________________
૩૦૮
ખેતીવાડી અને બાગબગીચા
દ્રવ થતા નથી. હમેશાં યાદ રાખવું છેડ ખાડામાં મૂકવામાટે સંધ્યાકાળ (સાંજ) ઉત્તમ છે. બીજી ખાડામાં છેડા એવી રીતે મૂકવા કે તેમના ફણગા દક્ષિણદિશા તરફ રહે. આમ કર્યાંથી પવનને ભય રહેતે નથી. બીજાં જે જગ્યાએ નાળીએર રાપ્યાં હાય. તે જગ્યાએ જો વરસાદમાં પાણી ભરાઇ રહેતુ હાય તા દરેક છેડના થડ આગળ માટીના ઢગલેા વાળવા, જેથી તેને પાણી લાગે નહિ અને તે કાહી જાય નહિ. છેડ રેપ્યા પછી એ વરસસુધી તેની કાળજી રાખવી જોઇએ. તેને ખૂબ તડકા ન લાગે તે માટે તેના ઉપર છાંયે કરવાની ખાસ જરૂર છે. કાકણમાં તાડના કે નાળાએરીના પાનને છાંયેા કરે છે. વરસાદની મેાસમમાં છાંયે! કાઢી નાખવેા. આ રીતે રાપ રોપવાથી આગળ સારૂં ઉત્પન્ન લેવાની આશા રાખી શકાય છે.
પાણી
છેડને પાણી આપવાને માટે ખાસ કરીને જૂદી રીત છે. તે એ કે, છેડની ચેતરફ ખામણું કરવું અને તેમાં પાણી રેડી ભરવું. રાપ્યા પછી પહેલાં એ અડવાડીઆં તેમને દિવસમાં બે વાર પાણીની જરૂર છે. પછી ખીજા બે અઠવાડીઆં દિવસમાં એકજ વાર આપવું. આ પછી તેનાં મૂળી જોર પકડશે. પછી બે અઠવાડીઆં એક દિવસ છેાડીને પાણી આપવું. આ પછી જ્યાં જેવી હવા હાય તેમ તે પ્રમાણમાં પાણી આપવું. સાધારણ રીતે પહેલા વર્ષે રાજ એક ધડે!, બીજા વર્ષે એ ઘડા, ત્રીજે વર્ષે એ દિવસના અંતરે ૩ ધડા, ચેાથે વર્ષે ૩ દિવસના અંતરે જ ઘડા, આ પ્રમાણે પાણી આપવું; અને આ રીતે પાણી વધારવું. કાસ કે પ`પથી પાણી આપવું હાય !ખામણુ ભરાય ત્યાંસુધી પાણી એકાંતરે આપે તે પણ ચાલે. અન્ત વર્ષે ત્રણ દિવસને આંતરે અને ત્રીજા વર્ષે ચાર દિ વસને આંતરે અને આ પ્રમાણે આગળ કરવાનું છે. સામાન્ય રીતે તેનાં મૂળઆં વધારે પાણી મળવાથી કેાહી ન જાય તે સ ંભાળવાનું છે અને આનાં મૂળઆં હમેશાં ખીજાં ઝાડની માફક બહુ ઉડાં જતાં નથી, તેથી સપાટી આગળ પુષ્કળ પાણીની જરૂર હેાય છે. તેની સાથેજ મૂળીમમાં ઘણા વખત પાણી ભરાઈ રહે તેમ હોવાથી તેની સંભાળ લેવી, એટલે પાણીની બરાબર ગોઠવણ કરવી અને પાણી, ખાતર અને માવજત હાય તેમજ સારું ઉત્પન્ન આપે છે.
ખાતર
નાળીએરની ખેતીમાં ખાતરથી ઘણાજ કાયદેા થાય છે. ખાડામાં નાખતી વખતે જે નાખવામાં આવે છે તેને ઉપયાગ ખાતર કરતાં વાથી છેાડને બચાવ કરવામાં વધારે થાય છે; માટે નીચે ખાતર આપવાની જૂદી જૂદી રીતેા આપી છે. ત્રાવણકાર અને મલબારકનારા ઉપર નીચેનું ખાતર આપે છે.
પહેલી રીતઃ–રાખાડા, ખેાળ, મીઠું અને હાડકાંના ભૂકા દરવર્ષે નાખે છે અને ૧૦ વર્ષની ઉપર છાણ, બકરાંની લાડી, લીલાં પાન અને થાડુક મીઠું આપવાના રિવાજ છે. આ ખાતર ૧નાવવાની રીત આ પ્રમાણે છેઃ-છાણુ,લીડી વગેરેને સારી રીતે ભેગાં કરી જરા ભીંજાવી ઘેાડું મીઠું અને ચૂને નાખી પછી આપવું. ખીજું:-નાળિયેરીના છેડે નાના હાય ત્યારે તેનાં જે ઠેકાણે પાંદડાં પુટે છે ત્યાં મીઠું અને રાખાડે! મિશ્ર કરીને લગાવે છે તેથી ભમરાનેા ઉપદ્રવ થતા નથી અને વળી અવાને નીચે આવી ખાતરતરીકે ઉપયાગમાં આવી જાય છે. આમ એક ધાથી એ પક્ષી મરે છે.
આ જીલ્લામાં નીચેનું કૃત્રિમ ખાતર વપરાય છેઃ-એક સારી રીતે ખીલેલા ઝાડને ૧૦ શેર (પાઉંડ) ખાળ, ૨ શેર રાખાડા, ૨ શેર માછલીને કૈા ભૂકા અને ૧ શેર મીઠું મેળવીને થડ આગળ નાખી ઉપર માટી વાળી દે છે. આ દર વરસે કરે છે અને જો માછલાંને ભૂકા ન મળે તે હાડકાંના ભૂકા વાપરે છે. બીજું જો જમીનમાં ચૂનાનું પ્રમાણ એછું માલમ પડે તે બે ત્રણ વરસે એક વાર ૧૦ થી ૧૫ શેર કળીચૂના પણ આપે છે. ઉપલા મિશ્રણમાં નીચેના અંશે રહેલા છેઃ-નાઈટ્રોજન ૦.૫૩ ટકા, ફાસ્ફેરીક ૧.૦૧ ટકા અને પેટેશ ૭૪ ટકા. જે જે જમીનમાં આ તત્ત્વાની કમતરતા હાય તેમાં આ ખાતરથી સારે। કાયદેા થાય તેમ છે. ધારેા કે, એક એકરે ૨૫૦૦ નાળિયેર ઉતરે તે જમીનમાંથી ૧૮ શેર નાઇટ્રોજન, ૫ શેર ફાસ્ફેરીક એસીડ, ૩૮ શેર પેટેશ. આ ઉપરથી જે ઝાડને પેાતાને જે ખારાકની જરૂર છે તે પણ ગણીએ તે! દર વરસે એક એકરે ૨૪ શેર્ નાઇટ્રોજન, ૧૨ શેર ફાસ્ફુરીક એસીડ, ૬૦ શેર્ પેાટેશ અને ૧૦૦ થી ૨૦૦ શેર કળીચૂના,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com