________________
*
૧ ૧૧ ક * * * * * * * * * * *
૧૧
૧
૧ ૧
૧
૧
૧
૧
/૧૧ -
૩૮૨
ખરે કગી કેવો હોય ? હું અંદર ગયો. અંદર ઝાઝો સામાન નહોતો. ખૂણામાં એક પાણીનો ગોળો: થોડાંક ઠામ: વચમાં એક સાદડી ને એક તરફ એક જૂની પુરાણી દિલરૂબા; બસ આટલુંજ રાચરચીલું હતું.
“કંઈ કામકાજ” તેણે મારા તરફ જોઈ પૂછયું. “કામકાજ તો ઘણુંએ હતું, પણ તમે કાંઈક ઉતાવળમાં છે એટલે હવે પછી જ વાત” મેં કહ્યું. “હા, મારે ઉતાવળથી એક ઠેકાણે જવું છે.” તેણે કહ્યું. “હું સાથે આવું ?” મારાથી પૂછાઈ ગયું.
તે એક ક્ષણ મારી તરફ જોઈ રહ્યા, પછી કહ્યું “મારી સાથે? મને બધાય શું કહે છે તે જાણો છે ને ? મારી સાથે આવવામાં શો લાભ મળશે ? મારા માર્ગ ન્યારા છે.”
“ન્યારા ભલે બીજાને માટે રહ્યા. મને એ એવા નહિ લાગે; પણ તમને ખાસ વાંધો ન હોય તો મારી એટલી વિનતિ સ્વીકારશે.”
“ઠીક ચાલો” કહી તેણે એક કપડામાં દિલરૂબા વિંટાળીને બગલમાં મારી. અમે બે નદીને માર્ગે ચાલ્યા. પાએક કલાક ચાલ્યા પછી એક જીર્ણ થયેલું મકાન આવ્યું. ખડકી ધીમેથી ઉધાડી અમે અંદર ગયા. એકજ ઓરડો હતા,અંદરના ભાગમાં એક અર્ધ તૂટેલી ખાટલીમાં એક ડોશીમા સૂતાં હતાં.
“કાં મા ! આજ કેમ છે?” કહી પાગલે તેને કપાળે હાથ અરાડ. બેટા ! કાલ કરતાં કાંઈક ઠીક છે.” ડોશીમાએ ક્ષીણ સ્વરે જવાબ આપે.
“મા ! આજ એવી દવા આપું છું, કે જેથી તાવ નહિ રહે” એમ કહી પાગલ ખાટલી પાસે બેઠા અને દિલરૂબા કાદી,તાર મેળવ્યા ને એક ભજન ઉપાડયું હું સંગીતશાસ્ત્રથી સાવ અજાણ્યો નહોતો. નાનપણમાં કેટલાએ તાનપલટી મારી લીધા હતા. અનેક ઉસ્તાદોનો પણ સમાગમમાં હું આવ્યું
, પણ આ ભાવ મેં કદી પણ જોયી નહોતી. પાગલે એકતાને થઈ ભજન છેડવા માંડયું. વાતાવરણમાં ભક્તિરસની છોળો ઉડવા માંડી. મકાનની બહાર હાલતાં વૃક્ષો સ્થિર થઈ ગયાં. અને નીલ પણ થંભી ગયું હોય તેમ લાગ્યું. ભજન અર્થે પહોંચ્યું ત્યાં ડોશીમાને કપાળે આછો આછો પરસેવો થવા માંડયો. ભરસભામાં કાપદીજીએ ચીર ખેંચાતી વખતે કરેલી પ્રાર્થના કે નરસિંહ મહેતાએ કટોકટીને પ્રસંગે કરેલું સ્તવન થી જાતના હશે તેનો કાંઈક ખ્યાલ મને પહેલવહેલો આવ્યું. એ તો દિલના તાર પરબારા પરમશક્તિ સાથેજ જોડાતા હોય તેમ લાગ્યું. થોડી વારે ભજન પૂરું થયું, પણ આ શું ? ડોશીમા ખટલીમાં એકદમ બેઠાં થઈ ગયાં.
“વાહ પ્રભુજી વાહ, બેટા! મારો તાવ ગયો. દીનાનાથ તારું ભલું કરે” કહેતાંની સાથેજ મા ઉભાં થઈ ગયાં. દીવાસળી માટે ઘેડી શોધ કરી દી પ્રકટાવ્યો. પછી પાગલ પાસે આવી તેનું મોટું ધારી ધારીને જોયું. આંખમાં આંસુ ઉભરાણાં. ગગદ્દ કંઠે તેણે કહ્યું -“પેટનો દીકરોએ ન કરે એવું તેં કર્યું. શું આપું ? મારી પાસે કાંઈ ન મળે. થોડીક મીઠી રાબ કરી આપું ?”
ના, મા ! મારે કાંઈ ન જોઈએ. મોડું થયું છે એટલે જશું” કહી પાગલ ઉપડે. પણ બહાર પડ્યો. થોડેક ચાલ્યા પછી પાગલે મને કહ્યું –
“બિચારીની સંભાળ રાખનાર કાઈજ નથી. હું તો ત્રણ બાબતથી અજાયબીમાં ગરકાવ-જ થઈ ગયે હતો. પાગલની સહદયતા, તેણે સાધેલી અદભુત કલા ને સંગીતના દર્દપર પ્રભાવ. થોડી વાર રહીને મેં કહ્યું
- “તમારી પાસે આવી કળા છે તે કેાઈ અમીરઉમરાવ................”હજી હું વાકય પૂરે કરું તે પહેલાં જ એ બોલી ઉઠયો -
“શું ? એ તમારા ઉમરાવોની વાતજ કરશો નહિ. પચીસ વર્ષ એ સાધનમાં ગાળ્યાં તે મુકીભર નિપુર અમીરોને ખુશ કરવા નહિ, પણ ગરીબ નિરાધારોની સેવાર્થે.”
“પણ કયાં બીમારી ને માં સંગીત!" મેં પૂછયુ
“સંગીતની દરદો પર શું અસર થાય છે, એ વાત તે પશ્ચિમના વિદ્વાન તમને જણાવશે ત્યારે જ તમે જાણશે. મેં જે જાણ્યું ને અનુભવ્યું, તે તમે નહિ જ માનો. બાકી જગતભરના કળાભકતને કહેજો કે, તમારું લક્ષ્યબિંદુ કળા જ નહિ પણ તે દ્વારા સેવા છે.” તેણે કહ્યું.
ત્યાં તે ઝુંપડી આવી. હું તેનાથી છુટો પડ્યો. મારા મનમાં એક જ વિચાર ઘૂમતા રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com