધર્મના તે વેળાએ ગણતા એ ઉચ્છેદક
જ આજનો હિંદુ ચાતુવર્ણન સુયોગ્ય રખેવાળ માની તેમનાં અદશ્ય ચરણમાં પિતાનું માથું ભક્તિભાવથી નમાવે છે. સર્વ રોગોની રામબાણ મહૌષધિ બ્રહ્મચર્યસેવનનાં ડિડિમોષો કેવળ આ દેશમાં જ નહિ, સમસ્ત સંસારભરમાં ઉપિત થઈ રહ્યા છે. સનાતનીઓના અજેય દુર્ગ કાશીધામમાં આજ શુદ્ધના ગણેશ મંડાયા છે; અને સમસ્ત દેશે આજ દયાનંદને અનેક રીતે પહેલાં નિંદેલ, છતાં અસ્પૃશ્યતાનું ધર્મા–મહાપાતક ટાળવા તે પ્રતિજ્ઞા લઈ રહેલ છે. પચાસ વર્ષ–અડધી સદીના નાનકડા ગાળામાં દયાનંદના તેજસ્વી અને વીર્યવંતા સિદ્ધાંતને આ મેર સમગ્ર પરિવર્તનકાળ અદ્દભુત વિજય નથી સૂચવત ? દયાનંદે સહેલાં શેર કરો અને તપેલાં અદ્દભુત તપનો શું આથી વધુ યોગ્ય વિજય બીજે કઈ હશે ખરો ? જેમને અધી સદી પહેલાં, જે સિદ્ધાંત માટે મારી નાખવામાં આવ્યા, આજ તેનાજ તેજ સિદ્ધાંત સમગ્ર દેશ સ્વીકારે છે, તે ધર્મવીર મહાત્માનું સર્વોત્તમ માહાત્મ્ય નથી સૂચવતું શું ? “ લહેરાતી હૈ ખેતી દયાનંદકી” ની સત્યતા પ્રતીત નથી થતી શું ?
- આજ અમે તેમના સિદ્ધાંતની બધી બાજુ ઉપર આ સ્થળે વિચાર કરી શકતા નથી.કેવળ એકજ પ્રનની ગડી ઉકેલવા પ્રયત્ન કરીશું અને તે એજ કે, જેમને સમગ્ર દેશે બંગાળથી સિંધુ નદીસુધી અને હિમાચળથી કન્યાકુમારી સુધી તાત્કાળિક અત્યંત મહત્ત્વ આપ્યું છે, તે પ્રશ્ન એટલે અસ્પૃશ્યતાનિવારણને મહાપ્રન. મહાસભાના ચોપડેથી માંડી છેલ્લામાં છેલ્લી હિંદુસભાની નાની શાખાને ચોપડા સુધી અને તે દ્વારા પ્રત્યેક હિંદુ આબાલવૃદ્ધ નરનારીના કામળ હૃદયમાં જે પ્રશ્નને આગ ભડકાવી છે, તે પ્રશ્ન એટલેજ અસ્પૃશ્યતાનિવારણને માર માર કરતા આજને કાળધર્મ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com