________________
૩૪૨
ગામડાંની શારીરિક અવદશા ગામડાંની શારીરિક અવદશા
( લેખક:-બિહારી-‘પ્રજાબંધુ' ના રૌપ્ય-મહોત્સવ વિશેષાંકમાંથી )
ગુજરાતી હિંદુ દિવસે દિવસે નબળા થતા જાય છે અને મેટા તેમજ નિશાળે જતા કુમળા હિંદુ બાળકો અન્ય કામના તેમના બિરાદરેા જેવા તંદુરસ્ત કે મજબૂત નથી, તે વાત જગજાહેર છે. આપણા કયા દેખેની આ સજા છે તે જાણવાને શાંત ચિત્તે પ્રયત્ન કરવા જોઇએ. બાળવિવાહ, બાળલગ્ન, બાળકાને ગૃહસંસારમાં નાખવા, ગરીબાઇ, હાલનું શિક્ષણ વગેરે વગેરેતે શિરે સઘળે! દેખ દેવાય છે; પશુ તેમાં બધાં કારણે! આવી જતાં નથી. ગુજરાતી હિંદુ એવા ગરીબ નથી કે તેમને ખાવાના સાંસા પડે. હાલનું શિક્ષણ એટલુ બધું અધરૂં નથી કે તેથી બિયત આમ છેક લથડી જાય. થોડે ઘણે અંશે તેથી ઉપજતી ચિતાને લીધે શરીર બગડે છે એમાં શક નથી, પણ ખો દોષ તેને શકાય તેમ નથી. વળી આ ચિંતા શહેરીઓને વધારે છે અને ગુજરાતી સાત ચેાપડી સુધી ભાગ્યેજ પહેાંચનારા ગામડાના હિંદુ બાળકને તેવી ચિંતા બહુ નડતી નથી. બાળલગ્ન અને બાળસંસારની માઠી અસરા ધણીજ થાય છે, એ વાત બેશક છે. આ રસમ એકદમ નાબુદ થઇ શકે એમ નથી, પણ આ ઉપરાંત કેટલાક ખરાબ રીતિરવાજે એવા છે કે જે નાબુદ થઇ શકે એમ છે. તેની માડી અસરા ગામડાંના બાળકેાપર થવા લાગી છે; અને તે એટલી બધી હદે કે જ્યાં ત્રણ પેટી જેવામાં આવે છે ત્યાં મેટાં હાડકાંવાળા, ભરાઉ શરીરવાળા, મજબૂત અને કદાવર દાદાના પૌત્ર લખોટી જેવાં મેવાળા, સૂકલકડી ને માઈકાંગલા જોવામાં આવે છે.
ગુજરાતના ઘણા ભાગેામાં હું કર્યાં છું અને ત્યાંના રીતરિવાજોને તપાસી જેયા છે. હું ખાત્રીથી કહી શકું છું કે, નીચે જણાવેલાં કારણે.ની અસર થેડી માડી નથી થતી. એ કારણે! એવાં છે, કે જે લેાકેા તરત દૂર કરી શકે. લગ્નને ધર્મ સાથે જોડેલુ છે, પણ આ કારણે દૂર કરવામાં ધના એ બાધ આવી શકે તેમ નથી. જેટલી એ ખાસસારની માફી અસર થાય છે તેથી અધિક માડી અસર આ રિવાજોની થાય છે. એ રિવાજો છેડવાને પ્રયત્ન કરી છેડી ન દેનાર પ્રા આત્મધાતી છે.
પાતળા સેટા જેવા શરીરવાળા, પેાતાના હાડકાંના માળાને ઢાંકી દેવા જેછતાં પૂરતાં ચરખીમાંસ વગરના, બેસી ગયેલાં ડાચાંવાળા, નિસ્તેજ આંખે અને ફિક્કા હાર્ડવાળા, આનંદ, ઉમંગ, આશા વગેરે સગુણેથી વિમુખ થયેલા ગામડાંના યુવા અનેક પ્રવૃત્તિએાથી ભરેલા આ સંસારને માટે ધીમે ધીમે નાલાયક બને છે; અને જો આજ પ્રમાણે ધણા વખત ચાલ્યું તે ગામડાને ગુજરાતી સમાજ નષ્ટ થશે. શહેરીની ખરી હરકતા ઘણી છે, પણ ખરી હકતેની સાથે દેખાડવાની ખેાટી હરકતા બતાવી તેએ શરીર સુધારવા તરફ લક્ષ દેતા નથી. તેમને અને તેમની હરકતાને બાજીપર મૂકીએ; પણ જે ગામડાઓમાં ચોખ્ખાં હવાપાણી ને ખેારાક સહેલાઇથી મળી શકે છે, ત્યાં તેમના પારસી અને મુસ્લીમ બિરાદરા કરતાં હિંદુ બાળકા નબળાં, ફિક્કાં અને શરીરે વજનમાં હલકાં માલમ પડે છે. આને માટે તેમને ખેારાક અને તેમની રહેણીકરણી પણ જવાબદાર છે. મુસલમાન કે પારસી ભાઇઓમાં નાનાં કુમળાં બાળકાને સ’સારમાં ધકેલી દેવામાં નથી આવતાં તેથી પણ તેમનાં શરીર સારાં રહે છે.
હાલના હિંદુઓએ કેવા હલકા પ્રકારના ખારાક ખાવા માંડવો છે, તે તપાસીએ. પહેલાંના હિંદુ ખાળકા સવારમાં ઉઠી રાટલે કે ભાખરી ખાતા અને જોડે ગાળ યા અથાણું, પાપડ કે દૂધ કે છાશ ખાતા ને પછીથી નિશાળ હેય તે નિશાળે જતા અથવા પેાતાનાં માબાપેાને ખેતરના કામમાં મદદ કરવા જતા. અપેારે પાછા આવી દાળભાત, ખીચડી, કરી કે થુલી ખાતા. - વારના ફાડાઓને દાળના પાણીમાં સંધવાથી કરીએ! બનતા અને ઘઉંના ફાડાઓને પાણીમાં રાંધવાથી થુલી બનતી. કુરીએ સુરત જીલ્લાના કણબીઓ વગેરે ખાતા અને થુલી અમદાવાદ જીલ્લામાં ખવાતી. પછીથી તેએ પાછા નિશાળે જતા અને સાંજે છૂટતા. નિશાળમાંથી છૂટવા આદ ગામને પાદરે ગેડીદડા, આમલીપીપલી વગેરે મરદાની રમતા રમી થાકવા પાકા ઘેર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com