________________
vvvvvvvvvvvvvvvvv
૩૧૬
શરીરસુખાકારી જાળવવાનો અમૂલ્ય ઉપાય આઠમા ભાગની પાચનશક્તિ ઈશ્વરે માણસને આપી છે. માતાનું દૂધ માફકસર અને સોળ વર્ષે “જુવાન બનાવી શકે એવું બનાવ્યું છે, તેથી જ ગાયના દૂધને માફકસર પાતળું કરી નાનાં બે
ચાંના ઉપગમાં લેવું. માફકસર પાતળું કરવાની સહેલી રીત નીચે પ્રમાણે છે:-જેટલું દૂધ હાર્ય -તેટલુંજ ચોખું પાણી લઈ એક શેરે અધોળ ખાંડ નાખી ઉપયોગમાં લેવું.
કેટલાક માણસોને દૂધ ઉપર કુદરતી અણગમે ઉત્પન્ન થયેલો હોય છે; એટલે દૂધની સામે નજર સુદ્ધાં કરતાં, એમને જાણે જીવ ઉડી જાય છે. આવા માણસે ડાકટરની દેખરેખ નીચે ૫હેલાં એક શેર પાણીમાં એક ચમચો દૂધ, પછી બે ચમચા, એમ ધીમે ધીમે પ્રમાણ વધારી દૂધ પીતાં શીખી શકે છે અને અણગમો દૂર કરી શકાય છે.
શરીરની ચરબી વધારવા તથા શરીરનો બાંધે મજબૂત કરવા ડોકટરો દૂધને દવા તરીકે વાપરે છે ને એમાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે. - દૂધ એ માંસ તથા ઇંડા કરતાં ઘણો સસ્તો અને સલામતી ખોરાક છે અને માંસ કરતાં વધારે ગુણકારી અને સલામતી ભર્યો છે. એટલે માંસાહારી લોકે, માંસ ત્યજી, ગાયને પાળીપષી દૂધજ ખાય-પીએ તો ઘણું ફાયદો થાય. સરકાર પણ કલખાનાં તરફથી લક્ષ ઓછું કરી ગોરક્ષાના પ્રચારને ઉત્તેજન આપે તે નિર્દોષ પ્રાણીઓની હિંસા થતી અટકે અને ઠેર ઠેર નમાલાં અને માઈકાંગલાં મનુષ્યને બદલે હૃષ્ટપુષ્ટ (ચબા જેવા!) મનુષ્યજ નજરે પડે.
શરીરસુખાકારી જાળવવાનો અમૂલ્ય ઉપાય
(લેખક–રમણલાલ જયકીશનદાસ બી. એ.-વડોદરા. વ્યાયામ” માંથી) દુનિયામાં એવો કયો મનુષ્ય છે કે જે તંદુરસ્તી જાળવવા ન ઇચ્છે ? સૌ કોઈને સુખ પ્રિય હોય છે. કહ્યું છે કે –“ આપ સુખી તો જગ સુખી!” સુખના સંગી થનાર અસંખ્ય મળે, પણ દુઃખમાં ભાગ પડાવનાર કવચિતજ નજરે પડે છે; તે પછી પ્રશ્ન એજ રહે છે કે, ખરો સુખી કોણ? સાર્વભૌમ રાજા, તવંગર શેડીઓ, જંગલનો જેગી કે રસ્તાને ભીખારી? આ બધામાં સુખી કોણ ? આ પ્રશ્નનો એકજ ઉત્તર કે, સુખી એજ હોઈ શકે કે જે શરીરે તંદુરસ્ત છે. દુનિયાનાં સુખ પૈકીનું પહેલું સુખ તે જાતે નર્યા” એમાં બે મત સંભવતાજ નથી. હરકોઈ આ વાત જાણે છે અને માને છે; પરંતુ ઘણેભાગે મનુષ્ય આ સુખ મેળવવા તથા જાળવવાના સહેલા ઉપાયોથી અજાણ હોય છે અગર જાણતા હોવા છતાં તે પ્રમાણે વર્તવાની ટેવ વગરના હોય છે. - શરીરના કુદરતી સંચાને ચાલુ સ્થિતિમાં રાખવાને દરેક માણસે ખોરાક લેવો પડે છે; ૫રંતુ આ ખોરાક પણ શરીરને રચતો અને માફકસરજ લેવાની જરૂર છે. ખોરાક પેટમાં ગમે તે પ્રકારે ઘેઓ એટલાથી કાંઈ શરીરની સુખાકારી જળવાતી નથી; પણ જે ખોરાક શરીરમાં દાખલ થાય તેને પચાવવાની શક્તિની ખાસ આવશ્યક્તા છે અને જે માણસની પાચનશક્તિ સતેજ હોય તે જ માણસ તંદુરસ્ત રહી શકે છે. ખોરાકનો અપચો અટકાવવાને અને આ પાચનશક્તિને હમેશાં સતેજ રાખવાને ફક્ત એકજ અને સહેલે ઉપાય છે અને તે એજ છે કે, “તમારા ખોરાકને દરેક કોળીઓ તેમાંનો તમામ રસ ચુસાઈ જાય ત્યાંસુધી ચાવવાની ટેવ પાડે.” આ કાંઈ હાલમાં જ થયેલી નવીન શોધ નથી. આશરે સો વર્ષ પહેલાં “સ્પેલનઝાની” નામના મનુષ્ય પિતાની જાત ઉપરજ અખતરો કરી પૂરવાર કર્યું હતું કે, મારી પાચનશક્તિ માટે પૂરેપૂરું ચાવવાની ખાસ આવશ્યકતા છે. દરેક ખોરાકમાં જૂદો જુદો સ્વાદ રહેલો છે અને આ સ્વાદથી થતા આનંદ, -તેમ પેટની તંદુરસ્તી આજ એક ટેવથી વધારી શકાય છે. તે શામાટે સહેલથી મેળવી શકાતી તંદુરસ્તી માટે દરેક માણસે નાનપણથીજ આ ટેવ પાડતાં ન શીખવું ? ચાવવાની ટેવ સારી હોય તે ગમે તે ચીજ વગરનુકસાન કર્યું શરીરમાં ગબડાવી શકાય. ગયા સૈકામાં ગુલામ વેચવાના ધંધો કરનારા પણ પોતાના ગુલામોના દાંત તરફ ખાસ કાળજી રાખતા હતા અને ગુલામનો એક એક દાંત ઓછો થતાં તેની કિંમતમાં પણ તે પ્રમાણે ઘટાડો થતો હતો. મોટા મોટા ફેંકટરા પણ પિતાના દરદીને ચાવવા તરફ સંપૂર્ણ લક્ષ આપવા ખાસ ભલામણ કરે છે અને કહે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com