________________
દૂક કેવી રીતે વાપરવું?
૩૫ ટીપું બે ટકા હાઈડ્રોજન પેરોકસાઈડ અને બે ટીપાં બે ટકા સોલ્યુ પેરાફેનેલીન ડીયામીન નાખી હલાવવું. જે દૂધ ઉકાળેલું નહિ હોય તો ઘેર જામલી રંગ દેખાશે અને ઉકાળેલું હશે તે કઈ રંગજ થશે નહિ.
દૂધને આપણે પ્રવાહી “ટીશ્ય” પણ કહી શકીએ; કારણ એ લોહીમાંથી જ બનેલું છે અને તાજું દોહેલું, શરીરની ગરમીથી ગરમ લાગતું ધારણ દૂધ લેહીની માફક જંતુઓને મારી નાખવાની શક્તિવાળું હોય છે. લોહીમાં દેખાતા એન્ટીબડી, એગ્યુટીનીન, એન્ટીટેકસીન અને એસેનીન દૂધમાં પણ હોય છે. બધા એન્ટીબોડીઝને જૂદા જૂદો ઉપયોગ માલમ પડયો નથી, પણ રોગને અટકાવવા માટે એ બધી ઘણી તૈયારીઓ કરી મૂકે છે. એમ માનવાને સબળ કારણ મળી આવ્યાં છે. - દૂધ તાજું પહેલું અને વગર ઉકાળેલુંજ વાપરવું જોઈએ. દૂધને ૧૫૮ ડીગ્રી ફેરનહીટ સુધી ગરમ કરવાથી એમાંના એન્ટીબોડીઝ મરી જાય છે અને ૧૯૬ ડીગ્રી ફેરનહીટે એમાંના પાચક રસોનો નાશ થાય છે. તેથી દૂધ ઉત્પાવગરનું જ વાપરવું. વિજ્ઞાનશાસ્ત્રીઓએ ઉંદર ઉપર દૂધના અખતરા અજમાવ્યા છે. થોડાક ઉંદર પકડી અમુક વખત સુધી કેટલાકને ફક્ત ઉકાળેલું દૂધ બરાક તરીકે આપ્યું ને થોડાને વગરઉકાળેલું દૂધ આપવામાં આવ્યું. ઉકાળેલું દૂધ પીનારા ઉદર અમુક મુદત પછી તપાસતાં, જેવા હતા એવા ને એવા માલમ પડ્યા અને વગર ઉકાળેલું દૂધ પીનારા જાડા, જબરા અને હષ્ટપુષ્ટ માલમ પડયા. આ અખતરે. કુદરતી–ધારોષ્ણ-દૂધ વાપરવાની બાબતને પુષ્ટિ આપે છે.
વગરઉકાળેલા દૂધમાં ખટાશ ઉત્પન્ન કરનાર બેકટીરીઆ હોય છે. તે હાનિકારક જંતુઓની સામે થાય છે, તેથી દૂધ માંસની પેઠે ગંધાઈને બગડી જતું નથી; પણ દૂધ ઉકાળવાથી એ જંતુઓ મરી જાય છે, તેથી દૂધને બગડતાં વાર લાગતી નથી અને હાનિકારક જંતુઓ પણ વગરઅડચણે તેની અંદર ઉછરી શકે છે.
ખરેખર, કુદરતે ઉત્પન્ન કરેલું દૂધ વીટામીન અને એન્ઝાઈમથી ભરપૂર છે. એમાંના પ્રોટીન મગજને તથા સ્નાયુઓને પોષણ આપી વધારે છે; સરસ શરીરમાં રહેલા હાડપિંજરને પુષ્ટિ આપે છે અને ફેટસ-ઘી-(નેહ) વિકાસક્રમની ગતિને આગળ ધપાવે છે; પણ અફસની વાત છે કે આપણું લોકે એ દૂધને ઉકાળીને એટલે એમાંનાં ખાસ અગત્યનાં તત્ત્વોનો નાશ કરીને જ વાપરે છે !
ઉકાળ્યા વગરનું દૂધ પણ ચોખ્ખું તે હોવું જ જોઈએ. ઠેઠ ગાય બાંધવાના તબેલા આગળથી સ્વચ્છતાની કાળજી રાખવી જોઈએ. ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ પણ નિરોગી હોવાં જોઈએ. રોગી પ્રાણીઓનું દૂધ અસંખ્ય રોગોને જન્મ આપે છે અને કરોડો મનુષ્ય આ રોગોના ભોગ થઈ પડે છે. ઘણીવાર એમ જણાયું છે કે, ગંદા તબેલાની ગાયભેંસના દૂધથીજ ક્ષયરોગ લાગુ પડયો હતો.
હવે દૂધ કેવી રીતે ખાવું જોઈએ? દૂધને જે આપણે નાના ઘૂંટડા ભરીને તથા “ચાવી ચાવીને ગળે ઉતારીએ તો એ “સલાઇવા' લાળ સાથે ભળી જઈ મેઢામાં પાતળું થઈ પેટમાં જાય છે, તેથી એને પચતાં વાર લાગતી નથી; પણ એમ ને એમ ગળે ઉતારવાથી જઠરમાં પહોંચતાં ૫હોંચતાં જ ફાટીને દહીં બની જાય અને તેથી પચતાં ઘણે વખત લાગે.
- જ્યારે નાનાં બચ્ચાંઓને માતાના દૂધને બદલે ગાયના દૂધથી ઉછેરવાનાં હોય, ત્યારે ગાયના દૂધને માફકસર પાતળું અને માતાના દૂધ જેવું બનાવી આપવું જોઈએ. અમેરિકામાં દર વર્ષે નવાં જન્મતાં પચીસ લાખ બાળકોમાંથી અઢી લાખ બાળકે દૂધની આ પ્રકારની સંભાળ નહિ લેવાથી મરણને શરણ થાય છે. ગાયના દૂધમાં માતાનાં દૂધ કરતાં ચારગણે ચૂને, ત્રણગણાં પ્રોટીન્સ અને બેતૃતીઆંશ જેટલી ખાંડ હોય છે.
આંચળવાળાં પ્રાણી પિતાનાં બચ્ચાંનાજ વિકાસમાટે જ ઉપયોગી થાય એવું દૂધ ઉત્પન્ન કરે છે. ગાય વાછરડો બે વર્ષે જુવાન બળદતરીકે ઓળખાય છે એટલે કે ગાયનું દૂધ એનાં બચ્ચાંને બે વર્ષે જુવાન બનાવે છે. માણસમાં સોળ વર્ષે જુવાની આવે છે, એટલે ગાયના કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com