________________
ગામડાની શારીરિક અવદશા
૩૪૩ આવતા અને ભૂખ્યાડાંસ જેવા થયા હોય, ત્યારે રોટલા-રોટલી અને દૂધ કે શાક એ બન્નેનું વાળુ કરતા. કેટલાક વળી ખીચડી પણ ખાતા.
જ્યારે છોકરાઓ આ પ્રમાણે રમતા અને કુદતા ત્યારે છોકરીઓ પણ રમતી-કૂદતી. અંબોલાડીની, ફેરફુદડીની બળદાયક રમતો રમતી. આનંદદાયક અને બળવર્ધક આ તેમની રમતોની અસર બાલિકાઓના શરીર પર અને મન પર થતી. વળી તેમનાં ઘર એક નાનકડી કસરતશાળા જેવાં હતાં. તેમને ત્યાં વાસણ માંજવાનાં, કપડાં ધોવાનાં, દાણું દળવાના કે ભરડવાના, ભાત ખાંડવાનું વગેરે કામ કરવાનું હતું. દરેક બાલિકાને પોતાની શક્તિ મુજબ કામ કરવાનું હતું. તેઓ પણ પોતાના ભાઈ એના જેજ પુષ્ટિકારક ખોરાક ખાતી. બાળલગ્નથી થતી માઠી અસરથી થયેલાં કમતાકાત શરીરે આને લીધે પાછાં કૌવતવાન થતાં.
ત્યારે આજે કેમ આમ છે ? નવી રૂઢિઓ દાખલ થઈ અને ખોરાક બગળે ને કસરત ગઈ તેથી, એમ કહ્યા વગર ચાલે તેમ નથી. નવી દાખલ થઈ પડેલી રૂઢિઓએ તો બાળકોનાં લોહી સોસવા માંડયાં છે. પ્રથમ જવાબદાર રૂઢિ તો ચાહ પીવાની ટેવ છે. જે ચાહ પહેલાં કક્ત વારતહેવારે થતી તે ચાહુ આજ સામાન્ય ચીજ થઈ પડી છે. ગામડાંમાં કંઈ ઉંચી જાતની ચાહને થોડા વખત પાણીમાં પલાળીને ચાહ થતી નથી, પણ હલકી યા મધ્યમવર્ગની ચાહને પુષ્કળ લઈ પુષ્કળ ઉકાળી તેમાં પુષ્કળ ખાંડ નાખી પુષ્કળ પીવામાં આવે છે. સવારના પહોરમાં ચાહના કડવા ઉકાળાએ નાસ્તાને પગ ટાળે છે. આવી સખત ચાહ જેને ગામડાના લોકો
સટોંગ” કે “ઢોંગ’ ચાહ કહે છે, તે સવારમાં અનેક વખત લેવાય છે. કોઈ મળવા આવે કે ચમચીના માપે નહિ પણ બાચકાને માપે નંખાતી ચાહના ઉકાળા મેટાનાને સર્વે પીએ છે. આથી તેમની ભૂખ મરી જાય છે. આ ચાહ૫ર અગીઆર-બાર વાગ્યા લગી બાળકે મગજમારી કરે છે. પછીથી તેમને દાળભાત રોટલી કે રોટલા ખાવા મળે છે. બપોરે પાછી ચાહ મળે અને સાંજે એટલારોટલી કે ખીચડીદુધ મળે છે. સવારનાં રોટલો રોટલી તેમનાં ગયાં તે ગયાં અને તેને બદલે ઝેરપાન થયાં, એ એક નુકસાન. મરી ગયેલી ભૂખને લીધે બપોરે ને સાંજે ઓછું ખવાય એ બીજું નુકસાન. આ ઉપરાંત ભાતદાળ, રોટલા, રોટલીની બનાવટમાં એ ફેરફાર થયા. પ્રથમ હાથછડના અને તે વળી એકવડી ઘડનો બેઠે રેલો ભાત ખવાતો ત્યારે હાલ મીલાછડના ઍલીશ કરેલા ચોખાને ઘણા પાણીમાં બાફી એસાવી નાખી સફેત બનાવી ખાવામાં આવે છે: જેથી પાણીમાં ઓગળી શકે એવાં સઘળાં પૌષ્ટિક તરવરહિત તેમનો એ ખોરાક છે. આ ઓસામણ પહેલાં કાઢતા તે તેને દાળ કે કઢીમાં નાખતા અથવા તેનાથી જેટલા બાંધતા, પણ હવે તે તે ઓસામણને ખાળમાં ફેંકી દેવામાં આવે છે. ઘઉં કે બાજરીના રોટલારોટલી બનાવવા સારૂ તેને દળી મોટા વેહની ચાળણીમાંથી ચાળી તેને વાપરવામાં આવતા, જેથી ફક્ત વગર દળાયેલા દાણા કે છેક જ જાડું ચળામણ નીકળી જતું. આ પણ પાછું તે પછીથી દળવાના દાણું ભેગું નખાતું. હાલમાં લોટને ઝીણું હવાલાવતી ચાળી બધું થુલું બહાર ફેંકી દેવામાં આવે છે. ઘઉં વગેરેમાંથી આમ હાડકાં બાંધનાર પૌષ્ટિક તને રસ્તામાં ફેંકી દેવામાં આવે છે. જાડી દાળની ધીમે ધીમે પાતળી દાળ થવા માંડી છે. શાકને પહેલાં તેલમાં વઘારી તેમાં પાણી નાખી બાફવામાં આવતાં તેને બદલે હવે તેને તેલમાં તળી ઉપરથી સહેજ કાળા કરી ખાવામાં સ્વાદથી ખાધું ગણાય છે. આથી શાકમાં રહેલી કુદરતી સુવાસ ઉડી જાય છે. આ પ્રમાણે પાણીમાં ઓગળી શકે એવાં પૌષ્ટિક તો ખાળમાં જાય છે, હાડકાં બાંધનાર પૌષ્ટિક તો રસ્તામાં પડે છે અને સુવાસિક તો આકાશમાં ઉડી જાય છે. આ ઉપરાંત આવી રીતે તૈયાર કરેલા ખોરાકમાંથી વાઇટામીન નામનું તત્વ પણ ઉડી જાય છે. હાલના | પેટ ભરે છે ખરા, પણ તેમને ખોરાક કમપૌષ્ટિક છે. મોટા તેમજ નાના આવા ખરાબ ખોરાક અને ચાહના ઉકાળાની અસરથી હેરાન થાય છે. ગામડાંના હિંદુઓને પુકારીને કહેવાની જરૂર છે કે, ચાહમાં રહેલા થઈન, કેઈન, અને ટેનીનથી ભૂખ મરી જાય છે અને તેથી બદહઝમી થાય છે. આવી બદતઝમીથી પીડિત નરનારીઓની પ્રજા નબળી હોય તેમાં નવાઈ શી ? અને વળી આવાં નબળાં જન્મેલાં બાળકને નાનપણથી જ ચાહના ગરાડી બનાવવાને તેમને લાડ લડાવનાર તેમનાં માબાપે પ્રયત્ન કરે તે પ્રજા મજબૂત ક્યાંથી થાય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com