________________
ચીચાના મિયાઓનું દીપડા સાથે ઠંદ્વયુદ્ધ
૩૪ બેય જામગરી ખાલી ! હવે શું થાય ? કોઈની પાસે બીજું હથિયાર ન મળે. સાંગાના દીકરા રામાના હાથમાં માત્ર એક કાટેલી જુનવાણી બુટ્ટી તરવાર હતી અને કરુણા ગામેતીના હાથમાં હતી એક ખખડધજ કડીઆળી ડાંગ. તરવારનો ઘા કેમ થાય? નીચે પડેલા ડોસાને વાગે છે ?
કરુણા ગામેતીને શૂર ચઢયું. એણે હાકલ દીધીઃ “થાજે માટી” અને પોતાના માથા ઉપર ત્રણવાર ફેરવીને કડીઆળી ડાંગ ભડ લઇને દીધી દીપડાના કપાળમાં.
- ડાંગનો ઘા પડતાં દીપડો રઘવાયો બન્યો ને સાંગા ગામેતી ઉપરથી ઉઠી એણે કરણું ઉપર લાય સાંધી. કરણાએ ટોપ ચૂકાવી પોતે ગુલાંટ ખાઈ દીપડાની પેઠે જઈ ઉભો. દીપડાની વડઝમાં આવ્યો ગામેતી ખીમા રૂડા ને એક થાપા ભેગો જઈ પડ્યો છે.
દીપડો એના ઉપર ચડી બેસવા જાતો તે એટલામાં તો બાહોશ બનેલા રામા ગામેતીએ પિતાની જુનવાણી તરવાર ફેરવી સેઈ ઝાટકીને ઝીંકી દીપડાની ખોપરીમાં, ને ભડસ કરતી ખેપરીમાં સોઈવઢ ફાટય પડી ગઈ. સાથે તરવારના બે કટકા ખણખણાટ કરતા બે બાજુએ ઉડી પડ્યા. દીપડો પણ ૫. ત્યાં તે પેલા બારેય જણ કોદાળી, બરછી ને કુહાડી લઈને અડપી પડયા.
પેલા થાપ ખાઈને નાર ખુચી જવાથી ઘાયલ થયેલા રામા સાંગા અને ખીમાને લેકે ઉપાડીને ગામમાં લાવ્યા અને પડદે નાખ્યા. દીપડા સામેની આ ત્રણે જણની સમરલીલા કાંઇ કલાક બે કલાક ન્હોતી ચાલી, ત્યાં તે
| થયેલા હિંસક પ્રાણીની જર વિજળીક ગતિ સામે એટલીજ વરાથી દાવપેચ ખેલવાના હતા; એટલે તે આ ભયંકર, જીવસટોસટની રમતમાં બ્રહ્માની ઘડી જેવી દશ મીનીટ વીતી; પણ એ એક એક મીનીટ એટલે તે પેલા બહાદુરોને મન હશે એક એક યુગ !
ચીડના મીયાંઓ કહે છે કે, “ જે જગ્યાએ દીપડો મા એ ધરતીજ નગદ શૂરવીરઇનું પુરાતન ક્ષેત્ર છે. અમારા પંદરે ભડવીરોમાંથી એકેય પાછો હલ્યો નહિ, એટલેજ એકબીજાની હરમડે અમે સાંગોપાંગ ઉતયાં. અમે આ કંઈ પહેલવહેલો દીપડો નથી માર્યો. આમ ને આમ પૂરા સત્તરને અમે રામશરણ કરી દીધા છે. ” પણ આ કંકયુદ્ધ તે અનેખું જ છે. આ તે
“ કાઠી ખસીયા વણ્યા શૂર રજપૂત જ્યાં, મીર આહીર ગોહીલ વંકા;
ખડગના ખેલની રંગભૂમિ મહીં, જંગના વાજતા નિત્ય ડંકા. સિંધુડો સૂર જ્યાં ભીરૂને ભડ કરે, ધડુકતા ઢોલ ત્રાંબાળુ ધણણી;
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર-ધરણી. ” એવી-શૌર્યનાં અગણિત સંસ્મરણો વડે બહેકતી સોરઠની અમર ભોમકાનો એટલોજ અમર : શૌર્યપ્રસંગ છે.
દીપડા સાથે ભીષણ બથંબથ્થા કરી, લોથ થઈને ઘેર આવેલા આ શુરવીરને દેખતાંજ ધેમ' ધખતે બપોરે ચીડનો પસાયતે સતરાબાજ દેડતે પાટણવાવ પૂગે અને ફોજદારને ખબર કર્યા. ફોજદારે ટેલીફોનથી ગોંડળનરેશને સમાચાર મોકલ્યા અને ઘાયલ થયેલાઓને અને મરેલ દીપડાને લઈ પાટણવાવ આવવા હુકમ મોકલ્યો.
ફોજદારે તેમનો ધારણસર પંચક્યાસ કરી તેમને ઇસ્પિતાલમાં જવાની પરવાનગી આપી; પણ હવે તો તેમના ઘા કરતા હતા અને ત્યાં અસહ્ય વેદના થતી હતી. દરદ વધવા માંડયું, અને સાંઝ પડી. ત્રણેને ચીચોડ મોકલવામાં આવ્યા.
અને આ શુરવીરોની કદર ગંડળને રાજવીએ કેવી રીતે કરી ? તેમને ઇનામ અકરામ કે સારે હોદ્દો આપીને નહિ. એમણે તે દીપડા સાથે મલ્લકુસ્તી કરનારાઓને બહાદુરી બદલ દીપડાનું ચામડું એનાયત કરવાનું નમુનેદાર ફર્માન કર્યું. ફોજદારે ઢેઢ પાસે ચામડું ઉતરાવી તે નરવીરોને આપ્યું, પણ ચામડુંયે અનેક છેડા અને વિધવાળું હોવાથી તદ્દન નકામું નિવડયું. અને ત્યારે તે વ્યાઘ્રચર્મ પાટણવાવના પોલિસ થાણુમાં ચીચોડના શૂરવીર ગામેતીઓની સ્મૃતિને પણ વિસરાવતું એક અંધારે ખૂણે સડી રહ્યું છે.
ચીચોડના શરીર મીયાંઓએ કંઈ બદલા કે ઈનામ અકરામની અપેક્ષાએ દીપડા સાથે રણજંગ હતો જમાવ્યો. એમને આવી જાહેરાતની પરવાહ પણ નહિ હોય; પણ સમજુ માનવીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com