________________
૩૫૬
હિંદુઓની સચ્ચાઈ કામકાજ અને બીજા લૌકિક વિષયોથી તેઓ અપરિચિત હોય છે.” આ તો તેમણે પંડિત વિષે કહ્યું, પણ ભારતવાસીઓ માટે તેમણે લખ્યું છે કે, “તેઓ શિષ્ટાચારી, સભ્ય, બુદ્ધિમાન, ઉદારતા અને નિયમોનું અનુસરણ કરવાવાળા હોય છે.”
(૧૩) કર્નલ સ્લીમેન ધર્તવૃત્તિ અટકાવવા માટે હિન્દુસ્થાનમાં ઘણાં વર્ષો સુધી કમીનતરીકે રહ્યા. તેમણે “મારું ભ્રમણ” (માય રેબલ્સ ) નામનું એક પુસ્તક લખ્યું અને સને ૧૮૪૪ માં પ્રકટ કર્યું. તેમાં ભારતવાસીઓની ખરી સ્થિતિ વર્ણવવામાં આવી છે. સ્કીમન સાહેબ પોતે સત્યપ્રિય હતા. આ પુસ્તકમાંથી છેક નીચે આપવામાં આવે છે.
* “ગ્રામવાસીઓમાં અસત્યને અંશમાત્ર પણ નથી. તેઓ અસત્ય વદવાનું તથા છેતરવાનું જાણતા નથી. અસભ્ય ભીલેમાંના કેટલાક તે એવા છે, કે જેઓ અસત્ય કદી નહિ ઉચારે અને ચાહે તેવા મનુષ્યની હત્યા કરતાં સંકોચ નહિ પામે. ગામમાં પિંપળાનું ઝાડ હોય છે. હિંદુઓ આ ઝાડને પવિત્ર માને છે. તેઓ કહે છે કે, આ ઝાડમાં અમારા દેવ રહે છે. કોઈપણ ગામવાસી આ ઝાડ નીચે ઉભે રહી અસત્ય ભાષણ નહિ કરે. ગામ પંચાયતોમાં સર્વ મનુષ્યો સત્ય વદે છે. મારી પાસે સેંકડો એવા મનુષ્યો આવ્યા હતા, કે જે અસત્ય વદવાથી અપરાધમુક્ત બનતા હતા અને તેમના ધનની અને પ્રાણની રક્ષા થતી હતી; પણ તેમણે અસત્ય બોલવાને અસ્વીકાર કર્યો. જે મનુષ્ય શહેરની અદાલતમાં આવી અસત્ય બોલે છે, તેઓ પણ ગામપંચાયતોમાં કદાપિ અસત્ય બોલતા નથી. જે તેમના હાથમાં ગંગાજળ રાખવામાં આવે અથવા તે તેમને તેમના દેવના સોગંદ આપવામાં આવે તો તે લોકો કદાપિ અસત્ય નહિજ બોલે.”
(૧૪) માંટ રુઅટ એલ્ફિન્સ્ટન સાહેબ પિતાના “ભારતના ઇતિહાસ” માં લખે છે કે, જ અમારાં મોટાં મોટાં શહેરોમાં જેવા લુચ્ચાલફંગા મન મળે છે તેવા હિંદુઓમાં નથી. ગામોમાં પ્રાયઃ સર્વ મનુષ્યો ભલાજ હોય છે. પાડોશીઓની સાથે તેઓ નેહપૂર્ણ વ્યવહાર રાખે છે, બીજાઓની સાથે પણ તેઓ અસદુવ્યવહાર રાખતા નથી. ભારતવર્ષમાં ગે અને ડાકુનાં પાપકાર્યોની ગણત્રી કરીએ તોપણ ઇગ્લેંડમાં જેટલા અપરાધે થાય છે તેટલી સંખ્યામાં નથી થતા. હિંદઓ સરળ અને સાચા છે. તેઓ કેદીઓ પ્રત્યે જેટલી દયા બતાવે છે તેટલી દયા એશિયામાં કોઈપણ બીજી જાત બતાવતી નથી. તેઓ વ્યભિચારી નથી. આ વાતને લીધે તેનું સ્થાન બીજા દશે કરતાં અવશ્ય ઉચ્ચ છે. તેને શુદ્ધ ચારિત્રયથી અમને પણ ધડે મળે છે.”
(૧૫) હિંદના આદિગવર્નર જનરલ વૅરનહેસ્ટિંગ્સ સાહેબ લખે છે કે:-“હિંદુઓ સજજન છે. તેઓ બીજાઓ ઉપર દયા કરે છે. જે કઈ તેમના પર ઉપકાર કરે છે તો તેઓ કૃતજ્ઞ થાય છે. જો કે તેઓની સાથે બુરાઇ કરે તો પણ તેનો બદલો લેવા અન્ય દેશવાસીએ એટલે દરજે ઉક્ત થાય છે તેટલે દરજજે તે તેઓ ઉદ્યક્ત નથી થતા. તેઓ સ્વામીભક્ત હોય છે. સર્વ સાથે એક રાખે છે. રાજાસાનું કદાપિ ઉલ્લંઘન નથી કરતા.”
(૧૬) બિશપ હેબર લખે છે કે, “હિંદુ લોકે વીર, સભ્ય અને બુદ્ધિમાન છે. વિદ્યા અને સુધારા પર બહુ પ્રેમ રાખે છે. તેઓ ગંભીર અને મિલનસાર છે. માતાપિતાની સેવા કરે છે. સદા ધર્મ અને શિષ્ટાચારથી કામ લે છે. જે તેઓ સાથે થોડી પણ દયાથી વ્યવહારમાં ચલાવવામાં આવે તો તેઓ મોટી કૃતજ્ઞતા પ્રકટ કરે છે. આ હિંદુઓ જેવા મનુષ્યો મેં કદી પણ જોયા નથી.”
(૧૭) પ્રાફ્ટર મેદસમૂલર લખે છે કે, “હું વીસ વર્ષો થયાં હિંદુઓના એટલા બધા પરિચયમાં આવ્યો છું કે જે તેમનામાં કોઈ કુટેવ હોય તો તે પણ મારાથી છાની ન રહે.
જ્યારે તેઓ પરસ્પર એવા અંગ્રેજ સાથે વાદવિવાદ કરે છે, ત્યારે તેઓ સર્વ સત્ય બોલવાની ચેષ્ટા કરે છે અને ઉદારતાપૂર્વક અન્ય સાથે વર્તે છે. મેં યુરોપ અને અમેરિકાના લોકોમાં આવો સદવ્યવહાર નથી દીઠો. તેઓના તર્કમાં ઉદ્ધતાઈ ન હતી, પ્રત્યુત સહનશીલતા રહેતા હતા. હું એમ પણ કહું છું કે, જ્યારે સંસ્કૃતજ્ઞ આંગ્લ વિદ્વાન તેમને “અસભ્ય’ કહી મેણાં મારતે હાય, વા દુર્વા શબ્દ બેલતો હોય (જે દુર્વાચ્ય શબ્દોને લીધે તેની પિતાની અનભિજ્ઞતા અને શિક્ષાગુટિ પ્રકટ થાય છે કે ત્યારે તે મનુષ્યોને આશ્ચર્ય થતું. જ્યારે તેઓ ભૂલ કરતા ત્યારે પિતાને અપરાધ કબૂલ કરવા તત્પર રહેતા. જ્યારે તેમ પિતાને આંગ્લ મિત્રોની સાથે કદીપણ તાડ કરતા નહિ. તેઓ પોતાની વાત સાચી કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com