________________
૩૦
શાસ્ત્રોક્ત ખર્પર અથવા ખાપરીઆની ઓળખ અર્થ –તાજા માખણમાં ખર્પરનું મર્દન કરી તેને એકવીસ વાર લીંબુના રસની ભાવના આપવી. આ જવરમુરારિ નામને રસ બે વાલ પ્રમાણમાં સાકરના અનુપાન સાથે આપવાથી નવીન જ્વરને મટાડે છે.
આમાં નવજવર મટાડવાનો ગુણ ખર્પરમાં હોવાનું લખ્યું છે.
હવે લઘુમાલિની વસંત જે બે ભાગ ખપર અને એક ભાગ સફેદ મરીને માખણ થાત લીંબુના રસમાં ઘુંટવાથી બને છે તેના શાસ્ત્રોક્ત ગુણોને પણ લક્ષમાં લેવા જોઈએ. २०-जीर्णे ज्वरे धातुगतेतिसाररक्रान्वितेतक्कभवेविकारे ।
घोरव्यथे पित्तभथे च दोषे वल्लद्वयंदुग्धयुतं च पथ्यम् प्रदरंनाशयत्याशुतथादुनामशोणितम् । विषम नेत्ररोगं च गजेंद्रपिवकेसरी वसंतोमालिनीपूर्वः सर्वेरोगहरः शिशोः गर्भिण्यैसचदयोवैजयत्याः पुष्पकैः सह सर्वज्वरहरः श्रेष्ठो गर्भपोषणउत्तमः । योगरत्नाकर.
અર્થ–આ માલિની વસંત જીર્ણજવર, ધાતુગતજવર, રક્તાતિસાર, રક્તવિકાર, અતિશય પીડાવાળો પિત્ત દોષ-એમાં બે વાલ આપો અને દૂધસહિત પથ્ય આપવું. તે પ્રદરને તથા અને
ના લેહીને મટાડે છે અને જેમ સિંહ હાથીને નાશ કરે છે તેમ વિષયનેત્ર રોગોનો નાશ કરે છે. આ માલિની વસંત બાળકોના સર્વ રોગોનું હરણ કરે છે. ગર્ભિણીને જાઈના કૂલ સાથે આ દવા આપવી. આ શ્રેષ્ઠ રસ સર્વજવરનો નાશ કરનાર તથા ઉત્તમ રીતે ગર્ભનું પોષણ કરનાર છે. હવે આ રસમાં આપણે જે ખર્પરના સ્થાનમાં તુર્થ ભસ્મ નાખીએ તે શું ઉપર કહેલા સર્વે ગુણ થવાનો સંભવ છે? વળી મોરથુથું જેવી વામક, ભેદક અને જીવ ગભરાવનાર વસ્તુ બે વાલ પ્રમાણમાં બાળકને અને ગર્ભિણીને આપી શકાય ? તે શું ગર્ભનું પણ કરે ? २१-तुत्यं टंकणसूतखर्परविषं स्याद्धकतालक। सर्वखल्वतमेविमद्यधटिकांतत्कार वल्लीरसैः। गुंजैकागुटिकासुशर्करयुतासजीरकेणाथवा । एकीद्वीत्रचतुर्थशीत हरणःशीतांकुशानामतः॥
પોરનાર. અર્થ–મોરથુથુ, ટંકણ, પાર, ખપર, વછનાગ, ગંધક, હડતાળ; આ સર્વ વસ્તુઓ શુદ્ધ લઈ પ્રથમ કજજલી કરી બીજી વસ્તુઓ મેળવી એક ઘડી સુધી કારેલીના રસમાં ઘુંટવું. પછી મુંજા પ્રમાણે ગોળી બનાવી સાકર કે જીરાના અનુપાનમાં તે આપવી. આ શીતાંશ નામના રસ એકાહિક, ધ્યાહિક, ચાહિક, ચાતુર્થિક અને શીતજવરનો નાશ કરે છે, - આ શીતાંશ નામના રસમાં ખર્પર અને તુર્થી આ બંને વસ્તુઓ વાપરી છે તેથી સિદ્ધ થાય છે કે આ બંને વસ્તુઓ એક નથી તેમજ એકને બદલે બીજી પણ વાપરી શકાય નહિ.
૨૨-વળી રસશાસ્ત્રવેત્તા પંડિત યશોધરે પિતાના રસપ્રકાશ સુધાકર નામના ગ્રંથમાં ખપેરની શુદ્ધિ લખી છે તે નીચે પ્રમાણે.
कांजिकेवाथतक्रेवानुमत्रमेषमूत्रके द्रावितोढालितः सम्यक्खपरः परिशुध्यति । रसप्रकाशसुधाकर
અર્થ –ખર્પરને સારી રીતે ગાળીને કાંજીમાં, છાશમાં, માણસના મૂત્રમાં તથા ઘેટાના મૂત્રમાં ટાળવું. એ પ્રમાણે કરવાથી ખર્પરની સારી રીતે શુદ્ધિ થાય છે. આમાં ગાળવાનું અને ટાળવાનું જે લખ્યું છે તે ધાતુઓનું બની શકે પણ તુર્થી અથવા તથભેદનું બની શકે નહિ.
ઉપર આપેલાં બધાં પ્રમાણોથી એવું સિદ્ધ થાય છે કે ખર્પર શબ્દનો અર્થ જસદ અથવા જેમાંથી જસદ ઉત્પન્ન થાય છે તેવી મારી અથવા પથ્થર એ માનવે જોઈએ.
અર્થમાં ભ્રમ થવાનું કારણ ખરી વસ્તુસ્થિતિ એવી છે કે ખર્પર શબ્દના બે અર્થ છે. ૧-જસદ, ર–ખર્પર તુર્થી. આ પ્રમાણે હોવાથી આ સર્વ મતભેદ ઉત્પન્ન થયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com