________________
૩૪૮
એક મદ્રાસી સ્ત્રીની વીરતા સામાન્ય બદ્ધ આવી બહાદુરીની કદરદાની જોવા હંમેશાં આતુર હોયજ. ઈગ્લેંડ કે અમેરિકામાં -આવી વીરતા કોઈએ દાખવી હોય તો તેની ફિલ્મ લેવાય, જાહેર પ્રજા તેની પાછળ ઘેલી ફરે, રાજ્ય તેના ઉપર માન-ચાંદ-કિતાબ ને ઇનામની નવાજેશ વરસાવે, વર્તમાનપત્રોનાં એ અંદુભુત પ્રસંગના લાંબા ઝગમગતા અહેવાલ છપાય, સાપ્તાહિક ને માસિકાને પાને પાને તેમની તસ્વીરો ઉભરાય, ને કંઈ કંઈ થાય. પણ આ નિઃસ્પૃહી ને નિરભિમાની ગામડી રહ્યા કેાઈ અજાયે ખૂણે સડતા હેમ્પડન, કોન્વેલો, છૂટબાર્ડો અને યુજેન સેન્ડાઓ. તેમને માત્ર ચામડાથી નવાજવા સિવાય, શુદ્ધ સ્વરૂપમાં દુનિયા સમક્ષ કોણ મૂકે ? ગરવા સેરઠમાં એક કાળે ધરણી ધ્રુજાવતી વીરતા અને અંગાર સરીખાં ખમીર આજે સરી પડયાં છે. તેનું મૂળ રાજવીઓની અને પ્રજાની આ વીરનર પ્રત્યેની જડતાભરી બેદરકારી-બીન-કદરદાનીમાંજ છે.
બે માસ અગાઉ આ બનાવ ગેંડળની હદમાં બનેલો. ત્યારપછી ગાંડળના કુમારશ્રી નટવેરસિંહજી એ બાજુ રંઝાડ કરતા એક બીજા દીપડાને મારવા સારૂ તા. ૧૭-૧-૨૬ ના રોજ સીધાવેલા. પાટણવાવના ફોજદારે તેમને પેલી ભાંગેલી તરવારના ટુકડા અને જામગરીવાળી બંદુક બતાવ્યાં, ત્યારે કુમારશ્રીએ હિંમૂઢ બની પૂછયું, “શું ? શું? આ હથિયારથી દીપડે માર્યો ?” ફોજદારે માફી માગીને કહ્યું “બાપુ! ક્ષમા કરજો એ તો મજબૂત ને અનાડી જાત રહી એટલે દીપડાને માત્ર બથંબથ્થા કરીને પૂરો કરી નાખે.” કુમારશ્રી સાશ્ચર્ય નયને જોઈ રહ્યા.
પછી કુમારશ્રી નટવરસિંહજી પચાસ માણસેના રસાલા અને બંદુક ગાળાના ગાડીભર સરજામ સાથે ચીડ આગળ આસામના ડુંગરમાં રખડી રખડીને થાક્યા, પણ શિકાર ન થવાથી પાછા સ્વગૃહે સિધાવ્યા.
એક મદ્રાસી સ્ત્રીની વીરતા (લેખક–ગોપીનાથ વર્મા-ગૃહલક્ષ્મી - હિન્દી માસિક ઉપરથી ) એક મદ્રાસી યુવક ઘણા દિવસથી જમશેદપુરમાં રહે છે. સ્થાનિક કંપનીમાં નોકર છે. આ યુવક તા. ૨૩ મી જુલાઈને દિવસે રાતના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી નોકરી ઉપર હતો. તે રાત્રિએ તે પોતાને કામે થોડો વહેલો જઈ પહોંચે. ઘેર સ્ત્રી એકલી હતી. પહેલેથીજ દાવ શોધતો એક નરપિશાચ પંજાબી લાગ મળતાં તે મદ્રાસી યુવતીના ઘરમાં ઘૂસ્યો. માસી યુવતી ભણેલી ગણેલી તથા બુદ્ધિમાન હતી. ઘરમાં ઘુસતાંજ તે પંજાબી તેને ડરાવવા ધમકાવવા લાગ્યો અને કહેવા લાગ્યું કે, ઘરમાં જેટલા પૈસાટકા હોય તે બધું હાજર કરી દે નહિ તો તારું ખૂન કરીશ અને આબરૂ લઈશ. યુવતીએ પિતાની બુદ્ધિ પ્રમાણે તરતજ જવાબ આપ્યો,
અરે ! આપ આટલા નાખુશ શામાટે છે, ઉભા રહો, હું આપના આગળ ઘરની સઘળી અમૂલ્ય વસ્તુઓ હાજર કરી દઉં છું. મારા પતિ મને બહુ દુઃખ દીધા કરે છે. હું જાતેજ તમારી સાથે ચાલી નીકળીશ. લે આ ઘરેણાં છે તે બાંધી લો. ડાઘણા રૂપીઆ પેલા ખૂણામાં દાટેલા છે તે હમણાં જ ખોદીને કાઢી લાવું છું.” આટલું સાંભળતાં તો તે પાપી પંજાબી અતિશય ફુલાઈ ગયો. ઘરેણાં તથા બીજી અમૂલ્ય વસ્તુઓ એક પિોટલીમાં બાંધવા લાગ્યો. યુવતી ખૂણામાં ગઈ. તેણે પેટીમાંથી એક ધારવાળે છરો કાઢીને પિતાના પાલવમાં સંતાડવ્યો. કેટલાક રૂપીઆ પણ સાથે લીધા. પંજાબીના આગળ રૂપીઆ મૂકીને તેને ગણી જેવાને કહ્યું. તે દુષ્ટ રૂપીઆ ગણવા લાગ્યો. બરાબર લાગ જોઈને સ્ત્રીએ તેની છાતીમાં છરો દેચી ઘાલ્યો અને તે બેહોશ થઈ નીચે પડ્યો. યુવતીએ તાળું વાસીને સ્થાનિક થાણામાં જઈને પોલિસને ફરિયાદ કરી. પોલીસના
છે તેજ રાત્રે ૧૧ વાગે તે જગાએ આવ્યા. યુવતીએ કહેલી સઘળી બાબત જેમની તેમ મળી આવી. તે રાત્રિએ યુવતી કાઈ નજીકના સગાને ત્યાં સૂઇ રહી. સવારે છ વાગે તેને પતિ પણ આવી પહોંચ્યો અને સઘળી હકીકત સાંભળી. આ બનાવ નજરો નજર જોયેલે છે. સંભળાય છે કે તે સ્ત્રીને ઇનામ આપવામાં આવશે. શહેરમાં આ બનાવે સણસણાટ ફેલાવી દીધો છે. તે દુષ્ટ પંજાબી મરી ગયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com