________________
૩૧૪
દૂધ કેવી રીતે વાપરવું?
દૂધ કેવી રીતે વાપરવું? (લેખક-મજમુદાર “ગુજરાતી કેસરી’ તા ૧૨-૧૧-૨૫ ના અંકમાંથી)
આપણું શરીરનો વિકાસ કરવા અને ટકાવી રાખવા જે જે પદાર્થોની અગત્ય છે તે સર્વ પદાર્થો એકલા દૂધમાંથી મળી શકે. આથી આપણે દૂધને એક સંપૂર્ણતા પામેલા ખોરાકતરીકે ઓળખી શકીએ; અર્થાત દૂધના જે ઉત્તમ ખોરાક બીજો એક પણ નથી. દૂધમાં મુખ્ય બે વસ્તુઓ હોય છે –ઘી (ૉટ) અને દૂધમાંથી બનતી ખાંડ. ઘી-માખણને આપણું શરીર એકદમ ઉપયોગમાં લઈ લે છે અને મીલ્કશુગર ઘણો અગત્યનો ભાગ ભજવે છે. | મીકશનર ( દૂધમાંથી બનતી ખાંડ) શરીરના વિકાસને અર્થે ઉત્તમ જણાઈ છે. આપણી શેરડીની ખાંડમાં જે હાનિકારક તો છે તે બધાંથી આ ખાંડ તદ્દન મુક્ત છે; પણ આ ખાંડ (મીલ્કશુગર) પ્રાણીઓના દૂધસિવાય કુદરતના બીજા કોઈપણ ખૂણામાંથી જડી શકી નથી.
આપણે જાણીએ છીએ કે, દૂધ વાસી થાય છે ત્યારે ખાટું થઈ જાય છે, પણ માંસની પેઠે બગડી જતું નથી. આનું કારણ આ ખાંડજ છે. મીલ્કશુગર ધીમે ધીમે પાચન થાય છે અને માટશુગર કરતાં ચોથા ભાગના વખતમાં શરીરમાં શોષાઈ જાય છે. એ વળી ધીમેથી પચતી હેવાથી જઠરની આગળ વધીને આંતરડા લગી જાય છે. ત્યાં લગણમાં ધીમે ધીમે પચે છે અને
ત્યાં લેટીક એસીડના રૂપમાં ફેરવાઈ જાય છે. આ લેફટીક એસીડ શરીરમાં થતા બિગાડને અટકાવી કડે મનુના પ્રાણ બચાવે છે. આ મકશુગરને લીધેજ દૂધ બગડતું નથી; ફક્ત ખાટું થઈ જાય છે, જ્યારે માંસ બગડી જાય છે. ડ૦ કેલોગ લખે છે –“દશ વર્ષો પૂર્વે મેં એક માંસનો ટુકડો છાશની બરણીમાં નાખી મૂકો. આ ટુકડાને કોઇપણ જાતની જતુવિનાશક દવા લગાયાવગરજ નાખ્યો હતો. છતાં આજે દશ વર્ષ પછી જોતાં એ એમનો એમ બગડવાવગર નીકળ્યો ! આ બધા પ્રતાપ પેલી મીકશુગરની અને એસીડ (ખટાશ) ઉત્પન્ન કરનાર જંતુનાજ છે; એટલે નાનાં બરચાંની પાચનક્રિયા વગેરેને સંભાળવાનું કામ કુદરતજ દૂધની મારફત કરે છે. - દૂધમાં કેસીન નામને જે પદાર્થ છે, તે શરીરનો વિકાસ અને મરામત ઘણી જલદી કરી ખોરાકને બરાબર પચાવે છે અને પોષણાર્થે શરીરમાં ભળી જાય છે. આ સિવાય દુધમાં બીજાં પ્રેટીસ પણ છે. એ પણ ઉપર પ્રમાણે જ કામ કરે છે.
વળી ગાયના દૂધમાં માતાના દૂધ કરતાં ચારગણા ક્ષાર છે. દૂધમાં મુખ્યત્વે કરીને ચૂનો વધારે છે. એક પીંટ ચૂનાના પાણ(લાઈમ વોટર) માં જેટલું ચૂનો હોય છે તેના કરતાં ૧૧ થી ૧૬ ગ્રેન જેટલો વધારે ચુનો એક પાટ દૂધમાંથી મળી આવે છે. આ જગાએ માંસાહાર અને વિનસ્પતિ આહારનો ફેર પ્રત્યક્ષ થાય છે. માંસમાં દૂધથી ડબલ ચૂનો હોય છે, છતાં શરીરમાં તો તે ફક્ત અડધા ગ્રેનેજ ભળવા દે છે. હાડકાંના વિકાસને મુખ્ય આધાર ચૂના ઉપરજ છે; એટલે આખા શરીરના વિકાસ માટે કુદરતે દૂધ જેવો ઉત્તમ ખોરાક બીજો એકકે બનાવ્યો નથી. ચૂનો હાડકાંના વિકાસ માટે અને પ્રોટીન માંસપિંડના વિકાસ માટે વપરાઈ જાય છે.
એક બીજું અગત્યનું સાવ દૂધમાં છે. તેને વિટામીન કહે છે અને આ સત્વને લીધેજ દૂધ ઉત્તમમાં ઉત્તમ ખોરાક કહેવાય છે. દરેક વનસ્પતિ પોતપોતાનું વીટામીન જમીનમાંથી સો કાઢી બનાવી લે છે, પણ ગાય કંઈ તેને બનાવી શકતી નથી. ગાય તે આવી જૂદી જૂદી જીતની વનસ્પતિ જે પોતાને ઉપયોગી જણાય તે ખાય છે અને બધાં વીટામીનનો સામટો જથ્થો દૂધવાટે બહાર કાઢે છે. અલબત, આ જગાએ દૂધ તદ્દન ચેખું અને તાજું જ દેહેલું સમજવાનું છે, નહિ કે ઉકાળેલું અથવા જંતુવિનાશક દવાઓના ભેગવાળું મુંબઇના દૂધ જેવું).
દૂધમાં કેટલાક પાચક રસ પણ છે-ડાઈજેસ્ટીવ, ફરમેંટસ, ગેલેકટોઝ, એકસીડેઝ અને રીડઝ. આ બધા પાચનક્રિયામાં ખાસ મદદ કરે છે. દૂધ ઉકાળવાથી આ બધા ને નાશ થાય છે. આ રસનો નાશ થાય છે કે નહિ તે જોવા ટોર્ચ નામના વિદ્વાને નીચે પ્રમાણે અને ખતરો અજમાવ્યા છે. એક કાચની કસનળી (ટેસ્ટ ટયુબ)માં પાંચ કયુબીક સેંટીમીટર દૂધ લઈ તેમાં એક
ફ અમેરિકાના ગોવાળીઆઓ અને ખેડુત આગળ 3. જે. એચ. કેલોગે આપેલા ભાષણને તરજુમે વ્યાખ્યાનíના “એટેક ઈટોકસીકેશન' નામના પુસ્તકમાં આ આખું વ્યાખ્યાન છપાયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com