________________
ચીડના મિયાંએનું દીપડા સાથે દ્વયુદ્ધ ચીડના મિયાંઓનું દીપડા સાથે દ્વંદ્વયુદ્ધ
| (સૌરાષ્ટ્ર તા. ૨૭-૩-૨૬ ના અંકમાંથી) શિયાળાની સમવતી થી અને પાટીઆતો પર ! વાંગ મારુતિસરખા જાવાનાનાંયે હાજા ગગડી જાય એવું એ કાળઝાળ હીમ ! સવારના પાંચ વાગ્યા સુમારે જ્યારે મેધલીનાં અંધારાં ભળભાંખળાંથી ભેદાવા લાગ્યાં ત્યારે ગાંડળ રાજ્યના પાટણવાવથી બે કેસ દૂર ચીચડમાં એક ભરવાડના આંગણામાંથી ગોકીરો ઉઠયો કે,
ઘેડ રે, આઈ દીપડે બેઠે સે.”
કોશ, કોદાળી ને કડીયાળી ડાંગે લઈને જુવાનીઆઓ ભેગા થયા, ત્યાં તે દીપડો કામ પતાવીને-ઘોડીને ચીરીને ફાળ ભરતે નાઠો. અંધારામાં પત્તો લાગ્યો નહિ.
ઉગમણી દિશામાં સૂરજ નારાયણની લાલ લાલ કિરણું ફૂટીયું, એટલામાં તો ગામમાં વાત ફરી વળી કે પેલા ફાટેલ-પેધી ગએલ દીપડાએ આજે ભરવાડની ઘોડી ઉપર મારણ કર્યું. આ ઉમત દીપડાનો ત્રાસ ત્રણ ત્રણ ચોમાસાથી ચાલુ હતો. એને મારવાના પ્રયત્નો બધાજ નિષ્ફળ ગચેલા. ગઈ સાલ એણે ઢોરઢાંખરના દાળવાટ કાઢયો હતો. એકાંતરે સવાર પડે ને કેાઈને બળદ-ઘેડા-ગાય-ભેંસની ગળકી ચૂસાયાની રાડ પડીજ હોય !
પણ આજે તે એને ગોતીને ઠાર કરવાનો નિરધાર કરી ગામલોક ચાલી નીકળ્યા અને એ ગામલોકને અગ્રે કાણુ કાણુ? ચીડના મીયાંજાતિના છવાઇદાર ગિરાસીયા-જુવાન અને વૃદ્ધ સાથે સાથે. આ લોકો ચીચડના ગામેતી કહેવાય છે. દીપડાને સગડે સગડે આદમીઓનું ટોળું આગળ ને આગળ ચાલ્યું. સૂરજદેવ આભામંડળમાં બે ત્રણ નાડાવા ઉંચા ગયા, અને દશ વાગ્યાને સુમારે એક ખેતરમાં દીપડો દર દર તબક. ગામેતીએાએ ચીસ નાખી “ એલા, એ રિયા ” અને બધાએ પૂરપાટ દોટ દીધી. આડા ફરીને “હુડી, હુડીયો’ કરતાં દીપડાને ચીડની આથમણી દશમાં તગડયો. ત્યાં ખેતરમાં જાનવર ઢીલાનાંગળ કરીને એરંડાના છાંયડામાં “ભસાક કરતો” બેસી ગયા અને લાંબે લસ થઈને સૂત. જાણે આદમીનાં ટોળાંની બીકજ નહિ !
પંદર આદમીના ટોળામાંથી જુવાનીના ખમીરવડે ત્રસત્રસતી લાંબી ભુજાવાળા, ગામેતી ખીમાં ડોસાએ આગળ ડગ ભરી જામગરી સળગાવી અને ગાળી “સણણણ” કરતી જઈને ચેટી દીપડાના પડખામાં. પેટાળ નીચે હરકો કરતીક ને પેલી મેર ચાલી ગઈ.
પણ દીપડો તે જાણે ફૂલ પણ ન ફરક્યું હોય તેમ નિરાંત કરીને પડો જ રહ્યા. પાંચ મીનીટ, દશ મીનીટ, પંદર મીનીટ વીતી પણ એ તો ન હાલે કે ન ચાલે. માત્ર ઘડી બે ઘડીએ પટપટ પૂછડી હલાવે ! એટલે બીજા જુવાન ગામેતી રામા સાંગાએ ફરીને જામગરી ચેતાવી, અને બંદુક ટી ન yટી, કાન આગળ દારૂનો ધુમાડો ઉઠયો, એટલામાં તે દીપડો “દ દ હ દ કરતો ફાળ દઈને રામા સાંગા ઉપર ત્રાટક ને તરાપ મારીને રામાને ધરતી ઉપર ફેંકી દીધો. નીચે પટકતાંવેંત એક થાપ મારી એના થંભામાં નોર ખુતાડી દીધા.
રામાના બાપ ઘરડા ડોસા સાંગાએ જોયું કે, “હાય હાય ! રાવણ જેવા મહાજોધ દીકરાને હમણે મારી નજરું આગળ આ દીપડો વિંખી નાખશે, મારા જીવતરમાં ધુય પડી!' સાંગાની વૃદ્ધ નસોમાં ઝનુન ધબકી ઉઠયું અને તેણે એકજ કૂદકે દીપડાની ડેકી ૫કડી, મરડી તેને રામા ઉપરથી ઉંચકી નીચે નાખી દીધો. તરતજ દીપડે એના ઉપર તરાપ મારી. દીપડો એના ઉપર આવે ત્યાર પહેલાં તો સાંગાએ રામાની નીચે પડેલી બંદુક ઉંચકી લીધી અને દીપડાનો થાપ પડતાં પહેલાં તો તે આઠી ધરી દીપડાના મોઢામાં બેસી દીધી. સાથે થોડોક હાથ પણ દીપડાના મેઢામાં ચાલ્યો ગયો.
દીપડો હવે તે વિર્યો. તેણે કારમી ત્રાડ નાખી, જોરથી દાંત ભીંસી “કચ કચ કડડ' કર'તી બંધુકને ને સાંગાના હાથને બન્નેને ચાવી નાખ્યા અને સાંગાના પડખામાં એક પ્રચંડ થાપે મારી તેને નીચે પટકો. નીચે ડોસો સાંગો અને ઉપર જમદૂત સરખો રાવણમ દીપડો !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com