________________
હિંદુઓને પડકાર
૩૭ કે, અપચો થવાનું મૂળકારણ અપૂર્ણ ચાવવું એજ છે. મહારાણી વિકટોરિયાના ઉકટર સર એન્ડ કલાર્કે પણ કહ્યું છે કે, આપણને પ્રભુએ બત્રીસ દાંત આપ્યા છે તો આપણે ખાતી વખતે દરેક કોળીઆને બત્રીસ વખત ચાવવો જોઈએ. આટલું જ નહિ પણ મોટી મોટી વીમા કંપનીઓ પણ વીમો ઉતારતી વખતે આ બાબત પણ ધ્યાનમાં રાખે છે.
આશરે પચાસેક વર્ષ ઉપર નીસમાં વસતા એક અમેરિકન વેપારીને, શરીરમાં વિશેષ વધી ગયેલા વજનને લીધે, તેની ઉંમર પહોંચતી હોવા છતાં વીમા કંપનીએ વીમો લેવાની ના પાડી. આથી તેણે પિતાની તંદુરસ્તી વધારવા અનેક નિષ્ફળ પ્રયત્નો કર્યા. પછી એક અનુભવ કરી જોવા ખાતર સંપૂર્ણ રીતે ચાવવાની ટેવ પાડવા માંડી અને તેને ફક્ત થોડાજ વખતમાં તેને મીઠા અનુભવ થવા લાગ્યો. તેની તબિયત સુધરવા માંડી. આ ઉપરથી ચાવવાના ગુણોનો ઉંડે અભ્યાસ કર્યો અને એક-બે વર્ષ જેટલા ટુંકા સમયમાં તો તેણે અજાયબ લાયકાત, તંદુરસ્તી અને શક્તિ મેળવી. ત્યારપછી તો તેણે આજ વિચારને બહોળો ફેલાવો કરવાનો ધંધે હાથ લીધે અને તેનાં લખાણો વાંચીને અને ભાષણ સાંભળીને સેંકડો માણસો પિતાનો ખોરાક સંપૂર્ણ રીતે
ગ્યા અને સહેજમાં અજબ તંદુરસ્તીને લાભ મેળવી શક્યા. આ અનુભવસિદ્ધ વાત દરેક જણે ધ્યાન પર લેવા જેવી છે.
વળી ખોરાક સંપૂર્ણ ચાવવાથી શરીરમાં રહેલા “સેલીવા” વગેરે પાચનક્રિયાને મદદ કરતા રસેને બરાક સાથે એક રસ થઈ આ ક્રિયાને સતેજ કરવા તક મળે છે, તેમજ આ ટેવને લીધે ખોરાકનો જોઈતો સ્વાદ ચાખી આનંદ મેળવી શકાય છે, એટલું જ નહિ પણ બરાક જ્યારે ચ વાતે હોય છે, ત્યારથીજ આપણે જેને “પાચન ર” ( એપીટાઈટ જયુસ) કહીએ છીએ, તે પેટ માં પડવા માંડે છે અને એ રીતે ખોરાક એકરસ થઈ પેટમાં જતાંની સાથે જ તેને પચાવવાની શરૂઆત કરવા પેટ તૈયાર થઈ જાય છે. આ પ્રમાણે લેવાયેલ ખોરાક પાચન કરવા પણ ઘણોજ થોડો વખત લાગે છે અને તંદુરસ્તીમાં પાચનશક્તિ સતેજ હોવાને લીધે કોઈ પણ જાતને સડો પેસવા પામતા નથી, પરંતુ જ્યારે ખોરાક સંપૂર્ણ રીતે ચવાયા પહેલાં પેટમાં દાખલ થાય છે, ત્યારે આપણી પાચનક્રિયા કાંઈક મંદ થાય છે અને ખોરાક એજ સ્વરૂપમાં જોઈએ તે કરતાં વિશેષ વખત સુધી પેટમાંજ પડી રહે છે. આમ થવાથી વખતસર ભૂખ લાગતી નથી અને પેટમાં દુખા થઈ અનેક રોગો જન્મ થવા પામે છે.
ચાવવાની ક્રિયાને પેટમાં રહેલાં આંતરડાં સાથે પણ સીધો સંબંધ હોય છે. આ ક્રિયા એકલા પેટને જ તેનું કામ કરવા સતેજ કરે છે એટલું જ નહિ, પણ જ્યાં જ્યાં ખોરાકના પરમાણુઓને ફરવું પડે છે, તે સઘળા અવયવોને ઉત્તેજિત કરી બળવાન બનાવે છે.
માટે શરીરની તંદુરસ્તી જાળવવા તથા વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત કરવા ઇચ્છનાર દરેક મનુષ્ય જેમ બને તેમ સત્વર સંપૂર્ણ રીતે ખોરાક ચાવવાની ટેવ પાડવા પ્રયત્ન શરૂ કરવો જોઈએ. આ પ્રમાણે વર્તવાથી વખતોવખતનાં ડોકટરોનાં બીલ ચૂકવવાને કડવો અનુભવ સહેજમાં દૂર થઈ જશે. દરેક સમજુ પુરુષે આ ટેવ પાડી પોતાની જાતને તંદુરસ્ત કરી અન્યને પણ તેને લાભ લેવા પિતાથી બનતે બોધ આપ.
eeeeeeeeeee હિંદુઓને પડકાર
(ગુજરાતી) તા. ૨૩-૧-૨૭ ના અંકમાંથી) ઢાકા જીલ્લાના હિંદુઓની પરિષદના પ્રમુખપદેથી ડો. મુંજેએ જણાવ્યું કે, જ્યાં સુધી ધર્મમંદિર અને અનાથ અબળાઓનું રક્ષણ કરી શકવાની આપણામાં શક્તિ નથી ત્યાંસુધી સ્વરાજ્યની વાત કરવી નિષ્ફળ છે. જ્યારે ધર્મનો તદ્દન વિધ્વંસ થવાની પળ આવે, ત્યારે હિંદુઓને સ્વરાજ્યના વિચાર પણ ન આવવા જોઈએ. સ્વામીજીનું મહાન કાર્ય તપાસો અને તરતજ આપણને માલમ પડશે કે, હિંદુ હિંદમાં સ્વરાજ્યની સ્થાપના એજ એમના જીવનનો મુખ્ય ઉદ્દેશ હતો, તેમજ જ્યાં સુધી આપણે અંત્યોહાર ન કરી શકીએ, ત્યાં સુધી એ સ્વરાજ્યની સ્થાપના સ્વપ્નાં--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com