________________
ખરે કમાગી કે હોય?
૩૮ ખરો કર્મચાગી કેવો હોય ? (કીતિપ્રેમી કાંઈ કર્મયોગી નથી; પણ એ તે એક પ્રકારના લૌકિક વિષયનો ભોગી છે અને કે પૂર્ણ નિસ્પૃહી તથા ત્યાગી હોય તે કર્મયોગી ગણાય, તે સમજવા માટે આ લેખ ઉપયોગી હોવાથી તે “સુવર્ણમાળા” માંથી લીધે છે. લેખકનું નામ મળ્યું નથી.)
તેને સૌ પાગલ કહેતાં. તે કેણું હતું ને કયાંથી આવ્યા હતા, તે કોઈ જાણતું નહિ; પણ દીઠે સૌ તેને ઓળખતા. તેને માટે જાતજાતની વાત પ્રચલિત હતી. કેઈ કહેતું કે, એ જાદુગર છે. કોઈને મત પડતો કે, વ્હાલાને વિયોગમાં એનું મગજ સાવ ગયું છે. કેટલાક એમ કહેતા કે, તે શ્રીમંત છે પણ ગરીબીને ઢોંગ કરે છે. વળી કેટલાક તેને તદન મુફલીસ માનતા. ઘણાની નજરે એ ઉસ્તાદ ઉઠાવગીર લાગતો ને ગામના એક બે પિલીત સિપાઇઓ તેનીપર નજર પણ રાખતા. કેાઈને મત હતો કે એ તરંગી છે. તેની ઉદારતાની ઘણાને પિછાન થઈ હતી. ગામમાં બાળકો તે તેની પછવાડેજ ભમતાં હતાં, કારણ તેઓને પીપરમીંટ, અખરોટ, કાજુ કે એવું જ કંઈક મળ્યા કરતું. પાગલનાં ખીસ્સાં આ વસ્તુઓથી સદાએ ભરેલાં જ રહેતાં.
પણ એક વાત તો હું કહેતાંજ ભૂલી ગયે. કોઈ કોઈ વખત સ્મશાનમાંથી કે નદીકિનારેથી કે એવીજ કોઈ એકાંત જગાએથી મધ્યરાત્રિની શમશમાકાર નિરવ શાંતિમાં દિલના તાર હલાવે ને મૃત આત્માઓ પણ અનંત નિદ્રા ત્યાગે એવું અદ્ભુત સંગીત સંભળાતું. બીકણ લોક એ ગાન યક્ષણીઓ ને ડાકિનીઓ ગાય છે, એમ કહી ફફડી ઉઠતાં. માત્ર કઈક કઈક હિંમતવાન ગામડીઆએજ જાણતા કે એ ગાન ગાનાર પાગલ હતો.
+ +
+ એક સાંજે હું ફરવા નીકળ્યો. રાસ રમવા નીકળનાર બાળાઓની માફક સમીરલહરિઓ સ્વદે વિહરવા લાગી હતી. ગામબહાર થોડે છેટે ઉભેલા કોઈ ભૂતપૂર્વ વીરના સ્મારકચિકસમા એકાદ પાળીયા પાસે કેટલાક મોટા પથ્થરો પડ્યા હતા, એમાંના એક પર હું બેઠે; ને વિ. ચારવા લાગ્યો કે, બહારના પાગલ દેખાવ નીચે મનુષ્યજાતનું કોઈ બેમૂલું છુપું રત્ન તો નહિ હોય! કદાચ એમ પણ સંભવ છે કે એ ખરેખર બદમાસ પણ હોય. જે હોય તે તપાસ તે કરવીજ જોઈએ. આમ નિશ્ચય કરી મેં આસપાસ નજર ફેરવી,ખેતરથી પાછા વળતાં એક ખેડુતપર મારી દૃષ્ટિ પડી.
“એલા, હે...એ..એ અહીં આવ તો.” મેં હાક મારી. ખેડુ પાસે આવ્યો. “આ ગામમાં એક પાગલ રહે છે, તેને તું ઓળખે છે ?” મેં પૂછયું.
“પાગલ ! હા, હા, એ ગાંડીએ. એને કણ ન ઓળખે ! એનું કામ પડયું!” કહેતાંની સાથે જ તેના મોઢાપર હાસ્ય છવાયું: પણ મારા સભ્ય દેખાવપર નજર પડતાંજ તે પાછો ગંભીર થઈ ગયો.
“ખાસ કામ તે નહિ, પણ એ કયાં રહે છે તે મારે જાણવું છે. તને ખબર છે ?” મેં કહ્યું :
“હા, જુઓ આ પાછળ નદીની પેલી તરફ વડલો છે તેની પાછળ જે ઝુંપડી જેવું દેખાય છે ત્યાં રહે છે, પણ........ આ એજ આવે.” એમ કહી ખેડુતે ગામ તરફ દષ્ટિ કરી અને પછી ચાલતો થયો. - જે તરફ એણે દષ્ટિ કરી તે તરફથી એક માણસ ચાલ્યો આવતો હતો. એક—બે છોકરાં તેની, પછવાડે આવતાં હતાં. મુઠ્ઠી ભરી કાંઈક આપી તેમને વિદાય કરી એ પાળીયાની દિશામાં ચાલ્યો આવ્યો. પાસે આવ્યા પછી મેં તેને ધારીને જોયો.તેણે માથાપર એક ટકા જેમ તેમ બાંધ્યો હતે શરીરે ઘોળી કફની પહેરી હતી. તેનું મોટું લંબગોળ ને આકર્ષક હતું. બે બાબત એકદમ ધ્યાન ખેંચે તેવી હતી. એક તે તેના હોઠ આસપાસ રમી રહેલું મિત ને બીજી તેની દૂર-સુદૂર કાંઈક જોયા કરતી હોય તેવી ઘનઘેરી આંખો. તે સ્મિત બેજ માણસોમાં હોય છે. કાં કોઈ ગાંડામાં અથવા તે કઈ અવધૂતમાં.
તે ઝપાટાબંધ મારી પાસેથી પસાર થઈ ગયો. હું પણ તેની પાછળ ચાલ્યો. થોડી વાર ઝુંપડી આવી. તેમાં એ પેઠે.
“હું અંદર આવું ?” મેં વિવેકથી પ્રશ્ન કર્યો. - “આવે ને ભાઈ” જવાબ મળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com