________________
૩૨૨
દર્દીઓને સલાહ
દર્દીઓને સલાહ (સલાહકાર-બ્રહ્મચારી આત્માનંદ ત્રિવેદી. દેનિક હિંદુસ્થાનના એક અંકમાંથી)
મૂત્રાધાત (પરાબ બંધ થઈ જવે.) આ દરદ જે વખતે ઉપડે છે તે વખતે દરદીને પ્રાણ છૂટી જશે એવો બનાવ બની જાય છે; અને થાય છે પણ તેમ, કે ઘણે વખત થઈ જવાથી દરદી દેહ છોડી પણ દે છે. આવાં દરદોમાં વિલાયતના મોટા પાસ થએલા ( એમ. બી. બી. એસ. ) ર્ડોકટરો ફક્ત ઍપરેશન અને ઈજકશન મૂકાવવા માટે ભલામણ કરે છે કે, ત્યારસિવાય મટશેજ નહિ; પણ અમારા ઈડીઆની વનસ્પતિમાં શું ગુણ છે તે જ્યારે અોર જંગલોમાં ભટકે તેજ સમજી શકાય એમ છે. જાઓ સાહેબ, નીચેનો સહેલો સટ જેવો ઉપાય છે.
- કાપડ બનતા અગર કપાસ પીલતા એજનમાં જ્યાં સ્ટીમ તૈયાર થાય છે, ત્યાં પાણીનો ખાર બાઝે છે. તે ખારામાંથી એક ચખાપુરથી ચણેકપુર સુધી રોગીનું બળાબળ જોઈ પાણી સાથે આપવાથી વગરઇજાએ તુરત પેશાબ છૂટે છે અને સળી મૂકવાની જરૂર રહેતી નથી. આ ખાર ઘણે ઉત્તમ છે.
બોલ (પ્લીહાબરડ આ બોલ નામનું દરદ તાવ આવવાથી ઉપડી આવે છે અને દરદીના પેટમાં જાણે પથ્થર ઘાલ્યો હોય તેમ થઈ જાય છે અને રીબાઈને મરણનુલ્ય થઈ જાય છે, તો તેનો અનુભવસિદ્ધ ઉપાય બનાવી વાપરીને દુઃખથી પીડાતાઓ માટે જાહેર જીવનમાં મૂકે છે.
. ખડબૂચની છાલનો ક્ષાર (ક્ષાર કાઢવાની રીત વૈદ્યને પૂછી લેવી) કાઢીને તે ક્ષાર અધી રતીની માત્રાથી દરરોજ ઉંટડીના મૂત્ર અથવા ગરમ પાણીમાં જમ્યા પછી-ખોરાક પચી ગયા પછી અથવા સવારમાં લેવાથી ગમે તેટલી જૂની બરેલ હોય તો પણ સાત દિવસમાં મટી જાય છે. માત્રા ઉંમરના પ્રમાણમાં અધરતીથી બે રતીસુધી લેવી જેથી મટી જશે. ઈતિ શિવમ.
સંગ્રહણ અસાધ્ય સંગ્રહણીને અનુભવસિદ્ધ ઉપાયઃ-સંચળખાર તેલ ૧, અફીણું તે. ૧, ઉંચી હિંગ તે. ૧, એક કળીનું છોલેલું લસણ તે. ૧, સુંઠને વસ્ત્રગાળ ભૂકે તે. ૧, એ બધાં ઔષધોને સાથે વાટી કાગદી લીંબુના રસમાં ખૂબ ઘુંટી એક એક વાલની ગોળી કરવી. સવારસાંજ ગાયના દહીં સાથે અગર છાશ સાથે અગર પાણી સાથે એકેક ગેળી ખાઈ જવી, જેથી જૂના કે નવા ઝાડા, દોષજન્ય અતિસાર, આમાતિસાર, રક્તાતિસાર, મરડે, વાયુ, કૃમીના ઝાડા અને વદો અને વેંકટરએ ત્યાગ કરેલી એવી અસાધ્ય રેલી સંગ્રહણી ઉપર કદી નિષ્ફળ ન નિવડ એવો અને પંચામૃત પરપટી તથા પ્રાણી કપાટરસ, જે રોગી ઉપર નષ્ફળ નિવડેલા તેવા ઘણું રોગીઓ આ ગાળીથી સારા થયા છે. પરેજી, ઘઉંને ખેરાક, વાસી અન, ખીચડી, કઠોળ, દૂધ અને મૈથુન, એટલાને ત્યાગ કરવો. પથ્યઃ-છાશ, સાદી જૂના ચેખા, સિંધવ, જીરું, મરી એટલું ખાઈ શકાય છે.
ખાંસી, શ્વાસ, દમ, આ ઉપાય ઘરડા, જુવાન, બાળક વગેરે પીડાતાઓને આશીર્વારૂપ થઇ પડે છે. બનાવીને વાપરે, પછી જુઓ કે તે શું કામ કરે છે !
ગોળીની બનાવટ લીંડીપીંપર બંગાળી . ૫, સફેદ મરી તો. ૫, શુદ્ધ વછનાગ તે. ૨, આ ત્રણ વસ્તુ બારીક ખાંડી ચૂર્ણ કરી કપડછાણ કરવું. પછી કાળીદ્રાક્ષ તે. ૫, ઠળીઓ કાઢીને લેવી અને તેમાં કાળી તમાકનાં ડાંખળાંની રાખ (કાયલા) કરવી. એ સર્વે વસ્તુનું મિશ્રણ કરી તેમાં એલચી. જાયફળ, લવીંગ, એ ત્રણે એકેક તેલ નાખી ખૂબ ઘૂંટી ગોળી મગના દાણા જેવડી બનાવી તેમાંથી સવાર-સાંજ એકેક ગળી ગરમ પાણી સાથે લેવી. કફ ો થઈ ખાંસી મટી જશે. તે લાંબો વખત લેવાથી શ્વાસ, દમ સારે થઈ જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com