________________
૩૭૬
મંત્રશાસ્ત્રની આલોચના કંઈ કહ્યું જ નહિ. આ ઘટનાને અહીં લખવાનું તાત્પર્ય એટલું છે કે, જ્યારે સંપ્રદાયના આચાર્યો પણ માનસિક દુર્બળતાને કારણે ગભરાઈ રૂઢિનું સન્માન કરી રહ્યા છે, ત્યારે મંત્ર સિદ્ધ કયાંથી થાય? જે અખંડ ધૈર્યવાન હોય, તેજ મંત્ર સિદ્ધ કરી શકે અને તેને સાચે આચાર્ય ગણી શકાય. આવા હાલ સર્વ સંપ્રદાયના આચાર્યોના છે ! જનાચાર્યો ઉપર પણ વામમાગી એને થોડે ઘણો પ્રભાવ પડી ગયો છે. કેટલાએ ગચ્છમાં જ્યારે નવીન આચાર્યને પટ્ટાભિષેક થાય છે, ત્યારે શ્રીપૂજ્ય કોઇને કોઇ દેવસ્થાન ઉપર જઈ તેલ ચઢાવે છે. તપગચ્છના શ્રીપૂજ્ય મઘરવાડા (ગુજરાત) જઈ મણિભદ્રની મૂર્તિને તેલ ચઢાવે છે. મંડેબરા ખતરગચ્છના શ્રીપૂજ્ય મંડોર (જોધપુર સ્ટેટ) જઈ ભૈરવને તેલ ચઢાવે છે. લાપસી વગેરે કરી પૂજારી વગેરેને પ્રસાદી જમાડે છે. તેવી જ રીતે ગુર્જરીય લુકેગના શ્રીપ્રાય સેનારાય ભરવને તેલ અને પ્રસાદ ચઢાવે છે. પરંતુ આ પ્રમાણે કરવાની કેઇ જન શાસ્ત્રની આજ્ઞા નથી. આ પ્રથા આધુનિક છે, અજ્ઞાનસૂચક છે. મારા કહેવાનો ભાવાર્થ એ છે કે, ભારતીય જનતામાંથી મંત્રશાસ્ત્ર જાણનારા ઘટી ગયા છે અને અહિક કામનાઓને અભિલાષી વર્ગ વૃદ્ધિ પામ્યો છે. માંત્રિક સ્વયં મંત્રસ્વરૂપ બની દેવતાઓને પોતાના આજ્ઞાકારી બનાવવાનું ભૂલી ગયા છે અને ખુદ પેાતે આજ્ઞાકારી બની બેઠા છે.
ગુરુકુળ કાંગડીમાં રાજેન્દ્રબાબુએ અધ્યક્ષપદેથી આપેલા ભાષણમાંથી થોડાક ફકરા
(નવજીવન તા-૨૭-૩-૧૭ ના અંકમાંથી) “પાશ્ચાત્ય જ્ઞાનવિજ્ઞાનને જો એમ મારું કહેવું નથી, પણ એ જ્ઞાનવિજ્ઞાનને લોકહિતકારી બનાવવા અને તેને અનુકુળ મનોવૃત્તિ રાખવી; પરંતુ જ્યાં સુધી આપણી ભાગ અને વિલાસની પ્રવૃત્તિ ઉચિત સીમામાં મર્યાદિત ન થાય, ત્યાં સુધી યમનિયમની કઠણ સાધનાથી આપણે દક્યિનિગ્રહ ન કરીએ, જ્યાં સુધી ત્યાગ અને સેવાથી આત્માને પુટ ન કરીએ ત્યાંસુધી જ્ઞાન અને વિજ્ઞાનને લોકહિતકર કરવા અશક્ય છે. આપણાં ગુરુકલો અને રાષ્ટ્રીય વિદ્યાલયોને ઉદેશ એ હોવો જોઈએ કે આવશ્યક જ્ઞાનવિજ્ઞાનની ચર્ચા અને સંપ્રદાયની સાથેસાથે આપણને આમનિગ્રહ, ત્યાગ અને સેવાની દીક્ષા આપે.”
“ભારતની કોઈપણ સંસ્થા રાષ્ટ્રીય અથવા ભારતીય કહેવડાવવાને માટે અધિકાર ત્યારેજ રાખી શકે કે જે તે પોતાના વિદ્યાર્થીઓને ભારતવર્ષની વર્તમાન સ્થિતિનો, આવશ્યક હીનતા અને દીનતાનો-દુઃખદારિદ્યને અનુભવ કરાવે છે એ દુ:ખદારિઘ દૂર કરવાનો, દેશની દુર્બળતા દૂર કરવાનો, વિખરાયેલી શક્તિને સંચય કરવાનો અને નવજીવન સંચાર કરવાનો માર્ગ બતાવે અને તે માર્ગ પર સંકલ્પ, સાહસ, દઢતા અને એકાગ્રતાની સાથે ચાલવાની યોગ્યતા વિધાથી એમાં ઉત્પન્ન કરે..........૧૯૨૧માં વસ્તીના ૯૦ ટકા માણસે ગામડામાં રહેનારા હતા, અને ૧૮૯૧થી ૧૯૨૧ સુધીમાં ગ્રામવાસી વસ્તીનું પ્રમાણ એકડે એક ટકા વધ્યું છે. ક્રમ જારી રહ્યો તે ભારતીય લેકેને નગરવાસી બની જવાને માટે ત્રણ હજાર વર્ષ જોઇએ. આ કારણે આપણે એ વસ્તુ સ્વીકારવી જોઈએ, ગ્રામ અને ગ્રામીણ જીવનજ ભારતવર્ષની સભ્યતાને આધાર માનીને આપણે આપણી શિક્ષણશેલી નિર્માણ કરવી જોઈએ.”
આજે મેટ્રિક્યુલેટો અને ગ્રેજ્યુએટોની વીસ-પચીસની મામુલી નોકરી માટે સેંકડે અને હજારો અરજીઓ થતી આપણે જાણીએ છીએ. સરકારી શિક્ષાલમાં ભણવાથી નોકરી મળી જ શકે છે. એ દા તે મિથ્યા છે. સરકારી વિદ્યાલયનો, સરકારી શિક્ષણપદ્ધતિના મોટામાં મોટા અને કટ્ટામાં કટ્ટા પક્ષપાતીઓને હું પૂછું છું કે, શું તેઓ બતાવી શકે છે કે ત્યાં કેળવાયેલા બધા વિદ્યાર્થીઓને નોકરી મળી જ જાય છે અથવા તેમની રોટલીને સવાલ ટળી જાય છે? જો તેમ ન હોય તે શા સારૂ આપણને પૂછવામાં આવે છે કે, રાષ્ટ્રીય શિક્ષાલય-ગુરુકુલે સુદ્ધાં-ના વિદ્યાર્થીએનું ભવિષ્યમાં શું થશે ? બંને ઠેકાણે રેટીને સવાલ સરખોજ મુશ્કેલ હોય તો લેકે રાષ્ટ્રીય વિદ્યાલયને શા સારૂ નથી અપનાવતા ? કારણ આમાંથી નીકળીને તે વિદ્યાર્થીઓને રાષ્ટ્રસેવા અને સમાજસેવાને અવસર મળશે, જ્યારે સરકારી વિદ્યાલયમાં રહીને તે સરકારી ચક્કી ચલાવવાની છે, સરકારને ગુલામીનું રાજ્ય કાયમ રાખવામાં મદદ કરવાની છે.”
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat