________________
ખરા કયેાગી કેવા હાય ? ૨૩ કળાના ઉપયાગ સેવા, માત્ર ર્જન નહિ.' અરેરે, શાસ્ત્રોમાં ને ઇતિહાસમાં આપણી સમક્ષજ પડેલા દાખલાએ આપણે કાં ન સમજીએ ?
લોકે ગમે તે કહે પણ પાગલની સાચી પ્રવૃત્તિએ થોડી ને ટુકમાં કહેવાય એવી હતી. કાઇ અત્યંત કંગાળ કે નિરાધાર આદમી બિમાર હાય ત્યાં પાગલ પેાતાની દિલમા લઈ પહેાંગ્યેાજ હેાય. આજ પૈસા ખીસ્સામાં હોય તે તે ચાર આપી દેતાં ખચાતા નહિ. કાઈ દુબળી ગાય કે એવુંજ કાઇ પ્રાણી જુએ તે તે તેને ગળે હેતથી હાથ ફેરવી કાંઈક વાત કરવા લાગી જતે. તે હમેશાં શ્રીમંત, ભપકાદાર કે અધિકારી જેવા માણસોથી ભડકીને દૂરને દૂરજ નાસતા. કાઈ કાઇ વખત તે ખેતરે પણ જઇ ખુલંદ સૂરે દુહ્રાપર દુહા લલકારી ખેડુએ કે કણબણાનાં મેાક્રાં હસતાં કરી આવતા. બાકી તેને વધારેમાં વધારે આનંદ ત્યારેજ મળતા કે જ્યારે એ કાષ્ઠ ગરીબ દરદીની મેલી પથારી પાસે બેસી કાઇ ધૂળા મકાનમાંથી આભ સાથે હાથતાળી લેતી ભૈરવી કે કલ્યાણની તાન ઉપર તાન લેતેા હાય.
તરંગ ચઢે તો કાઈ કાઇ વખત સામેથી હાંફતાં હાંફતાં ચાલ્યાં આવતાં કાઇ મજીર કે મ જીરણના માથાપરથી ખેાજો પોતાને માથે થોડા વખત લઇ પાગલ તેને રાહત આપતા. આમ જ્યારે થાય ત્યારે મેળે ઉપાડનાર વ્યક્તિ આ અણુધાયો સહાયક તરફ ડેાળા ફાડી જોઈ રહે ને પાછળથી “સાવ પાગલ” કહે તે એમાં એને શું વાંક ? પણ આવી બાબતેા કયાં ગણાવવા બેસું?
તેનુ મૂળનામ અમૃતપ્રસાદ હતું. ઉત્તરહિ ંદુસ્થાનમાં કાઇ શહેરમાં તેના જન્મ શ્રીમંત માઆપને ત્યાં થયે! હતા. નાનપણથીજ તેને સંગીતનેા શેખ હતા. તેના પિતા એને વેપારી બનાવવા માગતા હતા; પણ વેપારમાં પ્રસાદનું ચિત્ત બિલકુલ લાગતું નહિ. જન્મથીજ તેની મનેવૃત્તિ નાખી હતી. જે મેાજશોખના વાતાવરણમાં એ ઉછર્યો તેનેજ એ અંતઃકરણથી ધિક્કારવા લાગ્યા. આરજ વર્ષની વયે કાઇ ઉસ્તાદની સાથે એ ભાગી ગયા. તેના પિતાએ બહુએ શેાધખેાળ કરી,પણ પત્તો નજ લાગ્યા. એ ઉસ્તાદજી પાસે પચીસ વર્ષસુધી રહી તેણે સંગીતશાસ્ત્રનાં મૂળતત્ત્વ ટી ટીને પીધાં. ઉસ્તાદજી પણ શિષ્યની તેજસ્વી બુદ્ધિથી તાજ્જુબ થયેા. ત્યારપછી ઉસ્તાદજીએ પાતાના માનીતા શિષ્યના લાહોરમાં જલસાએ કરાવ્યા.શ્રાતાજને એને અદ્ભુત કાણુ જોઇ દિગમૂઢ થયા, ચારે તરફ વાહવાહ થઇ રહી.
પછી કાઇ અમીરે તેની દીકરીને સંગીત શીખવવા પ્રસાદને રાખી લીધે. પાછળથી ધણીએ વાર્તાઓમાં અને છે તેમ બન્યું, એ બાળા પ્રસાદની સાથે પ્રેમમાં પડી—ના, ના, મેાહમાં પડી એમ મારે કહેવું જોઇએ; કારણ પ્રેમ શબ્દ તો બહુજ પવિત્ર છે. પ્રસાદ તેને બેટી કહીનેજ મેલાવતા. જ્યારે જ્યારે પ્રેમ આપવા-લેવાની હમેશની જાણીતી વાત નીકળતી, ત્યારે પ્રસાદ આટલુંજ કહેતાઃ–બહેન ! કળાને અભડાવાય નહિ, સાચી કળાના ભક્ત હમેશ સ્ત્રીઓને ભાન ભૂલાવે છે, પણ ધિક્કાર હો જે કળાલક્ત ભાન ભૂલે તેને! તું તે મારી દીકરી જેવીજ છે ને રહેવાની. બહેન ! તારે પૂજાજ કરવી હાય તે! કળાના શુદ્ધ સ્વરૂપની કર, તેના ભક્તની નહિ.” જેને મેાહજ થયા હાય તે પ્રસાદના સિદ્ધાંતે શે સમજે? પરિણામ એ આવ્યુ કે એ બાળાએ ઝેર ખાઇ આત્મહત્યા કરી. પ્રસાદ તેને એક પિતાના જેવા નિ`ળ પ્રેમથી હૃદયપૂર્વક ચાહતા હતા. તેના આવી રીતના અવસાન પછી પ્રસાદ પલટાઈ ગયા. તેણે ભપકાદાર વ યાગ્યાં. એક સાદી કમ્ની તે સાથે જેમ તેમ વિટાળેલા પટકા, આ એને પહેરવેશ બન્યા. અમીરઉમરાવે કે રાજામહારાજાએતે ત્યાં થતા જલસાઓમાં જવાનું તેણે માંડી વાળ્યુ.આગલા જલસાએને લીધે તેની પાસે જે કાંઇ નાણું થયેલુ તે તેણે છૂટે હાથે ગરીબ તે દુઃખી લેાકેાને વહેંચવા માંડયુ. બસ, તેણે પોતાની રાજીખુશીથીજ મુલીસ હાલત પસંદ કરી લીધી.
એ પછી તે કાઇ પણ એક સ્થળે લાંખેા વખત તે રહેતેા નહિ. કાઇ કાઇ વખત તે એ સાવ ના થઇ જતા;તાં ખુબી એ હતી કે,એવી મુશ્કેલીસીમાં પણ દેવી અન્નપૂર્ણા તેના પર કૃપા રાખતી.
એક પ્રભાતે ખબર મળી કે એ એચીંતાજ આ ગામમાંથી કયાંય ઉપડી ગયા હતા. એ કયાં ગયા તેની કાને ખબર પડીએ નથી ને પડવાનીએ નથી.
હજુએ કાઈ કાઇ વાર એકાંતમાં એ વિચિત્ર વ્યક્તિની મૂર્તિ નજરસમક્ષ તરે છે અને સારી સિષ્ટમાં પડધા પાડતા સ્વર સંભળાય છે કે કળા એટલે સેવા !’’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com