________________
'હિંદુઓની સચ્ચાઈ
હ૫૫ પોતાના કોષરક્ષણને માટે તાળાંએાની આવશ્યક્તા નથી પડતી.”
(૩) ઇસ્વીસન પૂર્વે દ્વિતીય શતાબ્દીમાં થયેલો એરિયન લખે છે કે –“હિંદુસ્તાનમાં ગામો અને શહેરની સ્થિતિ જાણવા માટે નિરીક્ષકે નીમવામાં આવે છે. તેઓ સ્થાનની મુલાકાત લઈ સત્ય હેવાલ રાજા પાસે રજુ કરે છે. અસત્ય બોલવાનો આરોપ કદાપિ કોઈ પણ ભારતવાસીપર મૂકવામાં આવ્યો નથી.”
(૪) હું એન સાંગ એક ચીની યાત્રી હતા. તે સાતમી શતાબ્દીમાં બૌદ્ધધર્મનું અધ્યયન કરવા ભારતવર્ષમાં આવ્યો હતો. તે લખે છે કે:-“ભારતવાસીઓમાં સચ્ચાઈ અને ઈમાનદારી એ બે મોટા ગુણો છે. તેઓ કેઇનું પણ ધન અન્યાયથી નથી લેતા. તેના રાજ્યશાસનમાં સત્ય પ્રધાનપદ ભોગવે છે. ”
(૫) ભારતવર્ષપર સર્વથી પ્રથમ પિતાનું આધિપત્ય સ્થાપનાર મુસલમાનોની પણ આ વિવયમાં જે સંમતિ છે તે અગીઆરમી શતાબ્દીમાં થયેલા ઇસી નામે મુસલમાન લેખકના પુસ્તકમાં આપેલી છે. તેને સારાંશ આ છે –“ હિંદુઓ ન્યાયપરાયણું છે. તેઓ ન્યાયપથથી કદાપિ વિચલિત થતા નથી. પોતાના આ ગુણોને લીધે તેઓ એટલા બધા પ્રસિદ્ધ છે કે તેમના દેશમાં સર્વ દેશના અનેક મનુષ્યો આવે છે.”
() તેરમી શતાબ્દીમાં માપેલો નામે યાત્રી ભારતવર્ષમાં આવેલો હતો. તે કહે છે કે, “ભારતવાસીઓ આખા જગતમાં શ્રેષ્ઠ વ્યાપારીઓ છે. તેઓ મહાસત્યનિષ્ઠ છે. કોઈ પણ ચીજની લાલચથી તેઓ કદાપિ અસત્ય ભાષણ નથી કરતા.”
(૭) ચૌદમી શતાબ્દીમાં થયેલો કાયર નસ નામક ઈસાઈ ભિક્ષુક લખે છે કે, “દક્ષિણ અને પશ્ચિમ હિંદમાં રહેવાવાળા મનુષ્યો મહાસત્યવક્તા અને ન્યાયપ્રિય છે.”
(૮) પંદરમી શતાબ્દીમાં કમાલુદ્દીન અબદુલ રઝાક સમરકદી ખુતનનરેશના પ્રતિનિધિતરીકે કાલીકટ અને વિદ્યાનગરના દરબારમાં આવ્યા હતા. તે લખે છે કે, “ આ દેશમાં
૧માં ) વ્યાપારીઓ અને દુકાનદારો ખૂબ મોજમજાહ ભોગવે છે. અહીં ચોરીનો ભય નથી.”
(૯) સોળમી શતાબ્દીમાં અકબર બાદશાહનો વજીર અબુલફજલ આઈન-ઈ-અકબરીમાં લખે છે કે, “હિંદુઓ મોટા ધાર્મિક, શિષ્ટાચારી, પ્રસન્નતા અને ન્યાયપરાયણ છે. તેઓ વધુ પ્રમાણમાં હળવું મળવું પસંદ નથી કરતા.
પિતાના કાર્યમાં સર્વ કુશળ હોય છે. સર્વ સત્યપથ ગ્રહણ કરે છે. તેઓ અન્યના ઉપકારોનું વિસ્મરણ નથી કરતા. પિતાના ઉપકારીઓ પ્રત્યે તેઓ બહુ કૃતજ્ઞ હેય છે. તેઓ અત્યંત સ્વામીભક્ત હોય છે. હિંદુસૈનિક તે સમરાંગણમાંથી ભાગી જવાનું શીખેજ નથી.”
(૧૦) પાછલા સમયમાં હિંદુઓનો પ્રેમ મુસલમાનો તરફ પણ એવો જ હતો. કર્નલ સ્લીમેન લખે છે કે, “મેં સલામત અલ્લી નામે એક મહાપ્રતિષ્ઠિત મુસલમાન અફસર સાથે વાતચીત કરી. તેણે કહ્યું કે, મુસલમાનોમાં ૭૨ ફિરકાઓ છે. દરેક ફિરકાને આદમી પોતાનાજ ફિરકાવાળાઓ સાથે રહેવાનું પસંદ કરે છે. હિંદુઓ એવા નથી. તેઓ મુસલમાન સાથે પણ રહેવાનું પસંદ કરે છે. ”
(૧૧) સર જોન માલ્કમ સાહેબ લખે છે કે:-“ હું નિશ્ચયપૂર્વક કહી શકું છું કે, હિંદુઓમાં અસત્ય ભાષણ કરવાની ટેવ જ નથી. જે તેઓ જૂઠું બોલે છે તે બીકથી વા કેવળ નહિ સમજવાથી. જે તેઓને વાત સમજાવી દેવામાં આવે તે તેઓ કદાપિ અસત્ય બેલશે નહિ.”
(૧૨) પ્રોફેસર વિલ્સને હિંદુઓની સત્યપ્રિયતા અને તેમના વ્યવહારની મહાપ્રશંસા કરી છે. તે લખે છે કે, “હું કલકત્તાની ટંકશાળમાં હિંદુ કારીગરો સાથે ઘણે વખત રહ્યો છું. હું તેઓની સ્થિતિ સંપૂર્ણ રીતે જાણું છું. તેઓ ઘણુ મળતીયા, હસમુખા અને સ્વામીભક્ત હોય છે. તેઓ દારૂ નથી પીતા, નથી ટંટા ફસાદ કરતા કે નથી સ્વામીની આજ્ઞાને અવરોધ કરતા. તેઓ સ્વકાર્યમાં ઘણું કુશળ હોય છે. જ્યારે તેઓ કોઈને વિશ્વાસ કરે છે, ત્યારે પિતાનું હૃદય તેની પાસે ખાલી કરે છે. ” વિલ્સન સાહેબ હિંદુ પંડિતોના સહવાસમાં પણ આવ્યા હતા, કારણ કે તેઓ તેમની પાસેથી સંસ્કૃત ભાષા શીખ્યા હતા. પંડિતોના વિષયમાં પણ તે લખે છે કે તેઓ પરિશ્રમી, બુદ્ધિમાન, પ્રસન્નચિત્ત અને સરળ હૃદયના હોય છે. તેઓ બાળક જેવા સરળ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com