________________
૩૪
હિંદુ જાતિની મહત્તા હિંદુ જાતિની મહત્તા
(લે-ઓચ્છવલાલ છોટાલાલ કચેરીયા “હિંદુસ્થાન” તા. ૨૪-૧૨-૨૭ ના અંકમાંથી)
જગતભરની તમામ સંસ્કૃતિઓમાં હિંદુ સંસ્કૃતિનું સ્થાન ઉંચામાં ઉંચી કેટિએ પહોચેલું છે. ક્ષમા અને ત્યાગની પ્રત્યક્ષ મૂર્તિસમી એ સંસ્કૃતિની છાપ એટલી સજ્જડ પડે છે કે જે વ રસો સુધી ભુંસાતી નથી; એટલું જ નહિ પરંતુ તેની ભાવનાઓ એટલી પ્રબળ હોય છે કે હિંદુધર્મમાંથી પતિત થયા પછી પણ તે વિશુદ્ધ ભાવનાઓના રણકારા તેના હૃદયને ઝમઝમાવે છે. અત્યારે એવા હજારો અને લાખો, પતિત થયેલા હિંદુઓ પિતાને હિંદુધર્મમાં પાછા દાખલ કરવા પોકારી રહ્યા છે. કારણ? કારણ એ જ કે, તેમના હૃદયમાં હિંદુ સંસ્કૃતિની ઉંડી છાપ પડેલી હોય છે. કેટલાંક કારણને વશ થઈ જેઓ અત્યારે હિંદુધર્મ સ્વીકારી શકતા નથી, તેવા પરકમમાં ભળી ગયેલા પણ અત્યારે બાપકાર જાહેર કરે છે કે, અમે પણ એક વખત હિંદુ હતા અને હિંદુના પુનિત નામથી પોતાનું ગૌરવ સમજે છે. હિંદુ સંસ્કૃતિની પ્રબળ ભાવના ઉપર વિધર્મીઓના અનેક પ્રહારો પછી પણ તે અજોડ અને અજેય ઉભેલી છે અને તેના ગૌરવામાં દિનપ્રતિદિન વધારે થતો જાય છે.
આત્મશુદ્ધિનું ભાન થયેલ હજારો અને લાખો પતિત હિંદુઓને સ્વધર્મમાં પાછા આવવાની પ્રબળ ઈચ્છાનો વેગ એટલે વધ્યો કે હિંદુધર્મમાં ધુરંધર નેતાઓનું લક્ષ તે બાજુ ખેંચાયું અને હિંદુત્વના છૂટાછવાયા થઈ ગયેલા અંગ-ઉપાંગોને એકત્ર કરવા શુદ્ધિ અને સંગઠનની હીલચાલના પ્રચંડ પાયા મંડાયા અને તે ધર્મકાર્ય કરતાં કરતાં અનેક સંકટો અને મુશ્કેલીઓ સહેતાં સહતાં, ચૂસ્ત હિંદુત્વના આક્ષેપ અને પ્રકારની દરકાર નહિ કરતાં, વિધર્મઓ તરફથી આપવામાં આવતી પ્રાણાંત દંડની ધમકીઓ નહિ લેખવતાં, રાજ્યની પણ ખફગી વહોરીને, એ ધર્મકાર્ય અપનાવવા સતત પ્રયત્ન કરતાં એક મહાન રાષ્ટ્રવિધાયક નરવીર ક્ષત્રીજા, હિંદુત્વના ગૌરવ સમો આત્મા, એક કર અત્યાચારી મુસ્લીમના હાથે હણાય. ધર્મચર્ચાના બહાને બિછાનાવશ મહાન નરનું સ્વાગત, સ્વીકાર્યા પછી તે નરપિશાચે પાંચ પાંચ ગોળીબારથી જાન લીધે. આ મહાન નરનું સંસારી નામ મુન્શીરામ હતું, જે દુનિયાભરમાં સ્વામી શ્રદ્ધાનંદને નામે વિખ્યાત હતું. એવા ભડવીર એ હતા કે જેણે મૂર્ખાઓની સંગીને અને મશીનગનો સામે પિતાની છાતી
તે પિતાના અડગ ધૈર્યનો પરિચય આખા જગતને કરાવી દીધો અને ઈશ્વરમાં અપૂર્વ શ્રદ્ધા દાખવી પિતાનું શ્રદ્ધાનંદજીતરીકેનું નામ દીપાવ્યું. આ મહાન નરની ખોટ એકલી હિંદુ કે મને નહિ પરંતુ સમરત ભારતવર્ષને ન પૂરાય તેવી પડી છે; પરંતુ હિંદુધર્મ આવા અત્યાચારીઓને પણ શિક્ષા કરવા ના પિકારે છે અને ક્ષમા આપવાના પોતાના પવિત્ર સિદ્ધાંતને વળગી રહે છે. - ઈ. સ. ૬૦૦ ની સાલથી એક એવી માન્યતા પ્રચલિત છે કે, કાફરનું ખૂન કરવાથી બેહસ્ત અને હર પ્રાપ્ત થાય છે; અને એ માન્યતા ખોટી હોવાને એકરાર અમુક ગણ્યાગાંઠયા મુસ્લીમ બંધુઓને બાદ કરતાં કેટલાઓએ કર્યો છે ? અને તે ધર્મઘેલી ભાવનાઓને પિશી આ પરિણામ આવ્યું છે. ઈ. સ. ૬૦૦ થી તે આજ દિન સુધી લગભગ ૧૩૦૦ વર્ષના ગાળામાં એ એક. પણ બનાવ નથી બન્યું કે કોઈ ધર્મઘેલા હિંદુએ પ્રમાણિક ધાર્મિક મતભેદના કારણે કોઈ થિધર્મનું ખૂન કર્યું હોય. - દરેક હિંદુભાઈએ પિતે પિતાને “ફર્ગવ એન્ડ ફર્ગેટ” અર્થાત “ક્ષમા કરો અને ભૂલી જાએ એનો સિદ્ધાંત ન ભૂલે અને ગમે તેવા અપકૃત્ય તરફ પણ ક્ષમા બતાવી હિંદુધર્મને અને તેની જ સંસ્કૃતિને શોભાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com