________________
૨૨
શકિતવર્ધક પાક બનાવવાની રીતે ઓ તૈયાર રાખવી. પછી પ્રથમ ચણાના લોટમાં સારી પેઠે ઘીનું મોણ દઈ તેમાં જરા દૂધ છાંટવું. એ પછી લોખંડ અગર પિત્તળના વાસણમાં ઘી મૂકી, ઘી ગરમ થાય ત્યારે તેમાં ચણાને મેણું દીધેલ લોટ નાખી ધીમી આંચે શેકવો અને જ્યારે અડધે શેકાઈ રહે, ત્યારે તેમાં માવો નાખે અને એ લોટની સાથે માવાને પણ શેકાવા દેવો. માવાને તેમાં નાખ્યા અગાઉ છૂટો પાડી નાખો. લોચા જે એમ ને એમ નાખ નહ. એ પછી જ્યારે માવાની અંદરનું પાણી બળી જાય ને મા શેકાઈ રહે, ત્યારે તેમાં બદામના મગજનો ભૂકો નાખવે. બદામનો મગજ રીતસર પાકી જાય, ત્યારે તેમાં તુલસીનાં બીનો ભૂકો નાખવો. એ ભૂકામાં ભાંગ ને એલચીન તથા મરીનો ભૂકે પણ મેળવી દેવો અને તે પછી તુરતજ ઉતારી લેવું. ત્યારબાદ સાકરની ચાસણી તૈયાર રાખવી. તેમાં કેસર નાખવું. એ ચાસણો કેવા રાખવી તેનો આધાર જૂદી જૂદી ઋતુઓ ઉપર છે. જેમકે શિયાળામાં ચાસણી જરા નરમ હોય તે પાક રીતસર રહે છે, પણ જે આકરી ચાસણી થાય તે પાક બહુ કઠણ બની જાય છે, તેમજ ચોમાસામાં જે નરમ ચાસણી રહે તો પાક બહુ જલદીથી બગડી જાય છે અને ઢીલો પડી જાય છે, પણ જે આકરી ચાસણી હોય તો પાક સારા થાય છે. બીજું એ કે, પાકની અંદર ઝાઝું ઘી સમાવવું હોય તે જરા આકરી ચાસણી લેવી પડે છે અને થોડા માં કામ ઉકેલવું હોય તે નરમ ચાસણી રાખવી જોઇએ. આ બધી બાબતો વારંવાર પાક બનાવનારા વૈદરાજ તથા મિઠાઈ બનાવનારાઓ સમજે છે; પણ ઘણા લોકોને આવી ઝીણી ઝીણી બાબતોની ખબર હોતી નથી અને આ લેખ તો સામાન્ય લોકોને માટે છે, એટલે આ બધી બારીક વિગત કહેવી પડે છે. એ પછી તૈયાર થયેલી ચાસણીમાં તૈયાર થયેલા પાકને મીલાવો અને સારી રીતે હલાવો. એ પછી ફરવા જેવું થાય, ત્યારે તેને થાળીની અંદર ઠારી દેવું. એ પછી તેમાં ચપુડે કાપા પાડી પોતાની મરજી પ્રમાણે નાના કે મેટા કકડા બનાવવા. એ પાક દરરોજ બે તેવાથી દશ તે લાસુધી તો સૌના જઠરાગ્નિના જોર પ્રમાણે ખાઈ શકાય છે. એ પાક સવારના પહોરમાં ખાવો અને તેની ઉપર પાશેર કે અડધો શેર દૂધ પીવું. એ પાક ખાતી વખતે તેલ, મરચું, ખટાશ વગેરે ચીજો ન ખવાય તો એ પાક ઘણાજ વધારે ફાયદો આપી શકે છે અને જે શાકભાજીમાં બહુ મસાલાઓ ખવાય તો તે પાક ઓછો ગુણ આપે છે; માટે પાક ખાતી વખત તેલ, મરચું, આમલી, ગરમ મસાલો વગેરે વસ્તુઓ ન ખાવામાં આવે અગર ઓછી ખાવામાં આવે તેવી તજવીજ રાખવી જોઇએ.
તુલસીનાં બીમાટે વૈદકશાસ્ત્રમાં એમ કહેવું છે કે, એ બી બહુજ શક્તિવર્ધક છે. એ બીથી ધાતુ બંધાય છે અને વીર્ય વધે છે. શરીરમાં સાચી ગરમી આવી જાય છે અને વાયુના તથા કફના ધણી જાતના રોગ મટી જાય છે. જો એ પાક વિધિપુરઃસર બનાવ્યો હોય અને પોતાની પ્રકૃતિ સમજીને રીતસર ખાધા હ ય તો તેથી એક દ ફાયદો થાય છે અને બીજી ઘણી જાતના રોગે એ પાક ખાધાથી મટી જાય છે.
તુલસીનો પાક બનાવવાની ઉપર જે રીતે બનાવેલી છે, તે રીત સહેલામાં સહેલી અને ઉત્તમોત્તમ છે, કારણકે એમાં ઘણું ખર્ચ લાગતું નથી કે ઘણી મહેનત પડતી નથી, તેમજ તેમાં કોઈ કાઈ નહિ મળી શકે તેવી અજાણી વસ્તુઓ પડતી નથી અને તેની બનાવટ પણ બહુ સહેલી છે. એટલે ઘણા લોકોથી બહુ સહેલાઈથી તે બની શકે તેમ છે. એ સિવાય તુલસીના બીને પાક બનાવવાની બીજી પણું ઘણી રીતો છે અને એ પાકમાં બીજી પણ ઘણી જાતની દવાઓ નાખી શકાય છે; પણ એ બધી વાત કંઇ આ ઠેકાણે લખી શકાય નહિ; કારણ કે જૂદી જૂદી પ્રકૃતિના માણસ માટે અને જૂદા જૂદા ગામ જૂદી જૂદી દવાએ મીલાવીને સેંકડે પ્રકારના પાક થઈ શકે છે અને પાક બનાવવાની રીત પણ ઘણી હોય છે. એટલે એ બધી વાતો લખતાં કંઈ પાર આવે નહિ. એ તો દરેક માણસોએ પોતપોતાના અનુભવ પ્રમાણે યોજનાઓ કરી લેવી જોઇએ. તુલસીનાં બી પૌષ્ટિક છે અને ચીકાશવાળાં છે તથા તેલવાળાં છે એટલે તેમાં દસ્તને બાંધવાના ગુનું છે. એથી જેને વધારે દરત થતા હેય તેને એ પાક બહુ સારે ફાયદો કરે છે; પણ જેને દસ્તની કબજીયન હોય તેને કેાઈ કઈ વખતે એ પાકથી ઝાડા રેકાય છે, માટે એ વખતે એવા માણસાએ પાક બનાવતી વખતે તેમાં ઝાડો સાફ લાવવા માટે નસેતરને ભૂકા અગર સાટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com