________________
આત્મજ્ઞાન અથવા “આપણે કેણુ?” એમ નિશ્ચય થયા પછી બાથવિધિનું ખરું શુદ્ધ સ્વરૂપ કયું, એ શું સમજવું ન જોઈએ ?
પુરાણુ મતાભિમાન, પરંપરા, સંપ્રદાય, પૂર્વગ્રહ વગેરે અનેક બાબતો આ વર્તનમાં આડે આવશે; પણ આત્મહિત સાધવાનો ખરો તનમનાટ ઉત્પન્ન થયો હોય તો આ આડે આવનારી બાબતોનું મહત્ત્વ ઓછું કરવું જોઈએ. સવારે ઉઠયા ત્યારથી રાત્રે સૂતાસુધી આપણા ધર્મમાં જે બાથવિધિ કા હોય તેમાંથી કેાઈ આપણાથી કદાચ ન બની શક્યા. તે તેના માટે દિલગીર થવાનું કારણ નથી; પણ સર્વ ભૂતમાત્રમાં એક આત્મા છે, સધળા જગતને પિતા એક પરમાત્મા છે, એ દષ્ટિએ આપણું દેશબંધુઓ સાથેના વર્તનમાં આપણું હાથે અપરાધ તો થતો નથી ને? આ વિચાર પ્રત્યેકે પ્રથમ કરવો જોઈએ. કોઈને હાનિ પહોંચે એવું કઈ ક મારા હાથથી થય” નથી ને? કોઇના મનને દુઃખ થાય અથવા તો કોઈને ઉદ્વેગ થાય એવું તો હું બોલ્યો નથી ને ? સ્વાર્થ સાધવાને અસત્યનું તો અવલંબન કર્યું નથી ને ? મારા હાથે કેઈને અન્યાય તે થયે નથી ને ? કાયાથી, વાણીવડે અગર મનથી કેાઈના અહિતના વિચાર તો કર્યા નથી ને ? કોઈના પર મેં જુલમ કર્યો નથી ને ? અથવા જુલમગારેને મદદ થાય એવું કઈ કૃત્ય મારાથી થયું નથી ને ? પિતાના અને પિતાનાં બાળકોના ભરણપોષણ માટે પૈસા કમાવાની નજરે પ્રમાણિકપણાને તિલાંજલિ તે નથી આપી ? બિચારા ગરીબોને સુકી ભાખરીનો કટકો મળતો નથી એવું નજરે જેવા છતાં મારા પિતાના દૂધખામાં જરાપણ કમતરતા ન આવે તે માટે પૈસાના ઢગલે ઢગલા તો ભેળા કરી રાખતા નથી ને ? પિતાનાં જ દરવાજા આગળ ગરીબનાં બાળકે બિચારાં નાગાં ઉઘાડાં રખડતાં અને ટાઢથી ધ્રૂજતાં-થરથરતાં જેવા છતાં પોતે સુટ ઉપર સુટ શીવડાવીને ચેનબાજી તો ઉડાવતા નથી ને ?
ગરીબોને ત્રણ ત્રણ ચાર ચાર ટંકના ખોરાકના ફાંફા થાય છે, શરીરના અંગને ઢાંકવા જેટલોએ કપડાંનો કકડો મળતો નથી; ટાઢ-તડકાથી થાકેલું શરીર રાતની વખતે લાંબું કરવાને કયાંયથી જમીનનો કટકો પણ નથી મળતું; એવી દેશની સ્થિતિ જોવા છતાં, પરસ્પર સ્પર્ધાને ભેગ પડીને
અમુક ભાઈથી હું શ્રીમાન” એમ બતાવવાને-લાખ રૂપિયા ખર્ચીને માળ ઉપર માળ ચઢાવીને બંગલા તો નથી બનાવતો ?
ધર્મ પ્રમાણેનું આચરણ પિતાથી થાય એવી સુબુદ્ધિ છે; પણ ધર્મનું ખરૂં-મુખ્ય અંગ તેનેજ ભૂલીને તાંત્રિય બાહ્યવિધિ આચરવામાંજ ભૂષણ અને સમાધાન માનવાની ભાવના જે વખતે માણસના મનમાંથી તદ્દન નિર્મૂળ થશે, ત્યારે ઉપરોક્ત વિચારે તેના મનમાં ઉત્પન્ન થયા વિના કદી રહેશે નહિ.
ત્યારે “સર્વ ભૂતમાત્રમાં એક આત્મા છે” આ રહસ્યને વર્તનમાં ઉતારવું એજ માનવીનું જીવનકાર્ય છે, એમ સિદ્ધ થઈને-“પ્રભુનો છું અને બીજી પ્રાણીઓ પણ પ્રભુનાંજ છે ” આ ભાવના નિશ્ચિત થયા પછી તેના હાથથી સર્વનું હિત જેનાથી સધાય એવાં જ કર્મો હમેશાં થયાવિના રહેશે નહિ. સર્વેમાં તે પિતાપણું સમજશે.
રા. મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com