________________
મંત્રશાસ્ત્રની આલોચના
૩૭૫ ' અર્થાત ચતુર, જિતેંદ્રિય, બુદ્ધિમાન, શાંત, અધી, સત્યવાદી, નિર્લોભી, કપટ, અહંકાર અને અભિમાનથી રહિત, દયાયુક્ત, પરસ્ત્રીત્યાગી, જિતેંદ્ર અને ગુરુભક્ત હોય તેજ શિષ્ય મંત્રદાનને યોગ્ય છે. આ પ્રકારે બીજી કેટલીએ મહત્ત્વપૂર્ણ બાબત છે કે જેની ઉપેક્ષાથી મંત્રશાસ્ત્રની અવનતિ થઈ રહી છે. - તંત્રગ્રંથના કર્તા માંત્રિકે એ આ શાસ્ત્રની ઉત્પત્તિ શિવજીથી થઈ છે, એમ બતાવ્યું છે. કલ્પગ્રંથના કતાં માંત્રિકોએ એની ઉત્પત્તિ “ પૂર્વધર” થી થઈ છે, એમ માન્યું છે; અને આ વિદ્યાના અધિકારીતરીકે ફક્ત ત્યાગી વર્ગને ગણ્યો છે. વેદના મંત્રવિભાગના જે મંત્રો સંહિતા
તેના સંબંધમાં અનેક મત છે. કેટલાક તેને બ્રહ્માના મુખમાંથી નીકળેલા માને છે, તે કેટલાક તેને અનાદિ કહે છે. કેટલાક ઋષિપ્રણીત કહે છે, તો કેટલાક તેને અવિદ્યાત્મક માને છે. આ રીતે મંત્રશાસ્ત્રની ઉત્પત્તિવિષે અનેક મત છે; તથાપિ એટલું નિર્વિવાદ સિદ્ધ છે કે, ભારતની ઉન્નતિના પૂર્ણ વિકાસ સમયે આ વિદ્યા પ્રચલિત હતી. પછીથી વિદ્યાધર આદિ કુલેમાં પહોંચી. અંતમાં તેનાં અનેક રૂપાંતર થયાં અને આજે તે ભિન્ન ભિન્ન દશામાં યત્કિંચિત અવશેષ રહી ગઈ છે.
આજકાલ માંત્રિક કહેવડાવનારાઓ મંત્રાધિષ્ઠાયક દેવતાના દાસ બની પૂજા-સ્તુતિ-ભક્તિ કરે છે અને દેવતાઓને પ્રસન્ન કરવા ચાહે છે; પરંતુ ત્યાગીવર્ગ આ પ્રમાણે નહોતો કરતો. ત્યાગી મંત્રાક્ષરોને જપ અવશ્ય કરતા હતા, પરંતુ મંત્રાક્ષરોના સર્વ વર્ણન લોમ-વિલોમ સન્નિપાત કરી તે મંત્ર સ્વરૂપ બની જતા અને તેથી તેમની તપશ્ચર્યા અને એકાગ્રતાથી આત્મિક સ્વરૂપ પ્રગટ થવાને લીધે--મંત્રાધિષ્ઠાયક દેવતા સ્વયં આવી તેમની સેવાભક્તિ કરવા લાગી જતા અને તેમને જ આધીન રહેતા. જે કાર્યમાં તેમની ઇચ્છા જણાતી તે કાર્ય તેમના કહ્યા વગર દેવતાઓ સ્વયં કરી નાખતા. આ બાબત બહુ ઉચ્ચ કોટિની છે. આવા મહાત્માઓને માટે લખ્યું છે કે, લેવા તે નમરચારિત ચર્ચ ધર્મરાવ:” આ પ્રકારે તંત્રોમાં પણ લખ્યું છે કે –
दैवाधीनं जगत्सर्व मन्त्राधीनश्च देवता ।
