________________
V
y
,
+4
wwwwww
શાસ્ત્રોક્ત ખર્પર અથવા ખાપરીઆની ઓળખ
ઉરી खरं द्विविधं प्रोक्तं जसदं सस्यकं तथा । धातुरत्नमाला.
અર્થ –ખર્પર બે પ્રકારનું. એક જસદ અને બીજું તુત્યભેદ. રસકામધેનુમાં તુના બે ભેદ કહ્યા છે. એક મયૂરતુત્ય (મોરથુથુ) અને બીજો ભેદ ખર્પરીતુત્ય. અર્થાતુ ત્રિવેપંઝોજું માપૂજે હતાં તથા આ બે પ્રકારમાં મોરથુથું તો સર્વત્ર પ્રસિદ્ધ છે; પણ બીજો તુર્થભેદ કહ્યું છે તેને કેાઈ આચાર્યો, ગ્રંથકારે કે ટીકાકારે સ્પષ્ટતાથી નિર્દેશ કર્યો નથી કે તે કયી વસ્તુ છે.
મારી કલ્પના એવી છે કે, જે વસ્તુને ફીરંગદાના દાનહ ફરંગ કહે છે તે આ બીજો તુOભેદ હવે જોઈએ તેમ માનવાનાં કારણે પણ છે. ફીરંગદાના મેલા લીલા રંગની વસ્તુ છે. સાફ લેખંડ ઉપર લીંબુનો રસ લગાડી જે ફીરંગદાના ઘસવામાં આવે તો ત્રાંબાનો કસ આવે છે, એટલે જેમ મોરથુથમાં તામ્ર છે તેમ આમાં પણ છે. હવે પ્રશ્ન એ ઉભો રહે છે કે, જ્યાં ખપર કે રસક શબ્દ વાપરવામાં આવ્યો હોય ત્યાં કયી વસ્તુનો ઉપયોગ કરે. જસદને કે ખપેરી gીનો ? ઉપર કહેલાં લઘમાલિની વસંતનો વિચાર કરીએ. તેના ગુણોમાં લખ્યું છે કે, તે જીર્ણ. જવર, ધાતુગત જ્વર, અતિસાર, રક્તાતિસાર, પિત્તજન્ય દેષ, સ્ત્રીઓનો પ્રદરરોગ, રક્તાર્શ, એ સર્વ રોગોને મટાડે છે. સર્વ પ્રકારના વરને દૂર કરે છે. વિષમ નેત્રરોગનો નાશ કરે છે. આ રસ જાઈના ફૂલની સાથે ગર્ભિણીને આપવો. તે ઉત્તમ રીતે ગર્ભનું પિષણ કરે છે અને બાળકેના સર્વ રોગોને નાશ કરે છે. તે બે વાલ પ્રમાણમાં આપવો. પથ્થમાં દૂધ આપવું. શાસ્ત્રમાં તુત્યના ગુણ વામક, લેખન અને કફ તથા પિત્તનો નાશ કરનાર (વામનદ્વારા) એવા લખ્યા છે. આ બાબતને વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે, મોરથુથુ જેવી તીવ્ર વસ્તુ ગર્ભિણી તથા બાળકને આપવા યોગ્ય નથી. શું બે વાલ પ્રમાણમાં આપવાથી તુર્થ ભમ કે શુદ્ધ તુલ્ય અતિસાર કે રક્તાતિસારને મટાડી શકે છે ? અથવા શું તે બાળક અને ગર્ભિણીને પણ આપી શકે છે? આવો વિચાર કરવાથી સિદ્ધ થાય છે કે, આ પ્રયોગમાં જસદની માટી કે જસદની ભસ્મનો ઉપયોગ કરે ઊંચિત છે. જસદના પૌષ્ટિક ગુણો આયુર્વેદ અને આંગ્લ પદ્ધતિમાં સુપ્રસિદ્ધ છે. આ પ્રમાણે સુવર્ણ માલિની વસંતનો વિચાર કરીએ. આ પ્રયોગ જવર પ્રકરણમાં લખવામાં આવ્યો છે. વૈદ્યગણ શક્તિ વધારવા માટે તથા સયાદિ રોગોમાં બ્રણ કાર્ય માટે તેનો ઉપયોગ કરે છે. આમાં પણ જસદને ઉપયોગ કરે ઉચિત છે. આવા પ્રયોગમાં ઘણું વૈવો જસદની ભસ્મ કરીને વાપરે છે. બીજા કેટલાએક વૈદ્યો જસદની માટી જેને અંગ્રેજીમાં કાલામીના પ્રીપેરેટા કહે છે તે વાપરે છે. આ માટી તે એક પ્રકારની જસદની ભસ્મજ છે. તેને અંગ્રેજીમાં “
ઈર કારબેનેટ ઑફ ઝીંક એવું બીજું નામ આપવામાં આવ્યું છે; માટે આવા પ્રયોગોમાં તે વાપરવામાં કંઈ પણ શંકા કરવા જેવું નથી.
હે હિંદુસ્થાનના વીરપુત્ર ! તું બહાદૂર થા, હિંમતવાન થા, તું હિંદુ છે તે માટે મગરૂર થા! અને જગતને જાહેર કર કે “હું હિંદુ છું, હિંદુસ્તાનમાં જન્મ્યો છું અને દરેક હિંદવાસી-હિંદનો બ્રાહ્મણ અને ભંગી પણ મારા ભાઈઓ છે.”
ઓ હિંદવાસી ! તારી કેડ ઉપર એકમાત્ર લંગરી રહેલી હોય તો પણ તું ગવ થી મટે સાદે કહેજે કે “હિંદનું જીવન એજ મારું જીવન છે; હિંદના દેવોજ મારા ઉપાસ્ય છે; હિંદની સમાજ એ મારા બાળપણનું પારણું, જુવાનીની વિલાસભૂમિ અને ઘડપણની સ્વર્ગસમી કાશી છે.” | ઓ મારા ભાઈ! તું જગતને કહેજે કે “હિંદુસ્તાનની પવિત્ર ભૂમિ એજ મારી સ્વર્ગભૂમિ છે અને હિંદુસ્તાનનું કલ્યાણ એજ મારું કલ્યાણ છે.”
હે ભારતીય ! આ મહામંત્રનો તું રાતદિવસ જપ કરજે કે “હે લક્ષ્મીપતિ ! હે ગૌરીપતિ! હે જગદંબા ! મને ખરું પુષત્વ આપજે. હે સર્વ પ્રકારના બળ-ઐશ્વર્યના ભંડાર ! મારી નિર્ગળતાને, મારી ભીરુતાનો નાશ કરજો અને મને ખરો મર્દ બનાવજે.”
(સ્વામી વિવેકાનંદ)
૨. બ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com