________________
૩૫૧
આત્મજ્ઞાન અથવા “આપણે કોણ? આત્મજ્ઞાન અથવા “આપણે કોણ?”
(લેખક:-બાલકવિ-વિશ્વતિ ” સં. ૧૯૮૨ ના ફાગણ માસના અંકમાંથી)
સુખ મેળવવા માટે મથતા રહેવું એ મનુષ્યનું જીવનકાર્ય નથી. પણ “આપણે કોણ?” એ જાણવું તેજ મનુષ્યનું સાચું ધ્યેય હોઈ શકે. સઘળા પ્રાણીઓમાં વસવા છતાં તે પરમાત્મા મારા અંતઃકરણમાં પણ વસેલ છે, તે જ પ્રમાણે સઘળા પ્રાણીમાત્રમાં પણ હું છું અને મારામાં સર્વ ભૂતમાત્ર છે (સર્વભૂતીકારમાનં સર્વે મુતાનિવાલ્મનિ). આ બાબતને અનુભવ લેવો એજ દરેક માનવીનું કર્તવ્ય છે. આ તત્ત્વનો જેને સાક્ષાત્કાર થાય, તેના હાથે સર્વ પ્રાણનું હિત જેનાથી સધાય એવાં જ કામો થાય છે. આખા જગત તરફ આત્મૌપમ્ય દષ્ટિથી જોનારને આ સહજ સ્વભાવ બને છે. પછી ભૂતમાત્ર ઉપર પ્રેમ કર, અગર તો પ્રાણીમાત્રનું કલ્યાણ કરનાર કાર્ય કર એવું તેને કહેવાની અગત્ય રહેતી નથી.
જ્ઞાનપ્રાપ્તિ થયા પછી તેને પોતાને માટે કરવાનું એવું કાંઈ રહેતું નથી. તોપણ સાચે જ્ઞાની પુરુષ હાથપગ જોડીને કોઈ દિવસ બેઠા રહે એ બનવું શકય નથી. કર્મ સાથે મારે કાંઈ લેવા દેવા નથી, હું તો સંન્યાસી થયો છું, એવું કહેનાર પુરુષોએ સંન્યાસીના વેષમાં રહીને પ્રાણમાત્રનું પરમ હિત સધાય એવાં કાર્યો આજન્મ કર્યા છે.
હજારો માણસમાં “ આપણે કોણ?' એવું જાણવાની ઇચ્છા કેઇકને જ થાય છે અને તે સિદ્ધિ મેળવવાનેજ પ્રયત્ન કરતો થાય છે. એવા પ્રયત્નો કરનારાઓમાંથી કેાઈકજ મને આવી મળે છે એવું ભગવાને કહ્યું છે. આવા આ અ૫ માણસમાંથી આત્મજ્ઞાન થયા પછી કર્મનો બધી રીતે ત્યાગ કરીને જંગલમાં જઈ વસનારો કાઈ હોય તે અપવાદતરીકે તેના તરફ ધ્યાન આપવામાં કાંઈ હાંસલ નથી. આત્મજ્ઞાન થયા પછી જ્ઞાની મહાત્માએ શું કરવું ? એ વિચારવાનું આ સ્થળ નથી અથવા એવા જ્ઞાતાઓએ આમજ કરવું જોઈએ, એવું પ્રતિપાદન કરવું એ પણ કઠિન છે; પરંતુ જગતને સર્વસામાન્ય અનુભવ જોઈએ તો આવા બ્રહ્મજ્ઞાની પુરુષ, સંસારસાગરમાં ડૂબકાં ખાતા પિતાના બંધુઓને સન્માર્ગ બતાવવામાં પોતાનું બાકીનું આયુષ્ય સમર્પો છે. આ વાત ઇતિહાસ-પુરાણો ઉપરથી અને અર્વાચીન સમયના મહાન પુરુષોના વર્તન ઉપરથી સિદ્ધ થાય છે.
પ્રાણીમાત્રના કલ્યાણ માટે મથતા રહેવું એ જ્ઞાની પુરુષોને જેવી રીતે સહજ ધર્મ થઈ પડે છે, તે જ પ્રમાણે આ બ્રહ્માનુભવની સ્થિતિમાં સ્વાભાવિક રહેલું આત્યંતિક સુખ પણ તેને -ભગવવા મળે છે. આ આત્યંતિક સુખ તે જ્ઞાનનું સ્વાભાવિક પરિણામ છે. આત્મજ્ઞાની બ્રહ્માનંદમાં તરંગવા લાગ્યો, માટે જ એવી જાતના આનંદની પ્રાપ્તિ થાય એ ઈચ્છાથી જ્ઞાની પુરુષે પ્રથમથીજ પ્રયાસો કર્યા, એવું કહી શકાશે નહિ. ઓગણપચાસમો સિદ્ધાન્ત ભૂમિતિકાર યુકિલડથી છોડવા, તે સાથે તેને પોતાના દેહનું ભાન રહ્યું નહિ અને પ્રમેયસિદ્ધિના આનંદથી તે ગાંડો થયો, ત્યારે આ અનુપમેય આનંદ મેળવવા માટેજ યુકિલડે દિવસના દિવસ વિચાર કરવામાં કાઢયા અને મગજને થકવી દેવામાં કાઢયા એમ કહી શકાશે નહિ. સુખ અને સુખની ઈચ્છા કરનાર, એવું ઢંત ઉત્પન્ન થયા પછી એકવથી મળનારૂં બ્રહ્મસ સ્પસ્ય જન્ય સુખ મળવુજ મુકેલ છે.
સુખ શોધવાની પાછળ લાગેલી મનુષ્યજાતિનું કલ્યાણ થયું નથી; પણ મનુષ્યોની તૃષ્ણાઓ અને હાજતે હદથી વધારે વધી છે; અને સુખપ્રાપ્તિ એ મનુષ્યનું ધ્યેય નથી. આ સિદ્ધાંત વધારે ને વધારે માણસોને અનુભવમાં આવવા લાગ્યો છે. આ દશ્ય જગતની પેલીમેરની અતર્યા શક્તિનું જ્ઞાન પિતાને થાય, એ શાક્તનો જ પણ એક અંશ હોઈને પિતાનું ખરું સ્વરૂપ પિતે જાણવું અને તેની પ્રતીતિ મેળવવી એજ માણસનું અંતિમ ધ્યેય છે. આધિભૌતિક શાસ્ત્રો એક
ઓળંગીન માણસ જઈ શકે એ શક્ય નથી, એમ કહેવા માંડયાં છે. ઇદ્રિયથી પર-અતીત એ આ જ્ઞાનનો પ્રદેશ કેવળ બુદ્ધિજ કળી શકે ! આ જૂનું તત્ત્વ ફરી એક વધારે ઠેકર ખાધા છી માણસને સમજાવા લાગ્યું છે. સુખપ્રાપ્તિ એ માણસનું એય નથી, પણ આત્મસ્વરૂપને ઓળખવું એજ સઘળાઓનું અંતિમ ધ્યેય છે. આ વાત સર્વને માન્ય હોય, તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com