________________
૩૪૪
ગામડાંની શારીરિક અવદશા આ ઉપરાંત વળી લોકે ખાંડસાકરને પૌષ્ટિક ખોરાકમાં ગણવા લાગ્યા છે. નાના બાળકના શરીરમાં અતિ મી દૂધ કે અતિ મીઠી ચાહ પડે છે, અને તે ઉપરાંત છૂટાં પતાસાં કે સાકર પણ બાળકને ખવડાવવામાં આવે છે. છેક નાનાં બાળકને સાકર કે પતાસાનું પાણી છીપી તેમને રડતા છાના રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મોટા માણસને ખાંડ પચવી મુશ્કેલ છે, તે પછી નાનાં બાળકોની શી દશા ? તે તેમના પેટમાં ખદબદી ઉઠે છે, જેથી ત્યાં ખટાશ પેદા થાય છે અને અંદરની પાતળી ત્વચાને નુકસાન કરે છે. બાળકોના ઘણા રોગોનું આ એક કારણ છે.
બાળકોને ખોરાક બગાડવાના બીજા અનેક રસ્તા પણ લેવાય છે ને તેમાં મુખ્ય ખોરાકમાં નખાતા મરીમસાલા છે. શું હિંદુઓ એમ સમજે છે કે, ચાહનો કડો ઉકાળે, પુષ્કળ ખાંડ, કમપૌષ્ટિક ખોરાક અને મસાલા નાખીને તમતમાટે બનાવેલી વાનીઓ કઈ અકળ ક્રિયાને લીધે જઠરમાં બદલાઈ તેનું ચોખું લેહી, મજબૂત હાડકાં અને માંસ બનશે ? જે હિંદુઓ બારે માસ આવી ચીજોનું સેવન કરી અર્ધ માંદા થયા હોય છે, તે હિંદુઓ શ્રાવણ અને ભાદરવા માસમાં જયારે તેમના અનેક તહેવાર આવે છે ત્યારે મિઠાઈ વગેરે પુષ્કળ ચાંપી માંદા પડે ચોમાસામાં જ્યારે ભેજ વગેરે કુદરતી કારણોને લીધે પાચનક્રિયા મંદ પડે છે, ત્યારે તેઓ આમ કરે તે શું ઓછી બેવકુફી છે ? તેઓ પેટને લોઢાની નળી માનતા હોય એમ જણાય છે.
જે હિંદુઓ મદિરાપાન કરતા હોય છે તેમની દશા તે તેથીએ બુરી હોય છે. તે પૈકીના ઘણા તો ગરીબાઇને લીધે મદિરા અને ખોરાક બે લઈ શકતા નથી, તેથી નશાની ચીજ લે છે અને ખોરાક વગર કે થોડા ખારાકે ચલાવી લે છે.
તેમની નબળાઈનું બીજું કારણ રમતગમત અને કામકાજનો અભાવ છે. પહેલાંની બળદાયક અને ચપળતાવર્ધક દેશી રમત રમવામાં છોકરાએ આનંદ માનતા, પણ હાલમાં એવી રમતોની સાથે જે અવાજ થાય છે, તે અવાજથી કંટાળો ખાનાર માબાપ અને તેમને ખુશ રાખવા પ્રયત્ન કરનાર કેટલાક શિક્ષક આવી રમતો તરફ તિરસ્કાર દેખાડી તેમને તે રમતો રમતા અટકાવે છે. જ્યાં એવી રમત રમાતી બંધ થઈ કે આનંદ, ઉત્સાહ વગેરે નષ્ટ થાય છે. આ પ્રમાણે માબાપો અને તેમના મળતીઆએ બાળકના જીવનને ખારું બનાવી દે છે. કમપૌષ્ટિક ખોરાક અને કમતાકાત કરનારાં પીણુઓના ભાગ થઈ પડેલા બાળકની રમતગમત છીનવી લીધાથી તેઓનાં શરીર સુધરી શકતાં નથી. વળી માબાપ પણ જાણે છે કરો ભણે છે એટલે શું ! તેમ સમજી રવિવાર કે રજાને દિવસે તેને પોતાનું કામ-ખેતરનું કામ–પણ સેપતાં આંચકા ખાય છે. છોકરીઓની દશા તે એથી એ બુરી છે. છોકરાઓ તો બહાર પણ જઈ શકે છે અને થોડી ઘણી પણ સારી હવા લઈ શકે છે ને હું કદાચ કદાચ રમી શકે છે, પણ બિચારી છેકરીઓને દોડવું કૂદવું હવે દૂર્લભ થઈ પડયું છે. એવી રમત ન છાજતી ગણાય છે. વળી પહેલાં વ્યાયામશાળામાં દળવાખાવાનું હતું તે બંધ થયાં છે. સંચા દળે છે ને ખાંડે છે. ફક્ત ન છૂટકે પાણી ભરવાનું રહ્યું છે. અને તે પણ જ્યાં કાળી, ભીલ, દુબળા, ધારાળા વગેરે જાતના લેકે પાણી
ભરનારા ન મળે ત્યાંજ. પિતે નાનપણમાં રમીદી કામ કરી આનંદમાં ઉછરેલી માતા પિતાના . બચપણનો વખત ભૂલી જઈ પિતાની બાળકીઓને તેમ ન કરવા દેવામાં મેટાઈ માને છે. આમ કસરતના અભાવે તે બાળકીઓ પાછળથી માત થવાને નાલાયક બને છે અને પહેલીજ પ્રસૂતિએ તે પૈકી કેટલીક ગુલે ગુલાબ જેવી દેખાતી બાળાઓનાં બદન તૂટી જાય છે અને ખંખળી ઉઠે છે. આનંદે ઉભરાતાં અને સુખી ગૃહોને બદલે નાદુરસ્ત રહેવાનાં શાનું નિવાસસ્થાનો જ્યાં ત્યાં નજરે પડે છે, જ્યાંના દુભાંગી લોકો તંદુરસ્ત, મજબૂત અને આનંદી માતાઓને દલે ફિકી, માંદલી અને દુ:ખી માતાઓને તેમનાજ જેવાં ફિકકાં બાળકોને ઉછેરતી જુએ છે.
આ ઉપરાંત ગામડાંની પ્રજાની જંગલી રીતભાતો પણ તેમની તંદુરસ્તી બગાડવામાં મદદગાર થઈ પડે છે. જ્યાં ત્યાં ગંધાતા પાણીનાં તળાવડાં જોવામાં આવે છે, જેમાં બારે માસ રસોડામાંથી વહી જતું પાણી ભરાઈ રહે છે અને તેમાં કીડા પણ ખદબદે છે. ઘરની પાસે કે પાછળ ઉકરડાના ઢગલા જોવામાં આવે છે અને અંધારા કઢારામાં રહેલાં ઢોરોનાં છાણુમૂતરની વાસ પણ ઘરમાં પ્રસરી રહેલી હોય છે. ગામડાંની ચોખ્ખી હવા, ચોખ્ખું પાણુ વગેરેનાં વખાણ કરનારાઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com