________________
A
૩૫ર
આત્મજ્ઞાન અથવા “આપણે કોણ?' પણ એ ધ્યેય કેવી રીતે સાધવું આ સવાલ બાકી રહે છે અને આ પ્રશ્ન યોગ્ય રીતે જે વખતે માણસ ઉકેલી શકશે, તે વખતે આપણું આ જગતપરનું જીવનકાર્ય કર્યું તેનો નિશ્ચય કરી શકશે.
' આત્મસ્વરૂપને ઓળખવું, સર્વ ભૂત એક આત્મા છે આ તેને અનુભવ કરે એજ માસનું અંતિમ ધ્યેય છે. આ વાત પાશ્ચાત્ય કે પૂર્વના સઘળા વિદ્વાન આજે કબૂલ કરે છે. પરમેશ્વર છેજ નહિ આવા નાસ્તિક વિચારો પ્રગટ કરનારા ડાહ્યા આજે પણ નથી એમ નથી; અને આ વિચારો નવીન પણ નથી. અધ્યાત્મજ્ઞાનને જે વખતથી ઉદય થયે, તે સાથેજ આ નાસ્તિક તત્ત્વજ્ઞાન પણ ઉત્પન્ન થએલ છે. ગુલાબના ફુલને તેની સુંદર પાંખડીએના નીચેજ કાંટા હોય છે. આ કાંટા જેમ ગુલાબને છેડીને જતા નથી, તે મુજબ માનવીના ધ્યેયને નિર્ણય કરનારા તત્ત્વજ્ઞાન સાથે ચોંટી રહેલા આ નાસ્તિક વિચારો કેઈએ પ્રકાશિત કર્યા હોય તો તે માટે બેટું લગાડવાનું કોઈ કારણ નથી.
માણસની વૃત્તિ હિમુખ હોય ત્યારે તેના વર્તનને પિષક હોય એવું આ તત્વજ્ઞાન વાંચીને છેડે વખત તેને સમાધાન થાય, પણ તે સમાધાન કાયમ ટકનારું નહિ. માણસ તુરત અંતમુખ થાય છે. વિષયની ક્ષણભંગુરતા તેના જાણવામાં આવેલી હોય છે. સુખના ઉપભોગ કરતાં તૃણછે અને હાજાને છેદ ઝપાટાથી વધતો જાય છે, એનો અનુભવ તેને આવેલા હોય છે. આ વખતે નાસ્તિકવાદીઓનું તત્ત્વજ્ઞાન સમાજમાં મૂળ ધાલી બેસશે અને કાઈક વખતે તેનું વૃક્ષ થશે, એવી જરાપણ ભીતિ રાખવાનું કારણ નથી. એ તત્વજ્ઞાન લેલું હોય છે. માનવનીતિનો ઇતિહાસ આ વાત કહેતે આવ્યો છે, તેથી આવા મિથ્યાવાદીના તત્વજ્ઞાન માટે વિચાર કરો એટલે ફોગટ કાળક્ષેપ કરવા જેવું છે.
આત્મસ્વરૂ૫ ઓળખવું એજ માનવીને સાચો ધર્મ એવું મનમાં નિશ્ચિત થયા પછી તે કેમ આચારમાં મૂકે એનો વિચાર કર એજ શ્રેયસ્કર છે.
ધર્મનાં બે અંગ માની શકાય. એક તો એ ધર્મનું તત્વજ્ઞાન અને બીજું તે તત્ત્વજ્ઞાન પ્રત્યક્ષ આચારમાં મૂકવા માટે કરી આપેલ નિયમ. જગતમાંના જુદા જુદા ધર્મોમાં જે બ્રાહ્મવિધિ નિર્માણ થયા, તેનો મૂળ ઉદ્દેશ આજ હતો. આ બ્રાહ્મવિધિ શુદ્ધ બુદ્ધિથી આચરણમાં મૂકવા એદહેજ તે નીતિ. ધર્મ એટલે અંતિમ તત્ત્વજ્ઞાનનું ધ્યેય અને નીતિ એટલે એ ધ્યેય સાધવાને માટે મનુષ્યોએ પિતાના પ્રત્યક્ષ વ્યવહારમાં રાખેલું વર્તન. ધ્રુવજીની જેમ અચલ અને નિષ્કપ બેય સામે રહ્યા વિના માણસની સંસારસાગરમાંની આ નૌકા સુરક્ષિત ચાલવી એ શક્ય નથી. નાવિક ગમે તેટલો કશળ હોય, પણ હોકાયંત્રની સહાયવિના હું મારી નૌકા ચલાવીશ આ તેને ફારસ કોગટ છે.
માનવજીવનનું સાર્થક કરવાને આવી રીતે ધર્મ અને નીતિ એ બને અત્યાવશ્યક છે. ધર્મનો નાશ થવા લાગ્યા, સમાજનું સંગઠન તૂટવા લાગ્યું, સાધુ પુરુષોની હેરાનગતિ થવા લાગી, દુષ્ટાનું જોર વધવા માંડયું, આવું જે જે વખતે કહેવાય; ત્યારે ધર્મ અને નીતિને ફારગતી. અપાઈ છે, એજ તેમાંથી અર્થ નીકળે છે.
હોકાયંત્ર તેની જગા ઉપર છે, પણ આગબોટને કેપ્ટન દારૂના નિશાને લીધે ઠેકાણા ઉપર ન હોય. તો હોકાયંત્ર શું કરી શકશે ? જગતમાં પ્રચલિત છે એવા સઘળા ધર્મોની અત્યારે આવીજ દશા થઈ છે. ધ્યેયની બાબતમાં કોઈને મતભેદ નથી, પણ આ એય સાધ્ય કરવાને માટે જે બાહ્યવિધિ એટલે નીતિ, જે આચરણ માણસે રાખવું જોઈએ, તેનું યોગ્ય જ્ઞાન નહિ હોવાથીજ આજે માનવીઓમાં જુદી જુદી તકરારો, ષ, તિરસ્કાર, અસહિષ્ણુતા વગેરે દુર્ગુણેનું જોર વધ્યું છે. જ ભૂતમાત્રમાં એક આત્મા છે, સધળી માનવજાતિ એકજ પરમાત્માનાં બાળકો છે, જ્યારે આ વાત ખરી છે ત્યારે આ વિચારને અનુસરીને માનવજાતિએ પરસ્પર વતન ન રાખવું જેઇએ ? આ આચરણને અમલમાં લાવવાને સઘળા ધર્મમાંના તાંત્રિક બાહ્ય વિધિને સંકેલી મૂકવા જોઈએ. આ તાંત્રિક બાહ્ય વિધિને આચારમાં મૂકવા એટલેજ ધર્મનું પાલન થાય છે. આ દુષ્ટ કલ્પનાએજ મનુષ્યના અત્યંત હિતનું નખેદ વાળ્યું છે ! આ બાધવિધિ ઉપરથી માણસનું મન જેટલું પાછળ ખેંચાશે, એટલે તેટલો તે પિતાના ધ્યેયની નજીક જશે, એમાં શંકા નથી. મનુષ્યનું આત્યંતિક કલ્યાણ સાધવાને સહાયભૂત થાય એવાજ બાહ્ય આચાર હોવા જોઇએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com