ते मन्त्रा: ब्राह्मणाधीनाः तस्मात् ब्राह्मणदेवताः ॥ તેની મતલબ એ છે કે, મંત્રને આધીન મંત્રાધિષ્ઠાયક દેવતા છે અને તે મંત્ર બ્રહ્મજ્ઞાની (આત્મજ્ઞાની) મહાપુરુષોને આધીન છે, તેથી આત્મજ્ઞાની મહાપુરુષ સ્વયમેવ સાક્ષાત દેવસ્વરૂપ છે. તેને અન્ય દેવતાઓની ઉપાસના કરવાની કંઈ જરૂર રહેતી નથી. કેટલાએક બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલાએ લોકનો આશય સમજ્યા વગર એમ કહેવા મંડી પડે છે કે, અમે બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા છીએ, માટે અમે સર્વ બ્રાહ્મણ દેવતા છીએ; પણ આ પ્રમાણે કહેવાથી કંઈ તેઓ દેવતાઓ થઈ શકતા નથી. વળી ઉપલા લોકમાં જે બ્રાહ્મણ શબ્દ છે તે જાતિવિશેષ નહિ, પણ ગુણવિશેષ છે. જે અધ્યાત્મવિદ્યાનો જ્ઞાતા હોય તેજ મંત્ર સિદ્ધ કરી શકે છે. કાશ્મીર સંપ્રદાયી માંત્રિક સરસ્વતીના ઉપાસક હોય છે. “મુર્ણ પ્રણા ચહ્ય: સા સરવર્ત” એ સરસ્વતી શબ્દની વ્યુત્પત્તિ છે. અહેમુખપત્રમાં વાસ કરનારી, ભગવદુવાણીનું નામ જ સરસ્વતી છે. તે સાત્વિક ઉપાસના છે. તે સિદ્ધિ અને મુક્તિદાતા છે. રાજસ અને તામસ ઉપાસના કરવાથી લૌકિક કાર્ય થઈ જાય, પણ પરલોકસિદ્ધિ નથી થતી, પરંતુ કલિકાલને મહિમા અગમ અને અપાર છે. ભારતીય સંપ્રદાયોના આચાર્યોએ પણ મેહમાં ફસી આવી ઉપાસના કરવાનો પ્રારંભ કર્યો છે. સર્વસંગપરિયાગી સંન્યાસીઓ પણ માયાદેવીની ઉપાસના કરવા મંડયા છે. એક દિવસ એક ભારતપ્રસિદ્ધ મઠાધીશ આચાર્યને હું મળવા ગયો. તે સમયે તે અનેક બ્રાહ્મણે સાથે દેવપૂજા કરી રહ્યા હતા. હું ત્યાંજ બેસી ગયે. પૂજા સમાપ્ત થયા પછી તેમની સાથે બહુ જ્ઞાનગોષ્ટિ થઈ. તેઓ અંગ્રેજી અને સંસ્કૃતના મહાન વિદ્વાન હતા. મેં પૂછ્યું:-“ સ્વામીજી ! આપ સંન્યાસીઓના આ ચાર્યું છે. આપના શાસ્ત્રમાં સંન્યાસીઓ માટે કર્મ કરવાનો નિષેધ ગણાયેલો છે અને આપ ખુદ પૂજા આદિ કામ્યકર્મ કરી રહ્યા છો એમ કેમ ? ” ઉત્તરમાં તેમણે કહ્યું કે, “આપનું કહેવું યથાર્થ છે. શાસ્ત્રની આજ્ઞા એવીજ છે, પણ મઠાધીશ આચાર્ય માટે એ પ્રમાણે કરવાની પર, પરાથી રીતિ છે અને તે રીતિ એક પ્રકારની રૂઢિ બની ગઈ છે. તેને જે અમે છેડી દઇએ, તો અમારા ભક્ત અમને નાસ્તિક કહે, એ ભયને લઈને અમારે આ કરવું પડે છે.” પછી મેં તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com